SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯ ] વાના કુંડે રેહિતાનદીના પ્રપાતકુંડ જેવડા, તેમાં દ્વીપ પણ તે જ પ્રમાણવાળા અને સ્વદેવીના નામના આવાસવાળા છે. તે નદીઓને દરેકને ૨૮૦૦૦ નદીઓને પરિવાર છે અને તે નીકળે ત્યાંથી સીતા-સીતાદામાં મળે ત્યાંસુધી એક સરખા : સવાસો એજનના પ્રવાહવાળી છે અને અઢી યોજન ઊંડી છે. તેના નામ: ગ્રાહતી, હદવતી ને પકવતી, તસજળા, મત્તજળા ને ઉન્મત્તજળા ક્ષીરદા, સિંહોતા ને અંતવોહિની તથા ઉમિમાલિની, ફેનમાલિની ને ગંભીરમાલિની છે. મહાવિદેહક્ષેત્રની પૂર્વોતે ને પશ્ચિમાંતે સીતા ને સતેદામુખવના છે. તે બંને ઉદ્યાન નદીની દક્ષિણ ને ઉત્તર બાજુ રહેલા છે. તે ઉદ્યાને પર્વતસમીપે એક કળાના વિસ્તારવાળા ને બીજી બાજુએ એટલે નદી પાસે ૨૨૨ જન પહેળા છે. એકંદર ચાર વનો છે. આ જ બુદ્વીપના મહાવિદેહમાં જઘન્યકાળે ચાર તીર્થકરે, ચક્રવતીઓ અને વાસુદેવ તથા બળદે હોય છે અને ઉત્કૃષ્ટકાળે ચોવીશ તીર્થકરો અને ચક્રવતીઓ વિગેરે હોય છે. ઇતિ મહાવિદેહ સંક્ષેપ ઇતિ દ્વિતીયાદ્ધિકમ્ ઇતિ જબૂદ્વીપ વિચાર ૧ ગંગા સિંધુ તથા રક્તા રક્તાવળીને પરિવાર તે જ તેને પરિવાર જણાય છે. કારણકે બીજે પરિવાર હોય તે તેનું સ્થાન શું અને પરિવાર મળે તે પ્રવાહમાં વૃદ્ધિ થવી જોઈએ તે થયેલ નથી.
SR No.022055
Book TitleTattvamrut Chetodutam Jambudwip Samas
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhak Trust
PublisherJinshasan Aradhak Trust
Publication Year2009
Total Pages184
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy