SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-પ वपुषा भावतश्च शुद्धपरिणामेनोच्छ्रितोच्छ्रितं वक्ष्यमाणलक्षणं कायोत्सर्गं कुर्यात्, कायोत्सर्गे च साधुः प्रातस्त्यप्रतिलेखनायाः प्रभृति दिवसातिचारांश्चिन्तयति, यतः“पाभाइअपडिक्कमणाणंतरमुहपुत्तिपमुहकज्जेसु । जाव इमो उस्सग्गो, अइआरे ताव चिंतेज्जा ।।१।।" [यतिदिनचर्या ३३०] इति । मनसा संप्रधारयेच्च सयणासणेत्यादिगाथाचिन्तनतः, श्राद्धस्तु 'नाणंमि दंसणंमीत्यादिगाथाष्टकचिन्तनतः । ટીકાર્ય :અન્યત્રાપ .... વિત્તનત’ . અને અન્યત્ર પણ ગ્રંથાદિમાં આદિમાં બીજનું દર્શન છે. અર્થાત્ ઘણા ગ્રંથોમાં ગ્રંથના પ્રારંભમાં જે કથન કરવાનું હોય તેનું સંક્ષેપ કથન પ્રથમ કરાય છે. જેમ તત્ત્વાર્થ સૂત્રમાં ગ્રંથના પ્રથમ સૂત્ર “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. એમ કહ્યું તે આખા તત્ત્વાર્થ ગ્રંથનું બીજભૂત છે. તેમ સકલ પ્રતિક્રમણની ક્રિયાનું બીજ “સબસવિ' સૂત્ર છે. ત્યારપછી બીજ દ્વારા પ્રતિક્રમણ સૂત્રનો પ્રારંભ કર્યા પછી ઊઠીને જ્ઞાનાદિમાં ચારિત્ર ગરિષ્ઠ છે માટે ચારિત્રશુદ્ધિનો કાઉસ્સગ્ન પ્રથમ કરાય છે એમ અવાય છે. કેમ ચારિત્ર ગરિષ્ઠ છે ? એથી કહે છે – તેનું=ચારિત્રનું, મુક્તિનું અનન્ય કારણપણું છે. વળી જ્ઞાનાદિનું પરંપરાકારણપણું છે. તે આ પ્રમાણે. સંપૂર્ણ ચારિત્ર શૈલેષી અવસ્થામાં જ છે અને ત્યારપછી અવશ્ય મુક્તિ છે. વળી સંપૂર્ણ જ્ઞાન ક્ષીણમોહ અનંતર છે=કેવલજ્ઞાન વખતે છે અને ત્યારપછી અવશ્ય મુક્તિ નથી; કેમ કે જઘન્યથી પણ અંતરાલમાં પ્રત્યેક અંતર્મુહૂતિક ગુણસ્થાનક બેનો સદ્ભાવ છે–તેરમા અને ચૌદ ગુણસ્થાનકનો સદ્ભાવ છે. અને જે પ્રમાણે દર્શન-જ્ઞાન પ્રત્યેક સંપૂર્ણ ફલ દેતા નથી. અને ચારિત્ર યુક્ત આપે છે–ચારિત્રયુક્ત દર્શન-જ્ઞાન ફલ આપે છે, તે કારણથી ચારિત્ર વિશેષિત છે." ૧TI. અને “અચારિત્રીને સમ્યક્ત ભજનાથી થાય છે. નિયમથી નથી. જે વળી ચારિત્રયુક્ત છે તેને નિયમથી સમ્યક્ત છે.” પરા (આવશ્યકનિર્યુક્તિ-૧૧૭૯, ૧૧૭૪) માટે જ્ઞાનાદિ ત્રણમાં ચારિત્ર ગરિષ્ઠ છે એમ અત્રય છે. અને “ગોત્રવૃદ્ધો વડે સદ્ગણવાળો પણ મનુષ્ય પ્રણામ કરાતો નથી જ. વળી નમેલા મુકુટો વડે અલંકૃત રાજાની લક્ષ્મીવાળો વંદન કરાય છે.” iial “એ પ્રમાણે કેવલજ્ઞાની ગૃહસ્થ લોકો વડે નમન કરાતા નથી. ગ્રહણ કરાયેલા સુંદર ચારિત્રવાળા તે=કેવલજ્ઞાની, ઇંદ્રો વડે પણ પૂજાય છે.” રા.
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy