SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર અવિનયની પ્રાપ્તિ થાય છે. પ્રવચનની હીલના થાય છે, કેમ કે ભગવાનના શાસનના સાધુઓ અવિનીત છે તેવું જણાય છે. આ ત્રણે કાર્ય વ્યક્તરૂપે દેખાય છે. અને નહિ નમનારને નીચગોત્રના બંધની પ્રાપ્તિ થાય છે. ગુણવાનની આશાતના કરવાને કારણે અબોધિની પ્રાપ્તિ થાય છે અને ગુણવાનની હીલના કરવાને કારણે ભવની વૃદ્ધિ થાય છે. આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, અહીં=વંદનના વિષયમાં, ૧૯૮ સ્થાનો છે.” હવે સૂત્ર બતાવે છે. “રૂછામિ .... વોસિરામ” અહીં શિષ્ય ગુરુવંદનથી દ્વાદશાવર્ત વંદનથી, વંદન કરવાની ઈચ્છાવાળો પૂર્વમાં લઘુવંદનપૂર્વક બે સંદશકની પ્રમાર્જના કરીને પગના વળવાના સ્થાનોનું પ્રમાર્જન કરીને બેઠેલો જ મુખવસ્ત્રિકાને ૨૫ વખત કરાયેલો પ્રત્યુપેક્ષણ કરે છે=મુખવસ્ત્રિકાનાં ૨૫ સ્થાનોનું પ્રત્યુપેક્ષણ કરે છે અને તેના વડે-મુહપત્તિ વડે શરીરને ૨૫ વખત કરાયેલો જ=૨૫ વખત પ્રમાર્જના કરાયેલો જ, પ્રમાર્જના કરીને પર વિનય વડે અત્યંત વિનય વડે, મન-વચન-કાયાથી સંશુદ્ધ એવો શિષ્ય ગુરુ પાસેથી આત્મપ્રમાણ ક્ષેત્રથી બહિર્ રહેલો અધિજ્ય-ચાપની જેમ=બાણ ચઢાવીને તીર મારવા માટે પ્રવૃત્ત થયેલા પુરુષના બાણની જેમ, અવતત કાયવાળો=નમાવેલી કાયાવાળો, બે હાથથી ગૃહીત રજોહરણાદિવાળો વંદન માટે ઉદ્યત થયેલો આ રીતે કહે છે. ‘ઇ ” આના દ્વારા બહાભિયોગ પરિહાર કરાયોગુરુના કહેવાથી કે અન્યના કહેવાથી પોતે વંદન કરતો નથી પરંતુ નિર્જરાતની કામનાથી પોતે વંદન કરવા ઈચ્છે છે. એ પ્રમાણે “ફચ્છામિ' શબ્દથી કહેવાયું. હે ક્ષમાશ્રમણ ! ક્ષમાશ્રમણનો અર્થ કરે છે. “ક્ષમ્' ધાતુ સહનના અર્થમાં છે. ત્યાં વ્યાકરણના સૂત્રથી ક્ષમા=સહન એ પ્રકારનો અર્થ છે. શ્રમણનો અર્થ કરે છે. સંસારના વિષયમાં શ્રાંત થયેલા છે સંસારના પરિભ્રમણથી ખેદ પામેલા છે અથવા તપ્ત થયેલા છે તે શ્રમણ. વ્યાકરણના સૂત્રથી શ્રમણ શબ્દ બનેલ છે. ક્ષમાપ્રધાન શ્રમણ ક્ષમાશ્રમણ=ક્ષમાના પરિણામથી યુક્ત, વિષયકષાયથી તપ્ત થયેલા સંસારના વિસ્તાર માટે અપ્રમત્ત રીતે પ્રયત્ન કરનારા એવા મહાત્મા તે ક્ષમાશ્રમણ ! તેમને માટે સંબોધનનો પ્રયોગ છે. ક્ષમાના ગ્રહણથી માર્દવ-આર્જવાદિ ગુણો સૂચિત છે. અને તેથી ક્ષમાદિ ચાર ગુણો ઉપલક્ષિત એવા યતિ પ્રધાનને સંબોધન છે. આના દ્વારા હે ક્ષમાશ્રમણ ! એ શબ્દ દ્વારા, તેમનું જ વંદનયોગ્યપણું સૂચિત કરાયું ક્ષમાદિ ગુણથી રહિત અન્ય વંદનયોગ્ય નથી પરંતુ ક્ષમાદિ ગુણયુક્ત જ વંદન યોગ્ય છે એમ સૂચિત કરાયું. શું કરવા માટે ? હે ક્ષમાશ્રમણ ! હું ઈચ્છું છું એ વચન દ્વારા હું શું કરવા ઈચ્છું છું? એથી કહે છે. વંદન કરવા માટે–તમને નમસ્કાર કરવા માટે ઇચ્છું છું. સૂત્રમાં ‘વનિતું' શબ્દ પછી ‘ભવન્ત' એ શબ્દ અધ્યાહાર છે. શેનાથી વંદન કરવા ઈચ્છે છું? એથી કહે છે – થાપલીકાથી અને વિશિષ્ટ વૈષધિકીથી હું વંદન કરવા ઈચ્છું છું એમ અવય છે. અહીં ‘વૈષધિક્યા' એ “વિશેષ્ય' પદ છે. અને ‘યાપનીયયા' એ વિશેષણ પદ છે. એથી યાપનિકા વિશેષણથી વિશિષ્ટ એવી વૈષધિકીથી હું વંદન કરવા ઈચ્છું છું એ પ્રકારનો અર્થ થાય. વ્યાકરણસૂત્રાનુસાર વૈષેલિકીસૂત્રનો અર્થ કરે છે. “નિ’ ઉપસર્ગપૂર્વક છે' ધાતુથી વિષેધ શબ્દ બનેલો છે તેથી પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ એ પ્રકારનો અર્થ થાય. તે પ્રયોજન છે આને=પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ રૂપ નિષેધ
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy