SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ આ પદવી બાદ ગણિ લબ્લિવિજયજીને પૂ. ગુરુદેવશ્રીની હૃદયમનની અંતરંગ ભાવનાથી પૂનામાં શ્રી આદિનાથ સોસાયટીમાં સંવત ૨૦૩૨ મહાવદી ૧૪ના રોજ પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. સાથે સાથે વિ.સં. ૨૦૩૨ ફાગણ સુદ-૨ના દિવસે પુના મુકામે સૂરિપદ તેમજ સંઘનું સૂકાન સોંપવામાં આવ્યું. પૂજ્યશ્રીએ સંયમજીવનના પાંચ-પાંચ દાયકાના સૂવર્ણ યુગ (ગોલ્ડન પીરીયડ) માં તનતોડ પુરૂષાર્થથી શાસન ઉન્નતિના અનેક કાર્યો કરેલ છે. - પૂજ્યશ્રી દ્વારા ઐતિહાસિક કાર્ય : જિન શાસનના ઉત્કર્ષમાં પાયાની ઈટ રૂપે બનેલી “શ્રી જૈન ધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ'ની સ્થાપના કરી. ભારતવર્ષના પંડિતવર્યો, શિક્ષક, શિક્ષિકાઓને સંગઠનના એક સૂત્રે બાંધેલા છે. આમ, જ્ઞાનની જ્યોત જવલંતરાખવા શાસનરૂપી કોડિયામાં તેલ' પૂરવાનું વીસમી સદીનું ઐતિહાસિક, અદ્વિતીય કામ કર્યું છે. ૦ શાસનપ્રભાવક પૂ. ગુરુદેવશ્રી ! જિનાલય, ઉપાશ્રય, આયંબિલશાળા, પાઠશાળા આદિ નિર્માણ અનેક શ્રી સંઘમાં ભકિતયુવક મંડળની સ્થાપના તેમજ છ'રી પાલિત સંઘ, ઉપધાન તપ આદિ અનેક વિધ શાસનપ્રભાવનાનાં કાર્યો કરેલ છે. અહિંસામૂર્તિપૂ. ગુરુદેવશ્રી!: બનાસકાંઠાની ધર્મનગરી થરા ચાતુર્માસમાં પાંજરાપોળ ઉત્કર્ષ માટેના વિરલ કોટિના આયોજનમાં ઉદારદિલ શ્રાવકશ્રાવિકાઓએ ભારે ઉલ્લાસ સહ પોતાની સંપત્તિનું દાન કર્યું આમ થરા, સમી, ગઢડા, વિરમગામ, રાધનપુર આદિ અનેક પાંજરાપોળમાં અબોલ પ્રાણીઓને અભયદાન તેમજ જીવદયાના અનેકવિધ કાયના દિગંતવ્યાપી તોરણો બંધાયા છે. વાત્સલ્યમૂર્તિપૂ. ગુરુદેવશ્રી!: સાધમિકોના સહોદર પૂજ્યશ્રી ગુણસહાય દ્વારા સાધમિકોને આર્થિક ક્ષેત્રે પગભર અને માનસિક ક્ષેત્રે સમાધિસભર બનાવવાનું અનુપમ કાર્ય કરી રહ્યા છે.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy