SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ સરિતા કલરવ કરતી પૂરજોશમાં વહેવા લાગી, સરવરે પણ જળથી છલેછલ ભરાઈ ગયાં. અને વનરાજી વિકસ્વર થઈ. પરદેશ ગયેલા નગરજને પાછા પોતાના ઘેર આવી રહેવા લાગ્યાં, આખું નગર આનંદથી રંગાઈ ગયું. * * એક દિવસ રાજા વાર્તા વિનોદ કરતે સભામાં બેઠે છે ત્યાં વનપાળે આવીને વધામણું આપી; “હે રાજન, આપણા ઉદ્યાનમાં ચાતુર્માસ રહેલા યુગધર નામના મુનિને ચાર મહિને નાથી ચારે પ્રકારને આહાર છેડી મૌનપણે શુભધ્યાનમાં રમતાં અપ્રતિપતિ એવું કેવળજ્ઞાન થયું છે. તે સાંભળી ખુશ થયેલા રાજાએ તેને વસ્ત્રાભૂષણે આપી વિદાય કર્યો. ત્યારપછી રાજા પરિવાર સહિત આડંબરપૂર્વક મુકુટ છત્ર અને તલવાર રહિત ઉઘાડા પગે કેવળી ભગવંતને વાંદવા ઊપડ્યો. ત્રણ પ્રદક્ષિણા દઈ પ્રણામ કર્યા. અને યચિત સ્થાને બેસી દેશના સાંભળવા લાગ્યું. છેવટે રાજાએ કેવળીને પૂછ્યું. “હે ભગવન્! નિમિતજ્ઞનું વચન અસત્ય કેમ થયું ?” તે મુનિ બેલ્યા; હે રાજન! ગ્રહયોગથી બાર વર્ષને દુકાળ થવાનું હતું, પરંતુ જે કારણથી તે વિન ગયું તે કારણને તે નિમિતજ્ઞ જાણતો ન હતું. તે સાંભળી વિસ્મય પામેલે રાજા બોલ્યો, “હે પ્રભે! તે કારણને જાણવા માટે મારું મન ઘણું ઉત્સુક છે, ” કેવળી બોલ્યા, હે રાજન ! સાંભળ. આ ભરતમાંજ પુરિમતાલ નામનું નગર છે. ત્યાં ધનાઢ્ય અને એક શ્રેષ્ઠીપુત્ર વસતો હતો. કમના યોગે તે હંમેશા ગગ્રસ્ત રહેતા, તે જે જે રસવાળા પદાર્થો ખાતે
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy