SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ૧૭૪ વૈરાગ્ય મોહગર્ભિત જ મનાય છે. કેમ કે શાસ્ત્રમાં ગીતાર્થને જ ઉપદેશ આપવાનો અધિકાર આપ્યો છે, અને ગીતાર્થ જ પર્ષદા અને વ્યક્તિવિશેષનો નિર્ણય કરીને ભગવાનના વચનોનો યથાર્થ ઉપદેશ આપી શકે છે. જ્યારે અગીતાર્થ જો સર્વજ્ઞના વચનને બોલવાવાળો હોય તો પણ શાસ્ત્રનો યથાર્થ બોધ નહીં હોવાથી વિરુદ્ધાર્થ બોલે તેવી પૂરી સંભાવના હોય છે. માટે તેવાઓનો વૈરાગ્ય મોહગર્ભિત છે. શાસ્ત્રના પૂર્ણ અભ્યાસ બાદ સર્વજ્ઞનું વચન “આ પ્રમાણે જ છે”, એવો નિર્ણય ગીતાર્થ પોતે સ્પષ્ટપણે કરી શકે છે, તેવા ગીતાર્થને જ ઉપદેશનો અધિકા૨ આપેલ છે. અને અગીતાર્થને તો સર્વજ્ઞનાં વચનો બોલવાનો અધિકાર નથી; કેમ કે અતીન્દ્રિય ભાવો તો માત્ર સર્વજ્ઞના જ્ઞાનનો જ વિષય છે, અને તેમના વચનથી નિર્ણય થયા પછી જ તે વિષયમાં બોલવામાં આવે તો તે યથાર્થ બની શકે. એ સિવાય અનધિકારીને બોલવાની વૃત્તિ થાય તો તે તેમનો અસગ્રહ જ છે, કેમ કે ભગવાનની આજ્ઞાથી નિરપેક્ષ સ્વરુચિથી ઉપદેશ વગેરેની પ્રવૃત્તિ કરવી તે દોષરૂપ છે. આમ છતાં, તે ઉપદેશાદિની પ્રવૃત્તિ ધર્મબુદ્ધિથી કરતો હોય તો તે અસગ્રહ રૂપ છે, અને તેવો અસગ્રહવાળો જીવ ભવને નિર્ગુણ માનીને દુષ્કર તપાદિ કરતો હોય તો પણ તેનો વૈરાગ્ય મોહગર્ભિત છે. આમ છતાં, ક્યારેક વિશેષ દેશકાળમાં જ્યારે ગીતાર્થોની પ્રાપ્તિ દુર્લભ હોય ત્યારે, બોલવાની શક્તિવાળા ઉપદેશ ન આપે તો પ્રવર્તમાન વ્યવસ્થા ટકી શકે તેમ ન હોય તો, તેવા સંયોગોમાં શાસ્ત્ર પ્રમાણે આચરણા કરવાની વૃત્તિવાળા જીવોએ અપવાદથી પણ ઉપદેશમાં યત્ન કરવો પડે. ત્યારે પણ જેટલો પદાર્થ પોતાને નિર્ણિત હોય તેટલો માત્ર જ કહેવા યત્ન કરવો જોઈએ, એ સિવાય ઉપદેશાદિની પ્રવૃત્તિ કરતો હોય તો મોહગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિ થવાની સંભાવના છે. ૬-લા અવતરણિકા : પૂર્વના શ્લોકમાં કહ્યું કે સિદ્ધાંત ઉપજીવી એવા પણ સિદ્ધાંત વિરુદ્ધ વચનો બોલનારા જીવો, દુષ્કર તપ-સંયમમાં યત્ન કરતા હોય તો પણ તેમને મોહગર્ભિત વૈરાગ્ય છે. તો પ્રશ્ન થાય કે આવા જીવો લોક્ના અનુગ્રહની બુદ્ધિથી ઉપદેશમાં યત્ન કરે છે તે તેમનો શુભભાવ તો છે, પરંતુ અજ્ઞાનને કારણે વિરુદ્ધાર્થનું પ્રરૂપણ થાય છે; તો શું તેઓનો આ શુભભાવ તેમના હિતનું કારણ ન બને ? તેના નિરાકરણ માટે કહે છે -
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy