SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૪ “હજારો મિથ્યાષ્ટિમાં એક અણુવ્રતી શ્રેષ્ઠ છે. હજારો અણુવ્રતીમાં એક મહાવ્રતી શ્રેષ્ઠ છે.” III “હજાર મહાવ્રતીઓમાં એક તાત્વિક શ્રેષ્ઠ છેકઅસંગ અનુષ્ઠાનવાળા શ્રેષ્ઠ છે. તાત્ત્વિક સમાન પાત્ર ભૂતમાં નથી અને ભવિષ્યમાં નથી.” iારા. આ રીતે સાધુ આદિનો સંયોગ હોતે છતે=પૂર્વમાં સુપાત્રદાન શ્રાવકને કર્તવ્ય છે એમ બતાવ્યું એ રીતે સાધુ આદિનો સંયોગ હોતે છતે, વિવેકી પુરુષે અવશ્ય સુપાત્રદાન કરવું જોઈએ. અને યથાશક્તિ તેના અવસરાદિથી આવેલા સાધર્મિકોને પણ સાથે ભોજન કરાવે; કેમ કે તેઓનું પણ સુપાત્રપણું છે. વાત્સલ્ય પણ=સાધર્મિકની ભક્તિ પણ મહાફલને માટે છે. જે કારણથી દિનકૃત્યમાં કહેવાયું છે. “ભક્તિનિર્ભર વત્સલ સાધર્મિકોનું કરવું જોઈએ. સર્વદર્શી વડે=ભગવાન વડે શાસનની પ્રભાવના બતાવી છે-સાધર્મિક વાત્સલ્યને શાસનની પ્રભાવના કહી છે.” (શ્રાદ્ધદિનકૃત્ય) વળી તેની વિધિ=સાધર્મિક વાત્સલ્યની વિધિ, વાર્ષિક્રકૃત્ય અધિકારમાં કહેવાશે અને ઔચિત્યથી પણ અન્ય દ્રમકાદિને આપે છે=દાન આપે છે. તેઓને નિરાશ પાછા ફેરવતો નથી. કર્મબંધ કરાવતો નથી. નિષ્ફર હૃદયવાળો શ્રાવક થતો નથી. દિ=જે કારણથી, ભોજનના અવસરમાં દ્વારનું બંધ કરવું આદિ પણ મોટા પુરુષનું અથવા દયાવાળાનું લક્ષણ નથી. જે કારણથી કહેવાયું છે. “ભોજન કરતો શ્રાવક દ્વારને બંધ કરે જ નહિ. ભગવાન વડે સુશ્રાવકને અનુકંપા નિવારણ કરાઈ નથી.” III “ભયંકર એવા ભવસાગરમાં દુ:ખથી આર્ત એવા પ્રાણીસમૂહને જોઈને સામર્થ્યથી=શક્તિ અનુસાર અવિશેષથી બંને પણ અનુકંપા કરે સમાન રીતે દ્રવ્યાનુકંપા અને ભાવ અનુકંપા બંને પણ શ્રાવક કરે.” iારા (). બંને પણ દ્રવ્ય અને ભાવ દ્વારા બંને પણ અનુકંપા શ્રાવક કરે, એમ અવાય છે. દ્રવ્યથી યથાયોગ્ય અન્ન આદિ દાન દ્વારા અનુકંપા કરે. વળી, ભાવથી ધર્મમાર્ગના પ્રવર્તતથી અનુકંપા કરે. શ્રી પંચમ અંગ-ભગવતી સૂત્રમાં પણ શ્રાવકતા વર્ણવતા અધિકારમાં ‘અભંગદ્વારવાળા શ્રાવક હોય છે, એ પ્રમાણે કહેવાયું છે. ભગવાન વડે પણ સાંવત્સરિક દાનથી દીનનો ઉદ્ધાર કરાયો જ છે. વળી કોઈના વડે પણ પ્રતિષિદ્ધ નથી=અનુકંપાદાન પ્રતિષિદ્ધ નથી. “દુર્જયજિતરાગદોસમોવાળા સર્વ પણ જિનો વડે અનુકંપાદાન શ્રાવકોને ક્યારેય પણ પ્રતિષિદ્ધ નથી.” III ક્યારેય પણ કોઈપણ સૂત્રમાં પ્રતિષિદ્ધ નથી. ઊલટું દેશના દ્વારા રાજપ્રશ્તીય ઉપાંગમાં કેશીગણધર વડે ઉપદેશ અપાયો છે, તે આ પ્રમાણે – “હે પ્રદેશી ! તું પૂર્વમાં રમણીય થઈને-દાનવીર થઈને પછી અરમણીય થઈશ નહિ=દાનધર્મનો ત્યાગ કરીશ નહિ.” ઈત્યાદિ. અને માતા-પિતા-ભાઈ-ભગિની આદિતા, પુત્ર-પુત્રવધૂ આદિના અને ગ્લાન બદ્ધ ગાય આદિના ભોજનાદિની ઉચિત ચિંતા કરીને પંચપરમેષ્ઠિના અને પ્રત્યાખ્યાનના નિયમના સ્મરણપૂર્વક સામ્યતા અવિરોધથી આરોગ્યના અવિરોધથી, ભોજન કરે, જે કારણથી કહેવાયું છે.
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy