SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જેવા આ મુનિરાજને મૂકી આ શ્રાવકને શા માટે પહેલાં પ્રણામ કર્યા?” ત્યારે દેવ બલ્ય, હે વિદ્યાધરે ! મને ધર્મ સંભળાવનારા આ મારા ધર્મગુરુ છે. આ ધર્મના પ્રસાદથી જ હું આ દિવ્ય સમૃદ્ધિ પામ્ય છું, જે જેને ધમ પમાડે તે તેને શું વંદનીય નથી? ખેચર બેલ્યા “હે દેવેશ્વર, આ શ્રાવક તમારા ગુરુ શી રીતે થયા તે સવિસ્તાર વણું.” ત્યારે દેવ છે; હે વિદ્યાધરે સાંભળે – પૂર્વે પિપલાદ નામને બ્રહ્મર્ષિપાપમય શાસ્ત્રો પ્રરૂપીને અનેક પ્રકારના હિંસામય ય કરાવી નરકે ગયે હતો તેની ઉત્પત્તિ આ પ્રમાણે – પૂર્વેસુલસા અને સુભદ્રા નામની બે તાપસીએ વિશ્વમાં વિદુષી તરીકે વિખ્યાત હતી. તેમાં સુલસા સાધિક પંડિતા હતી, તે વખતે યજ્ઞવલ્કય નામના કેઈ તાપસે પડહ વગડાવ્યું કે જે કઈ મને વાદમાં જીતશે તેને હું શિષ્ય થઈને રહીશ. આ સાંભળી સુલસાએ તેની સાથે વાદ કરી તેને જીતી લીધે. અને પિતાને શિષ્ય બનાવ્યું. સુલસા અને યજ્ઞ વક્યને વધારે પરિચય થવાથી પરસ્પર તેઓ સ્નેહના બંધને બંધાયા તેથી સુલસા સગર્ભા થઈ. સુભદ્રાને આ વાતની ખબર પડવાથી તેણે ત્યાં આવી બનેને ઠપકો આપે અને તે વાત સગર રાજાને જણાવી. રાજાના ભયથી સુલસા પુત્રને ગુપ્તપણે જણી એક પીપળાના વૃક્ષ નીચે મૂકી યજ્ઞવલ્કયની સાથે નાસી ગઈ. પ્રાતઃકાળમાં સુભદ્રાએ તે બાળકને જોયું. તે સ્વમેવ મુખમાં પડેલા પીપળાના ફળનું આસ્વાદન ક્ષુધાતુર થઈકરતું હતું. તે જોઈ સુભદ્રાએ તેનું નામ પિમ્પલાદ પાડ્યું અને
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy