SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ ભવસ્વરૂપચિંતાઅધિકાર સ્થિર કરવો છે” એવી રુચિ જન્મે છે. અને વૈરાગ્યની આવી આસ્થાને અહી મંદ પવન સાથે સરખાવી છે. તોફાની પવનથી તો સરોવરમાં વમળ ઉત્પન્ન થાય છે, જ્યારે મંદ પવનથી ઊઠતી લહેરો જ ચિત્તને આનંદ આપી શકે છે. તેમ વૈરાગ્યનિષ્પત્તિની શ્રદ્ધારૂપ પ્રિય પવનથી પુષ્ટ થયેલી એવી અધ્યાત્મની ચિંતા આત્મકલ્યાણના અર્થી એવા યોગીઓને સુખ માટે બને છે. I૪-૧૫ અવતરણિકા : પૂર્વના શ્લોકમાં કહ્યું કે ભવના સ્વરૂપનું ચિંતવન કરવું જોઈએ. તેથી હવે પછીના શ્લોકોમાં જુદી જુદી ઉપમાઓ દ્વારા ભવનું સ્વરૂપ બતાવાયું છે - ઉપમા ઃ ૧ - સંસાર = સમુદ્ર इत: कामौर्वाग्निर्व्वलति परितो दुःसह इतः । पतन्ति ग्रावाणो विषयगिरिकूटाद्विघटिताः ।। इत: क्रोधावर्तो विकृतितटिनीसङ्गमकृतः । સમુદ્ર સંસારે દિ ન માં ચ મવતિ.? સારા અન્વયાર્થ - રૂત: આ તરફ : વામોનિઃ દુઃસહ કામરૂપી ઉર્વાગ્નિ પરત: ત્નતિ ચારે બાજુથી બળે છે. રૂત: આ તરફ વિષયરિદ્વિઘટિતા: પ્રાવી: પત્તિ વિષયરૂપી પર્વતના શિખર ઉપરથી વિઘટિત=છૂટા પડેલા, પથ્થરો પડે છે. રૂત: આ તરફ વિકૃતિતટિનીસમસ્ત: ઘાવર્ત: વિકારરૂપી નદીના સંગમથી ઉત્પન્ન થયેલા ક્રોધરૂપી આવર્તી (ઊઠે) છે તદું તે કારણથી રૂહ સંસારે સમુદ્ર આ સંસારરૂપી સમુદ્રમાં કરચ મ ર મવતિ કોને ભય ન થાય ? ll૪-રા શ્લોકાર્ચ - આ તરફ દુઃસહ કામરૂપી ઉર્વાગ્નિ ચારે બાજુથી બળે છે, આ તરફ વિષયરૂપી પર્વતના શિખર ઉપરથી છૂટા પડેલા પત્થરો પડે છે, આ તરફ વિકૃતિરૂપી નદીના સંગમથી ઉત્પન્ન થયેલા ક્રોધરૂપી આવર્તી ઊઠે છે, તે કારણથી આ સંસારરૂપી સમુદ્રમાં કોને ભય ન થાય ? I૪-રા
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy