SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ વૈરાગ્યસંભવાધિકાર અવતરણિકા : પૂર્વશ્લોકમાં કહ્યું કે અજ્ઞાનીને વિષયસેવનથી બંધ છે અને જ્ઞાનીને ક્યારેય નથી, તો જ્ઞાનીને કેમ નથી ? તે હવે બતાવે છે - सेवतेऽसेवमानोऽपि, सेवमानो न सेवते । कोऽपि पारजनो न स्या-दाश्रयन् परजनानपि ।।२५।। અન્વયાર્થ: ૩વમાન: લપિ સેવ7 (વિષયોને) નહીં સેવતો પણ સેવે છે. સેવાનાર રહેવતે સેવતો એવો પણ સેવતો નથી. રોડ કોઈ જીવ પરગનાનું શ્રાદ્ પરજનનો આશ્રય કરતો એવો પણ રન યાત્ પરજનનો થતો નથી. આપ૨પા શ્લોકાર્ય : વિષયોને નહીં સેવતો પણ સેવે છે, સેવતો એવો પણ સેવતો નથી. (જેમ કે) કોઈ જીવ પરજનનો આશ્રય કરતો એવો પણ પરજનનો થતો નથી. પ-રપા ભાવાર્થ : અજ્ઞાની જીવ જ્યારે વિષયોને સેવે છે ત્યારે તો વિષયોમાં લેપાય છે, પરંતુ જ્યારે વિષયો સેવતો ન હોય ત્યારે પણ અજ્ઞાનને કારણે તે વિષયો પ્રત્યેનું આકર્ષણ તેના ચિત્તમાં હોય છે. આમ, દ્રવ્યથી વિષયોના અસેવનકાળમાં પણ ભાવથી તે વિષયોને સેવે છે. જ્યારે જ્ઞાનીને વિવેક પેદા થયેલ હોવાને કારણે વિષયોના સેવનનો પરિણામ નથી હોતો, પરંતુ ફક્ત તેવા પ્રકારના સંજોગોને કારણે દ્રવ્યથી વિષયોને સેવતો હોવા છતાં તેમાં ભાવ ભળતો નથી. તેથી જ્ઞાન વિષયોને સેવતો એવો પણ સેવતો નથી. જે વ્યક્તિ “આ મારા સ્વજન છે અને આ મારા પરજન છે” એમ જાણે છે, તેથી કોઈ કારણવશ તે વ્યક્તિ કોઈ પરજન સાથે બેઠો હોય તો પણ તે કાંઈ પરજન બની જતો નથી. તેમ આત્માથી પર એવાં પુદ્ગલ દ્રવ્યોનું સેવન કરતો પણ જ્ઞાની પરમાં આસક્ત બની જતો નથી, અર્થાત્ પર એવાં પુદ્ગલો સાથે એકત્વના પરિણામને કરતો નથી. તેથી જ જ્ઞાનીને વિષયસેવનથી પણ બંધ નથી. IIપ-૨પા
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy