SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-કપ ગ્રહણની ક્રિયાથી શ્રાવકનું ચિત્ત સંસારના ભાવોથી પર થઈને સમભાવ પ્રત્યેના રાગથી ઉચિત ક્રિયામાં યત્ન કરે તેવા નિર્મળ પરિણામવાળું બને છે. ત્યારપછી સમભાવથી વાસિત થયેલ ચિત્ત વડે ખમાસમણપૂર્વક કુસુમિણ-દુઃસુમિણનો કાઉસ્સગ્ન કરે; જેથી રાત્રિમાં કુસ્વપ્ન કે દુઃસ્વપ્ન પોતાને આવ્યાં હોય અને તેનાથી પોતાને જે મલિનભાવો થયા હોય તેના નાશના અર્થે પ્રાયશ્ચિત્ત દ્વારા વિશોધિ કરવાથું હું કાઉસ્સગ્ન કરું છું તેવું પ્રતિસંધાન શ્રાવક કરે છે. જે શ્રાવક તે પ્રકારના પ્રતિસંધાનપૂર્વક કાઉસ્સગ્નકાળમાં ચોવીશ તીર્થંકરના નામનું કીર્તન કરે છે તેનાથી વાસિત થયેલ ચિત્ત તે સ્વપ્નના મલિનભાવોને નાશ કરવામાં સમર્થ બને છે. આથી જેઓ ઉપયોગપૂર્વક કુસુમિણ-દુઃસુમિણ બોલે છે ત્યારે જ હૈયામાં એવો ઉપયોગ વર્તે છે કે મારા કુસ્વપ્નના કે દુઃસ્વપ્નના સંસ્કારના ઉચ્છદ અર્થે હું આ કાઉસ્સગ્ન કરું છું. તેથી ભગવાનના ગુણકીર્તનના ઉપયોગના બળથી તે પ્રકારનો અધ્યવસાય થવાને કારણે તે પાપો નાશ પામે છે. આ રીતે સામાયિક ગ્રહણ કરીને, રાત્રિના થયેલ કુસ્વપ્નની કે દુઃસ્વપ્નની શુદ્ધિ કરીને શ્રાવક દેવ-ગુરુના વંદનપૂર્વક બધી ક્રિયા સફળ થાય છે તેથી સવારમાં ચૈત્યવંદન કરે છે અને ભગવાનાં આદિ દ્વારા ગુરુને વંદન કરે છે. ત્યારપછી બે ખમાસમણા આપી સ્વાધ્યાય કરવાનો આદેશ માંગે છે. વર્તમાનમાં તે સ્વાધ્યાયના સ્થાને ભરોસરની સક્ઝાય બોલાય છે. તે રીતે શ્રાવક અન્ય પણ ઉચિત સ્વાધ્યાય જ્યાં સુધી પ્રતિક્રમણનો સમય ન થાય ત્યાં સુધી કરે છે. ત્યારપછી પ્રતિક્રમણનો પ્રારંભ કરે. કઈ રીતે પ્રતિક્રમણનો પ્રારંભ કરે તે હવે પછી બતાવે છે. ટીકા : तदनु चतुरादिक्षमाश्रमणैः श्रीगुर्वादीन्वन्दित्वा क्षमाश्रमणपूर्वं 'राइअपडिक्कमणइ ठाउ'मित्यादि भणित्वा भूनिहितशिराः 'सव्वस्सवि राइअ' इत्यादि सूत्रं सकलरात्रिकातिचारबीजकभूतं पठित्वा शक्रस्तवं भणति प्राक्तनं चैत्यवन्दनं तु स्वाध्यायादिधर्मकृत्यस्य प्रतिबद्धम्, नतु रात्रिकावश्यकस्येति एतदारम्भे मङ्गलाद्यर्थं पुनः शक्रस्तवेन संक्षेपदेववन्दनम्, ततो द्रव्यतो भावतश्चोत्थाय 'करेमि भंते! सामाइअमित्यादिसूत्रपाठपूर्वं चारित्रदर्शनज्ञानातिचारविशुद्ध्यर्थं कायोत्सर्गत्रयं करोति, प्रथमे द्वितीये च कायोत्सर्गे चतुर्विंशतिस्तवमेकं चिन्तयति, 'सायसयं गोसद्ध'मितिवचनात् तृतीये तु सान्ध्यप्रतिक्रमणान्तोक्तवर्द्धमानस्तुतित्रयात्प्रभृति निशातिचारांश्चिन्तयति, यतः“दिवसावस्सयंअंते, जं थुइतिअगं तयाइवावारे । ના પચ્છ()મુસ, વિતિન્નકુ તાવ મારે III” [તિવિના ૭] રૂતિ इह च पूर्वोक्तयुक्त्या चारित्राचारस्य ज्ञानाद्याचारेभ्यो वैशिष्ट्येऽपि यदेकस्यैव चतुर्विंशतिस्तवस्य चिन्तनम्, तद्रात्रौ प्रायोऽल्पव्यापारत्वेन चारित्रातिचाराणां स्वल्पत्वादिना सम्भाव्यते ततः कायोत्सर्गं पारयित्वा सिद्धस्तवं पठित्वा संदंशकप्रमार्जनपूर्वमुपविशति अत्र च प्राभातिकप्रतिक्रमणे प्रादोषिकप्रतिक्रमणवत् प्रथमे चारित्रातिचारविशुद्धिकायोत्सर्गे निशातिचारचिन्तनं यन्न कृतं,
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy