SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ૧૫૨ અવતરણિકા : પૂર્વના બે શ્લોકમાં બતાવેલ વૈરાગ્યના બે માર્ગોથી વૈરાગ્ય પ્રાપ્ત કર્યા વગર, અને શાસ્ત્રોના ભાવનથી પ્રશાંત બન્યા વગર જે વિષયોનો ત્યાગ કરે છે, તેઓને શું અનર્થ પ્રાપ્ત થાય છે, તે બતાવવા માટે કહે છે – बलेन प्रेर्यमाणानि, करणानि वनेभवत् । न जातु वशतां यान्ति, प्रत्युतानर्थवृद्धये ।।२९।। અન્વયાર્થ: ___ बलेन पण 43 प्रेर्यमाणानि करणानि प्रेती मेवी इन्द्रियो वनेभवत् વનના હાથીની જેમ નતુ ક્યારેય વશતાં વશપણાને ન યાન્તિ પામતી નથી. પ્રત્યુત ઊલટી ૩નર્થવૃદ્ધો અનર્થની વૃદ્ધિને માટે (થાય) છે. પ-૨૯ll કાર્ય : બળ વડે પ્રેરાતી એવી ઇન્દ્રિયો વનના હાથીની જેમ ક્યારેય વશપણાને પામતી નથી, ઊલટી અનર્થની વૃદ્ધિ માટે થાય છે. આપ-૨ll ભાવાર્થ : વૈરાગ્યની પ્રાપ્તિના બે માર્ગ છે. પ્રથમ માર્ગમાં તત્ત્વનું ભાવન કરીને ઈન્દ્રિયોને તે વિષયોથી વિમુખ કરવાથી વિરક્ત ભાવ પેદા થાય છે, અને બીજો માર્ગ તે જન્મજન્માંતરના અભ્યાસથી સ્થિર થયેલ આક્ષેપકજ્ઞાન, કે જેના કારણે સહજભાવે વૈરાગ્ય વર્તે છે. આ બે માર્ગને છોડીને, પાપના ભયથી જેઓ ઈન્દ્રિયોને વિષયોથી પરાક્ષુખ રાખવા માટે બળાત્કારે યત્ન કરે છે, તેઓની ઈન્દ્રિયો નિવર્તન પામતી નથી; પરંતુ જંગલના હાથીને જેમ જેમ વશ કરવા યત્ન કરવામાં આવે ત્યારે તેનો ઉન્માદ વધે, તેમ તેવા જીવોની વિષયોની ઉત્સુકતા વધ્યા કરે છે. તેથી બાહ્ય રીતે વિષયોનો ત્યાગ હોવા છતાં વિષયોની મનોવૃત્તિ શાંત થતી નથી, પરંતુ વધારે ને વધારે વિષયોનું વલણ તેમને વધ્યા જ કરે છે, જેથી કર્મબંધ થાય છે તથા દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. આથી જ જે લોકોની ઈન્દ્રિયો શાસ્ત્રના ભાવનથી શાંત થતી નથી, તેઓએ ત્યાગના અભ્યાસથી અને શાસ્ત્રના ભાવનથી તથા સરુના યોગથી અને
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy