SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-કર વંધજીવો વંદનયોગ્ય છે. તે વંઘજીવો બતાવે છે. આચાર્ય, ઉપાધ્યાય, પ્રવૃત્તિ, સ્થવિર તે પ્રમાણે જ રાત્વિક આમાં–આચાર્યદિમાં, નિર્જરા માટે કૃતિકર્મ કરવું જોઈએ.” અને આચાર્યાદિનું સ્વરૂપ આ છે. “પાંચ પ્રકારના આચારને આચરતા=જ્ઞાનાચારાદિ પાંચ આચારોને સમ્યફ રીતે સેવતા, તથા પ્રકાશન કરતા યોગ્ય જીવોને પાંચ આચારોનું સ્વરૂપ બતાવતા અને આચારને બતાવતા=ક્રિયા દ્વારા પ્રગટ કરતા (મુમુક્ષુઓ વડે સેવાય છે.) તે કારણથી આચાર્ય કહેવાય છે.” II૧ાા (આવશ્યકનિર્યુક્તિ ગા. ૯૯૪) “જિન વડે કહેવાયેલી દ્વાદશાંગી બુધો વડે સ્વાધ્યાય કહેવાય છે કારણથી તેનો-દ્વાદશાંગીનો, ઉપદેશ આપે છે તે કારણથી ઉપાધ્યાય કહેવાય છે.” રા (આવશ્યકનિર્યુક્તિ ગા. ૯૯૭) “તપ-સંયમ યોગોમાં જે યોગ્ય છે=જે-જે ક્રિયા માટે યોગ્ય છે ત્યાંeતે ક્રિયામાં, તેને પ્રવર્તાવે છે અને અશુભનું નિવર્તન કરે છે. ગણની ચિંતા કરનાર પ્રવૃત્તિ છે=પ્રવર્તક છે.” Iran (સંબોધપ્રકરણ ગા. ૧૯૧ (૭૦૧)) સ્થિર કરણથી વળી સ્થવિર છે. વ્યાપાર રૂપ અર્થોમાં જે જ્યાં સીદાય છે અને જેમાં સંતબલવાળો છે=શક્તિવાળો છે તેને પ્રવૃત્તિ=પ્રવર્તક સ્થિર કરે છે.” જા (સંબોધપ્રકરણ ગા. ૧૮૯ (૯૯૯) ગણાવચ્છેદક પણ અહીં વંદનના વિષયમાં અનુપાત હોવા છતાં પણ=ગ્રહણ નહિ કરાયેલા હોવા છતાં પણ સાહચર્યથી આમાં=વંદનના વિષયમાં જાણવો=વંદનને યોગ્ય જાણવો. અને તે બતાવે છે. ઉદ્ધાવણા, પ્રધાવના, ક્ષેત્રની અવધિની માર્ગણામાં, અવિષાદાદિકખેદ વગરના, સૂત્ર-અર્થ તદુભયને જાણનાર આવા પ્રકારના ગણાવચ્છેદક હોય છે.” - આ પાંચ પણsઉપર બતાવેલ આચાર્યાદિ પાંચ પણ ચૂત પર્યાયવાળા પણ વંદનીય છે. વળી રત્નાધિક પર્યાય જયેષ્ઠ જ છે. વળી ચૂણિમાં અન્ય મત આ પ્રમાણે પણ છે. જે “કથા'થી બતાવે છે. “વળી અન્ય કહે છે – અન્ય પણ જે તેવા પ્રકારના રત્નાધિક છે તે વંદન કરવા યોગ્ય છે. રાત્વિક એટલે જ્ઞાનદર્શન-ચારિત્રના સાધનોમાં અત્યંત પ્રવર્તે છે.” (આવશ્યકચૂણિ) અવધ=નિષ્કારણમાં વંદન અયોગ્ય, “કથા'થી બતાવે છે. “પાસત્થા, અવસત્ત, કુશીલ તે પ્રમાણે સંસર અને યથાછંદ આ જિનમતમાં અવંદનીય હોય.” (સંબોધ પ્ર. ગુવધિ ૮ પ્રવચનસારોદ્ધાર-૧૦૩) ત્યાં=પાસત્યાદિ પાંચમાં, જ્ઞાનાદિની પાસે રહે છે અર્થાત્ જ્ઞાનાદિનાં સાધનો પાસે રાખે છે, પરંતુ જ્ઞાનાદિ પરિણતિ આત્મામાં પ્રગટ કરતા નથી એ પાસત્થા છે અથવા મિથ્યાત્વ આદિ બંધના હેતુઓ પાશો છે તેઓમાં રહે છે એ પાસસ્થા. “તે પાસત્થા બે પ્રકારના છે. સર્વ પાસત્થા અને દેશ પાસસ્થા જ્ઞાતવ્ય હોય છે. સર્વમાં=જ્ઞાન-દર્શન-ચારિત્રની પાસે રહે છે તે પાસસ્થા=જ્ઞાન-દર્શન-ચારિત્ર પરિણમન પમાડતા નથી તે સર્વ પાસા છે.” ૧] અને દેશમાં પાસત્થા શય્યાતર પિંડ, અભિહડ પિંડ અભ્યાહત પિડ, રાજપિંડ, નિત્ય અને અગ્રપિંડ નિષ્કારણમાં ભોગવે છે.
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy