SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર જતાં આશાતના ન થાય તેટલા ભૂમિભાગથી જવું=પાછળ તે રીતે જવું જોઈએ. (૪) થી (૬) એ રીતે જે રીતે નજીકમાં ગમન આશાતના છે એ રીતે, આગળ, બે બાજુ અને પાછળ સ્થાન છે=ઊભા રહેવા રૂપ સ્થાનમાં ગુરુની આશાતના છે. (૩) થી (૯) અને ગુરુની આગળ, બે બાજુ કે પાછળમાં બેસવું=નજીકમાં બેસવું, એ ગુરુની આશાતના છે. (૧૦) આચાર્યની સાથે ઉચ્ચારભૂમિમાં ગયેલા શિષ્યનું આચાર્યથી પ્રથમ જ આચમન એ આચાર્યની આશાતના છે. (૧૧) ગુરુના આલાપનીય એવા કોઈકને શિષ્ય દ્વારા પ્રથમ આલાપન એ ગુરુની આશાતના છે. ૧૨) આચાર્યની સાથે બહાર ગયેલ વળી નિવૃત શિષ્યનું પાછા આવેલ શિષ્યનું આચાર્યથી પ્રથમ જ ગમનાગમનનું આલોચન. (૧૩) ભિક્ષાને લાવીને શિષ્ય દ્વારા ગુરુની પૂર્વે કોઈક શિષ્ય આગળ આલોચન કરીને પાછળથી ગુરુની આગળ આલોચન કરે એ ગુરુની આશાતના છે. (૧૪) ભિક્ષાને લાવીને પ્રથમ કોઈ શૈક્ષ્યને બતાવીને ગુરુને બતાવે એ ગુરુની આશાતના છે. (૧૫) ગુરુને પૂછયા વગર શક્યોને યથારુચિ ઘણા ભોજનનું દાન કરે એ ગુરુની આશાતના છે. (૧૬) ભિક્ષાને લાવીને કોઈક શૈશ્યને નિમંત્રણ કરીને પાછળથી ગુરુને ઉપનિમંત્રણ કરે=ભિક્ષા વાપરવા પધારો એ પ્રમાણે ગુરુને ઉપનિમંત્રણ કરે એ ગુરુની આશાતના છે. (૧૭) શિષ્ય વડે ભિક્ષાને લાવીને આચાર્ય માટે કંઈક આપીને સ્વયં સ્નિગ્ધ-મધુરમનોજ્ઞ આહાર-શાકાદિનો, વર્ણ-ગંધ-સ્પર્શ રસવાળા દ્રવ્યોનો સ્વયં ઉપભોગ કરે એ ગુરુની આશાતના છે. (૧૮) રાત્રિમાં તે આર્યો ! કોણ સૂતું છે ? કોણ જાગે છે ? એ પ્રમાણે ગુરુથી પુછાતા પણ જાગતા પણ શિષ્ય વડે અપ્રતિશ્રવણ=કોઈક પ્રયોજનથી રાત્રે ગુરુ પૂછે અને જો જવાબ આપીશ તો પોતાને ઊઠવું પડશે. તેથી કોઈ ઉત્તર આપે નહિ એ રૂ૫ ગુરુની આશાતના છે. (૧૯) શેષનાલમાં પણ ગુરુ બોલે છતે જ્યાં-ત્યાં રહેલા કે સૂતેલા શિષ્ય વડે પ્રતિવચનનું દાન એ ગુરુની આશાતના છે. (૨૦) બોલાવાયેલ શિષ્ય વડે આસન કે શયનને છોડીને નજીકમાં જઈને મસ્તક વડે વંદન કરીને, બોલતા એવા ગુરુનું વચન સાંભળવું જોઈએ, તેને નહિ કરતાં તે ગુરુની આશાતના છે. (૨૧) ગુરુ વડે બોલાવાયેલા શિષ્યનું “શું ?' એ પ્રમાણેનું વચન ગુરુની આશાતના છે; કેમ કે મસ્તક વડે હું વંદન કરું છું’ એ પ્રમાણે કહેવું જોઈએ. (૨૨) ગુરુ પ્રત્યે શિષ્યનો તુંકાર એ ગુરુની આશાતના છે. (૨૩) ગુરુ વડે ગ્લાનાદિ-વૈયાવચ્ચાદિ હેતુથી ‘આ કર’ એ પ્રમાણે આદિષ્ટ થયેલા શિષ્ય વડે ‘તમે જ કેમ કરતા નથી ?' એથી “તું આળસુ છું” એમ કહ્યું છતે તમે પણ આળસુ છો' એ પ્રમાણે શિષ્યનું તજ્જાત વચત તેના તુલ્ય વચન, એ ગુરુની આશાતના છે. (૨૪) ગુરુની આગળ બહુ કર્કશ અને ઊંચા સ્વરનું શિષ્ય દ્વારા કથન એ ગુરુની આશાતના છે. (૨૫) ગુરુ કથાને કહે છતે આ પ્રમાણે આ છે એ રીતે વચમાં શિષ્યનું કથન અર્થાત્ ગુરુ કહે તેના કરતાં અનેક પ્રકારે શિષ્ય કહે એ ગુરુની આશાતના છે. (૨૬) ગુરુ ધર્મકથાને કહ્યું છતે તમે ભૂલી ગયા છો, આ અર્થ સંભવતો નથી એ પ્રમાણે શિષ્યનું વચન ગુરુની આશાતના છે. (૨૭) ગુરુ ધર્મનું કથન કરે છતે સૌમનસ્ય રહિત ગુરુના કહેવાયેલા વચનમાં અઅનુમોદનાના પરિણામવાળા ‘તમારા વડે સુંદર કહેવાયું’ એ પ્રકારના પ્રશંસા રહિત પરિણામવાળા શિષ્યનું ઉપહતમનસપણું=ધર્મ સાંભળવામાં શિષ્યનું અવ્યાપારવાળું મનપણું, એ ગુરુની આશાતના છે. (૨૮) ગુરુ ધર્મ કથન કરે છતે આ ભિક્ષાવેલા છે, સૂત્ર-પોરિસી વેલા છે,
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy