SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ઉક ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-ક્કર “મસ્તકથી વંદું છું એ પ્રમાણે કથન તે ઉત્તરચૂડ દોષ છે. (૩૦) મૂક-આલાપોને અનુચ્ચાર કરતો વંદન કરે તે મૂક દોષ છે. (૩૧) ઢઢર-મોટા શબ્દોથી ઉચ્ચારણ કરતો વંદન કરે તે ઢઢર દોષ છે. (૩૨) ચૂડલી-ચૂડલી=ઉશ્ક=ઉંબાડિયું છે. જે પ્રમાણે ઉંબાડિયું છેડાથી ગ્રહણ કરાય છે તે પ્રમાણે રજોહરણને છેડાથી ગ્રહણ કરીને વંદન કરે. અથવા દીર્ઘ હાથ પ્રસારીને હું વંદન કરું છું એ પ્રમાણે બોલતો વંદન કરે અથવા હાથને ભમાવીને હું બધાને વંદન કરું છું એ પ્રમાણે બોલીને વંદન કરે તે ચૂડલી દોષ છે. કૃતિકર્મને પણ કરતો કૃતિકર્મથી નિર્જરાભાગી થતો નથી. કોણ થતો નથી? તેથી કહે છે. બત્રીસમાંથી=બત્રીસ દોષોમાંથી, અન્યતર સ્થાનની વિરાધના કરતો સાધુ નિર્જરાભાગી થતો નથી.” ૧] બત્રીસ દોષ પરિશુદ્ધ કૃતિકર્મ ગુરુને જે કરે છે તે શીધ્ર નિર્વાણને પામે છે અથવા રિમાણવાસને પામે છે=વૈમાનિક દેવલોકને પામે છે." "રા (આવશ્યકનિર્યુક્તિ-૧૨૦૫, ૧૨૦૭) (ગુણસંપન્ન ગુરુના ગુણોના સ્મરણપૂર્વક તેઓને વંદન કરીને હું મારામાં તેવા ગુણો નિષ્પન્ન કરું તેવા પરિણામવાળા મહાત્મા વંદનની ઉચિતવિધિ શાસ્ત્રથી જાણીને અને તેમાં આવતા બત્રીસદોષોના પરમાર્થને જાણીને બત્રીસ દોષોના પરિહારપૂર્વક ગુણવાન ગુરુના ગુણના સ્મરણપૂર્વક કૃતિકર્મ કરે છે. ત્યારે ભાવસાધુને અભિમુખ વધતા જતા બહુમાનને અનુરૂપ નિર્જરાની પ્રાપ્તિ દ્વારા તે મહાત્મા અલ્પકાળમાં મોક્ષને પ્રાપ્ત કરે છે અને તે વંદનની ક્રિયા ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ દ્વારા નિર્વાણના કારણભૂત પ્રકર્ષવાળી ન બને તો તે મહાત્મા અવશ્ય તે વંદનની ક્રિયાના બળથી વૈમાનિક દેવલોકને પ્રાપ્ત કરે છે.) કારણો – કારણો=વંદન કરવામાં આઠ કારણો છે. ૧. પ્રતિક્રમણમાં, ૨. સક્ઝાયમાં, ૩. કાઉસ્સગ્નમાં, ૪. વરાહમાં=અપરાધમાં, ૫. પ્રાપૂર્ણકમાં, ૬. આલોચનામાં, ૭. સંવરણમાં પચ્ચખાણ ગ્રહણમાં, ૮. ઉત્તમાર્થમાં અંત સમયે કરાતી અનશનની ક્રિયામાં, વંદન કરાય છે.” (આવશ્યકતિર્યુક્તિ-૧૨૦૦) સર્વ પણ અનુષ્ઠાન પ્રથમ સાધુને ઉદ્દેશીને સૂત્રમાં કહેવાયાં છે. શ્રાવકને વળી યથાયોગ્ય આયોજન કરવું. અર્થાત્ વંદનનાં જેટલાં કારણો શ્રાવકમાં ઘટતાં હોય તેટલાં કારણો શ્રાવકમાં યોજન કરવાં, એથી સાધુના વંદનદાનમાં આઠ કારણો છે ત્યાં, ૧. પ્રતિક્રમણમાં ચાર વંદન બે-બે રૂપ થાય-ચાર વખત વાંદણાં બે-બે વખત અપાય છે. અને તે=પ્રતિક્રમણકાળમાં જે આઠ વાંદણાં અપાય છે તે, સામાન્યથી એક જ છે–પ્રતિક્રમણના કારણે તે વંદન અપાય છે માટે એક છે. ૨. સ્વાધ્યાયમાં–વાચનાદિ વિષયમાં, ત્રણ વંદન કરાય છે. પ્રથમ વંદન કરીને સ્વાધ્યાયનું પ્રસ્થાપન કરે= સ્વાધ્યાયનો પ્રારંભ કરે. પ્રસ્થાપિત કરાયે છતે પ્રવેદિત અંતનું બીજું વંદન કરે. પાછળથી ઉઠિસમુદ્િઠનું અધ્યયન કરે. ઉદ્દેશ-સમુદ્દેશ વંદનાનો અહીં આ રીતે તેનો ભાવ છે. તેથી જ્યારે ચાર ભાગ અવશેષ પોરિસી હોય ત્યારે પાત્રો પડિલેહણ કરે. જો પડિલેહણની કામના ન હોય તો વંદન કરે=ગોચરી વાપરવી ન હોય તેથી પાત્રોનું પડિલેહણ કરવું ન હોય તો વંદન કરે. હવે પ્રતિલેખન
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy