SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ લોકે પરસ્પર કહેવા લાગ્યાં. અહે! શિયળને મહામ્ય અપૂર્વ છે કે જેથી સૂકાઈ ગયેલું વન ફરી સર્જન થયું. આ કન્યા અતિ પ્રશંસાવાળી છે તે પવિત્ર પુણ્ય અને ઉત્તમ લક્ષણવાળી છે. વળી એનું જીવતર સફળ છે. આ પ્રકારના જીવને દેવે પણ નમસ્કાર કરે છે ધન્ય છે ! માણિભદ્ર શેઠને ! જેમના ઘરમાં ચિંતામણિ રત્ન જેવી આ વણિક પુત્રી વસે છે. આ પ્રમાણે જયઘોષણું કરતે સંઘ તે શ્રેષ્ટિવર્યના ઘરે આવ્યું. તે શ્રાવિકોએ ઘેર જઈ મુનિમહારાજેને પડિલાભ્યાં. અને ચતુર્વિધ સંઘને ભેજન કરાવી વિધિપૂર્વક પારણું કર્યું. જિન ધર્મનો મહિમા અહીં વિસ્તાર પામે. એક દિવસ તે કુલધરપુત્રી પાછલી રાતે જાગી. અને વિચાર કરવા લાગી. આ જગતમાં તેઓ જ ધન્ય છે કે જે વિષય સુખને ત્યજી, અવ્યાબાધ સુખને આપનાર ચારિત્રને અપનાવે છે. કામગમાં આસક્ત એવી હું જ અધન્યને પાત્ર છું હું કામગ તે ન પામી. પણ દુઃખના દરિયામાં ડુબકીઓ ખૂબ ખાધી. એટલે પૂણ્યનો પ્રબળ ઉદય કે હું જૈનધર્મને પામી છું. હું ચારિત્ર પાળવાને અસમર્થ છું. તેથી ગૃહસ્થપણામાં હું ઉગ્ર તપ કરું. જેથી શરીર સાથે સંસાર શેષાય. એમ ચિંતવી કુલધર પુત્રીએ છ, અઠ્ઠમ પક્ષખમણું, મા ખમણ, વિગેરે ઉગ્ર તપ આદર્યા. જ્યારે તેનું શરીર બહુ જ ક્ષીણ થયું ત્યારે તેણે અનશન લીધું, અને શુભ ધ્યાનથી મૃત્યુ પામી પહેલા સૌધર્મ દેવલોકમાં દેવતા થઈ. ત્યાં આયુષ્ય પુરૂં કરી વિદ્યુતપ્રભા નામની વિપ્રપુત્રી થઈ અને માણિભદ્ર શેઠ મૃત્યુ પામી ઉત્તમ દેવપણે અશ્રુત દેવલેકમાં ઉત્પન્ન થયા ત્યાંથી એવી મનુષ્ય
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy