SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ રંભ કરી પિતાના ઘર તરફ જતી રહી. ત્યારબાદ ગુપ્ત રીતે બહાર નીકળીને કુમાર કઈ પુરુષને પૂછવા લાગે. “હે ભદ્ર! અહીં આવેલી તે સુચના કોણ હતી?” તે બોલ્યો, “હે સપુરુષ! સાંભળ આ રત્નપુર નામનું નગર છે. અહીં મુનિસુવ્રતસ્વામીનો પરમ ભક્ત વિજય નામનો રાજા રાજ્ય કરે છે. તે રાજાએ સુવર્ણમણિ રત્ન ઈત્યાદિથી વિભૂષિત આ જિનાલયને બંધાવ્યું છે. તેની જયમાલા નામની રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી સુંદરી નામની તે કન્યા હતી. આ પ્રમદાને વિવાહ યોગ્ય જાણ રાજા નિરંતર ચિંતામાં રહેવા લાગ્યો. તે જોઈ કન્યાએ સખીઓ સામે પ્રતિજ્ઞા કરી કે જે પુરુષ ભૂચર અને ખેચર હશે તે જ મારા આ અણમેલ શરીરને માલિક થશે, અન્યથા અગ્નિ જ મારું શરણ છે. સુંદરીની આવી પ્રતિજ્ઞા” સાંભળી, મનમાં મલકાતે કુમાર માળીના ઘરે આવ્યો. અર્ધ રાત્રિએ ઘેડે તૈયાર કરી, ચાવીએના પ્રયોગથી તે બારી માગે સુંદરીના ભવનમાં પહોંચી ગયો. મનહર પલંગ પર સુંદર સુકોમળ શય્યામાં સુંદરીને સૂતેલી સમજી તે તેના સૌંદર્યનું શાંતપણે આરવાદન કરતે સુંદર શમણાં સેવવા લાગ્યો. થોડીવાર પછી પલંગની ચારે બાજુ અર્ધચાવેલા પાનની પિચકારીઓ ફેંકી, તે એ જ માગે પાછો ફરી માળીના ઘેર આવી સૂઈ ગયો. * પ્રાતઃકાલમાં જાગેલી રાજકુંવરી ચતરફ પાનની પિચકારી જોઈ વિચારવા લાગી, નિશ્ચય કેઈદેવ અથવા વિદ્યાધર રાતે અહીં આવેલે જણાય છે. આ દિવસ બેચેનીમાં પસાર કરી, રાત્રે તે કપટ નિદ્રાથી સૂઈ ગઈ. અધરાત્રીને
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy