SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩ કુસંસર્ગ આદિથી અવિનીત ભાઈ હોતે છતે શું કરવું જોઈએ ? એથી કહે છે. “અવિનીતનું કુસંસર્ગથી અવિનીત એવા ભાઈનું, અનુવર્તન કરે છે=કઈ રીતે ભાઈ માર્ગમાં આવે ? એ રીતે ઉચિત અનુવર્તન કરે છે. એકાંતમાં મિત્રોથી ઉપાલંભ=ઠપકો આપે છે. સ્વજનજનથી અન્યના વ્યપદેશથી શિક્ષાને અપાવે છે આવું જે અકાર્ય કરે તે અનુચિત છે. એ પ્રકારે અન્યના વ્યપદેશથી સ્વજનોને કહીને તે ભાઈને શિક્ષા અપાવે છે.” I૧૦ના “હદયમાં સ્નેહવાળો પણ તેના ઉપર અવિનીત ભાઈ ઉપર, પોતાનો ક્રોધ પ્રગટ કરે છે. અછ% પ્રીતિપદઃહૈયાની પ્રીતિવાળો એવો પોતે, પ્રતિપન્ન વિનયમાર્ગવાળા એવા તેને બોલાવે છે=ભાઈને સ્નેહથી બોલાવે છે.” I૧૧ ઉપરના ઉદ્ધરણના શ્લોકના કેટલાક શબ્દોનો અર્થ કરે છે. અછઘ=નિશ્ચિત પ્રેમવાળો, આ રીતે પણ=શ્લોકમાં કહ્યું એ રીતે પણ, અગૃહીત વિનયવાળા તે ભાઈને જોઈને આ આની પ્રકૃતિ છે એ પ્રમાણે જાણતો છતો ઉદાસીન જ રહે છેઃઉપેક્ષા કરે છે. તેની=ભાઈનાં પત્ની-પુત્રાદિમાં અને સાવર્કમિ=અપર માતાવાળા ભાઈમાં સમાન દૃષ્ટિવાળો દાન-સન્માન કરે છે= પોતાનાં પત્ની-પુત્રાદિની જેમ દાન-સન્માન કરે છે. આનાથી=પોતાનાં પત્ની-પુત્રાદિથી, સર્વ પણ સવિશેષ કરે છે.” In૧૨ ઉદ્ધરણના શ્લોકના કેટલાક શબ્દોનો અર્થ કરે છે. સમદિઠિ=સ્વપત્ની-પુત્રાદિની જેમ સમાન દષ્ટિ સાવર્ઝામિ=અપરમાતા છે જેને એવા ભાઈમાં, ત્યાં થોડું પણ અંતર વ્યક્ત કરાયે છતે તેનું વિપરીત ચિત અને જનઅપવાદ થાય, (તે ન થાય) માટે સર્વ પણ વિશેષ કરવું જોઈએ એમ અન્વય છે. આ રીતે પિતા તુલ્યમાં, માતા તુલ્યમાં અને ભાઈ તુલ્યમાં પણ યથાયોગ્ય ઔચિત્યનો વિચાર કરવો જોઈએ, જે કારણથી કહેવાયું છે. પિતા અને ઉપકર્તા=ઉપકારી, વળી જે વિદ્યાને દેનાર, અન્નને આપનાર અને પ્રાણને દેનાર આ પાંચ પિતા કહેવાયા છે.” [૧] “રાજાની પત્ની, ગુરુની પત્ની અને પત્નીની માતા તે પ્રમાણે સ્વમાતા અને ઉપમાતા–ઉછેર કરનાર માતા, આ પાંચ માતા કહેવાઈ છે.” રા. સહોદર=ભાઈ, સહાધ્યાયી, મિત્ર અથવા રોગમાં પાલન કરનાર, માર્ગમાં વાણીનો મિત્ર જે છે એ પાંચ ભાઈઓ કહેવાયા છે.” III અને ભાઈઓથી પરસ્પર ધર્મકાર્યના વિષયમાં સ્મરણાદિ સમ્યફ કરાવવું જોઈએ=ઉચિત ધર્મકાર્યો કરાવવાનું સ્મરણ કરવું જોઈએ. પ્રમાદ કરનારને પ્રેરણા કરવી જોઈએ અને યોગ્ય ઉપાય દ્વારા ધર્મકાર્યમાં સ્થિર કરવો જોઈએ, જે કારણથી કહેવાયું છે. “પ્રમાદના અગ્નિથી બળતા એવા ભવગૃહ મધ્યમાં મોહનિદ્રાથી સૂતેલાને ઉઠાડે છે તે તેનો પરમબંધુ જન છે.” III માટે ભાઈઓએ ધર્મકાર્ય વિષયમાં પોતાના ભાઈને સ્મરણાદિ કરાવવું જોઈએ એમ યોજન છે.
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy