SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર ગુરુ પ્રત્યે વર્તમાનમાં દ્વેષ થાય અને પરલોકમાં આ ગુરુને વધ કરનાર હું થાઉં એવું નિદાન કરે ત્યારે ભવિષ્યકાળ વિષયક ભવાંતરમાં તેમની આશાતના કરવાનો પરિણામ થાય છે. તે સર્વ આશાતનાની નિવૃત્તિ અર્થે “સબકાલિઆએ' બોલાય છે. (તેથી જે સાધુ આ રીતે ઉપયોગપૂર્વક સૂત્ર બોલતા હોય તેવા મહાત્માઓને “સલ્વકાલિઆએ” શબ્દ દ્વારા ત્રણ કાળ સંબંધી ગુરુની આશાતના ન થાય તેવો દઢ પરિણામ થાય છે અને કોઈક રીતે અનાભોગથી કંઈક થયેલું હોય તોપણ સૂત્ર દ્વારા અર્થને સ્પર્શીને પરિણામ કરનાર મહાત્માને તે પ્રકારની ભાવની વિશુદ્ધિ થવાથી તે આશાતનાની નિવૃત્તિ થાય છે.) સર્વ જ મિથ્થા ઉપચાર માતૃસ્થાન ગર્ભક્રિયાવિશેષ છે જેમાં તે સર્વ મિથ્યા ઉપચાર તેનાથી જે ગુરુની જે આશાતના થઈ હોય તેની હું ગઈ કરું છું એમ અવાય છે. સર્વ ધર્મો અષ્ટ પ્રવચનમાતા રૂપ છે. અથવા સામાન્યથી કરણીય વ્યાપારરૂપ છે. તેઓનું અતિક્રમણ=સર્વ ધર્મોનું અતિક્રમણ અર્થાત્ લંઘન અર્થાત્ વિરાધન છે જેમાં તે સર્વ ધર્મોનું અતિક્રમણ છે. આવા પ્રકારની આશાતનાથી જે મારા વડે અતિચાર=અપરાધ કરાયો હોય તે અતિચારનું હે ક્ષમાશ્રમણ ! તમારી સાક્ષીએ હું પ્રતિક્રમણ કરું છું અપુનઃકરણથી તિવર્તન પામું છું ફરી ક્યારેય નહિ કરું એ પ્રકારે વિવર્તન પામું છું અને દુષ્ટકર્મકારી એવા આત્માને=પૂર્વમાં વર્ણન કર્યું એવી આશાતનાવાળા આત્માની હું નિંદા કરું છું. કેવી રીતે નિંદા કરું છું? એથી કહે છે. ભવથી ઉદ્વિગ્ન થયેલા એવા પ્રશાંત ચિત્ત વડે હું નિંદા કરું છું અને ગહ કરું છું દુષ્કકર્મકારી એવા આત્માની તમારી સાક્ષીએ હું ગહ કરું છું. તેની અનુમતિના ત્યાગથી=પૂર્વમાં બતાવેલા સર્વ અપરાધોમાંથી કોઈપણ અપરાધ થયો હોય તેવી અનુમોદનાના ત્યાગથી, દુષ્ટકર્મકારી એવા આત્માનો હું ત્યાગ કરું છું. આ રીતે ત્યાં જ રહેલો-ગુરુના અવગ્રહમાં જ રહેલો, અર્ધ અવનતકાયવાળો ફરી આ રીતે બોલે છે. “ઈચ્છામિ ખમાસમણોથી માંડીને યાવત્ વોસિરામિ' એ પ્રમાણે બોલે છે. પરંતુ આ વિશેષ છે. અવગ્રહથી બહિષ્ક્રમણથી રહિત આવશ્યકીથી રહિત દંડકસૂત્ર બોલે છે= વાંદણાસૂત્ર બોલે છે. વંદનકની વિધિવિશેષને સંવાદન કરનારી આ ગાથાઓ છે. “આચારનું મૂલ વિનય છે=વિનયપૂર્વક સેવાયેલા આચારો ગુણવૃદ્ધિનું કારણ હોવાથી વિનય આચારનું મૂળ છે. અને તે=વિનય, ગુણવાનની પ્રતિપત્તિ છે=પોતાનાથી અધિક ગુણવાળા મહાત્મા પ્રત્યે બહુમાનની અભિવ્યક્તિ છે અને તે-ગુણવાનની પ્રતિપત્તિ વિધિપૂર્વકના વંદનથી થાય છે. વિધિ આ દ્વાદશાવર્ત વંદનમાં છે.” [૧] “યથાકાત થઈને બાહ્ય સંડાસાને પ્રમાર્જન કરીને ઉત્કટિકા આસનમાં રહેલો, પડિલેહણ કર્યું છે મુહપત્તિનું જેણે એવો પ્રમાજિત ઉપરનો અર્ધ દેહ છે જેને એવો” |રા ઊઠવા માટે પરિસંસ્થાપિત કોણીઓ વડે સ્થિત પઢકવાળો, નમેલી કાયાવાળો, યુક્તિથી પિહિત પશ્ચાઈવાળો જે પ્રમાણે પ્રવચનની કુત્સા ન થાય.” main “વામઅંગુલીથી મુહપત્તિ અને કરયુગલતલમાં રહેલ યુક્ત રજોહરણવાળો, યથોક્ત દોષને અપનયન કરીને ગુરુ સન્મુખ આ પ્રગટ કહે છે.” III
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy