SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ભાવાર્થ: ૧૧૦ સંસારી જીવોની હસવા આદિની ક્રિયાઓ મોહના ઉન્માદસ્વરૂપ જ છે. હસવાની કે રડવાની, ક્રીડા કરવાની કે ચંદન ક૨વાની ક્રિયાઓ ક્ષણભર જ કરે છે, જ્યારે આ સંસારી જીવો ખેદને ઘણી વધુ વાર પામતા હોય છે; તથા પરસ્પર અન્ય જીવો સાથે હંમેશાં વાદિવવાદ કરતા જ હોય છે. સંસારી જીવો વિષયોને વિવશ હોઈને વિષયોને મેળવવા અહીંતહીં દોડધામ કરતા હોય છે, તથા તેની પ્રાપ્તિથી આનંદથી નાચતા હોય છે. ભવમાં શરીરધારી જીવો મોહના ઉન્માદવાળી આવી કોઈને કોઈ ક્રિયાઓ જ કરતા જોવા મળે છે. ધર્માનુષ્ઠાન કરતા એવા જીવો પણ પ્રાયે કરીને અનાદિનો અભ્યાસ હોવાથી આવા જ પ્રકારની કોઈક ક્રિયાઓ કરતા હોય છે. ભગવાનની ભક્તિ કરવા અર્થે જાય છે ત્યારે પણ વીતરાગના વીતરાગભાવને જોઈને તેનાથી અત્યંત ભાવિત બુદ્ધિવાળા થઈ શકતા નથી. ભગવદ્ભક્તિ કે સંયમનું પાલન કરવા જેવી ક્રિયાઓ પણ કરતા હોય છે; પરંતુ તેમાં વીતરાગતા શું પદાર્થ છે એ સ્પષ્ટ ન થાય, અને નિગ્રંથપણું જ શ્રેષ્ઠ-સ્વરૂપ છે એવી જિજ્ઞાસા પણ ન થાય, ત્યાં સુધી તેમની સર્વ પ્રવૃત્તિઓ એક યા બીજી રીતે મોહના ઉન્માદરૂપે જ બનતી રહે છે. તેથી આ ભવ પ્રત્યે જીવો ઉપરમાં બતાવાયેલામાંથી કોઈપણ પ્રકારના કાંઈક મોહના ઉન્માદવાળા જ દેખાય છે. ફક્ત યોગીઓ જ ભવના આવા સ્વરૂપને જોઈને ભવથી વિમુખ બુદ્ધિવાળા હોય છે. II૪–૨૦॥ છ તત્ત્વદૃષ્ટાને પોતાની ભવીડાથી થતો પશ્ચાત્તાપ अपूर्णा विद्येव प्रकटखलमैत्रीव कुनयप्रणालीवाsस्थाने विधववनितायौवनमिव ।। अनिष्णाते पत्यौ मृगदृश इव स्नेहलहरी, भवक्रीडाव्रीडा दहति हृदयं तात्त्विकदृशाम् ।।२१ ।। અન્વયાર્થ : પૂર્ણ વિદ્યા વ અપૂર્ણ વિદ્યાની જેમ પ્રઅનમૈત્રી વ પ્રગટ એવા ખલની મૈત્રીની જેમ મસ્યાને નયપ્રળાતિ વ સભામાં પોતાનાથી જ કોઈ
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy