SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ વૈરાગ્યભેદાધિકાર मीमांसामांसला यस्य, स्वपरागमगोचरा । બુદ્ધ ચાત્તસ્થ વેરાર્થ, જ્ઞાનમુદ્રષ્યતિ પાછા અન્વયાર્થ : રવપરામપરા સ્વદર્શન-પરદર્શનના આગમના વિષયવાળી, મીમાંસામાંસના મીમાંસાથી તત્ત્વવિચારણાથી, માંસલ=પુષ્ટ થયેલી, એવી વૃદ્ધિઃ બુદ્ધિ વય જેની રચીત હોય તયે તેને જ્ઞાનાર્મ વેરા જ્ઞાનગર્ભ વૈરાગ્ય ૩છ્યતિ પ્રગટે છે. I૧૭ના * અહીં “બીમાંસામાંસતા' એ સામાસિક પદ છે. શ્લોકાર્ય : સ્વદર્શન-પરદર્શનના આગમના વિષયવાળી, તત્ત્વવિચારણાથી પુષ્ટ થયેલી એવી બુદ્ધિ જેની હોય, તેને જ્ઞાનગર્ભ વેરાગ્ય પ્રગટે છે. li૬-૧૭TI ભાવાર્થ - જે જીવો તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલા ધર્મને માનતા હોય અને સંયમ ગ્રહણ કરીને તપ-સંયમમાં યત્ન કરતા હોય, તે સર્વને જ્ઞાનગર્ભ વૈરાગ્ય હોય જ એવો નિયમ નથી. પરંતુ સ્વદર્શન અને પરદર્શનના વિષયમાં તત્ત્વ-અત્તત્ત્વને જાણવા માટે જેમણે ઘણો બૌદ્ધિક યત્ન કર્યો છે, અર્થાત્ પોતાની બુદ્ધિ પ્રમાણે સમાલોચના કરી છે, અને તેના કારણે સ્વદર્શનના અને પરદર્શનના પરમાર્થને જેઓ જાણે છે, તેવા આત્માને જ જ્ઞાનગર્ભ વૈરાગ્ય હોય. અહીં વિશેષ એ છે કે, જ્યાં સુધી સ્વ-પરદર્શનનો અભ્યાસ કરવામાં આવતો નથી, ત્યાં સુધી કયા દર્શનને તત્ત્વરૂપે સ્વીકારવું તે વિષયક જીવમાં પ્રાયઃ કરીને મધ્યસ્થતા પ્રગટતી નથી, પરંતુ જે કુળમાં પોતે જન્મ્યો હોય, તે દર્શન પ્રત્યે જ પ્રાયઃ કરીને તેને રુચિ હોય છે. તેથી તે દર્શનના પક્ષપાતથી જ તે દર્શનનું તેને જ્ઞાન થાય છે. જ્યારે જૈન દર્શનને પ્રાપ્ત કર્યા પછી પણ અન્ય દર્શનનાં શાસ્ત્રોના પરમાર્થને જાણીને જે મહાત્માઓ જૈન દર્શન પ્રત્યે રાગવાળા છે, તેઓની દર્શન સ્વીકારના વિષયમાં પણ મધ્યસ્થ બુદ્ધિ હોય છે; અને તે તે દર્શનમાં બતાવેલા તે તે નયોને સ્વસ્થાને જોડીને તેઓ સમ્યગ્બોધ કરનારા હોય છે, અને તેઓનું જ જ્ઞાન વાસ્તવિક રીતે પરમાર્થને સ્પર્શનારું છે, અને તેનાથી થયેલ વૈરાગ્ય જ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. II૬-૧ળા
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy