SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૩ પોતાની બુદ્ધિથી વિચારિત અવશ્ય વિધેય પણ કાર્ય તે જ આરંભ કરે છે–પુત્ર તે જ કાર્ય કરે કે જે પિતાના મનને અનુકૂળ છે. એ પ્રમાણે ભાવ છે=ઉદ્ધરણના શ્લોકના પૂર્વાર્ધનો ભાવ છે. વસ્તુત વિવેકસંપન્ન પિતા હોય અને વિવેકસંપન્ન પુત્ર હોય તેઓને સામે રાખીને પ્રસ્તુત કથન છે. વિવેકસંપન્ન પુત્ર પોતાની બુદ્ધિથી ક્યું કાર્ય મારે કરવું જોઈએ ? જેથી આ લોક અને પરલોકમાં મારું હિત થાય તેમ વિચારીને કૃત્યનો પ્રારંભ કરવા ઈચ્છે છતાં સ્વમતિથી આ લોક અને પરલોકને અનુચિત કૃત્ય ના થાય તે માટે વિવેકી પિતાના મનને અનુકૂળ શું છે? તેમ વિચારીને જ ઉચિત કાર્ય કરે એ પ્રકારનો ભાવ ઉદ્ધરણના શ્લોકના પૂર્વાર્ધનો છે. તેનાથી પુત્રને શો લાભ થાય ? તે શ્લોકના ઉત્તરાર્ધથી બતાવે છે. સકલ વ્યવહારના વિષયવાળા શુશ્રષાદિ બુદ્ધિના ગુણોને તે પુત્ર પ્રાપ્ત કરે છે–પિતાના અનુસરણથી પોતાના જીવનમાં અભ્યાસ કરે છે; કેમ કે ઉત્તમકુળના વિવેકસંપન્ન પિતા જીવનમાં આ લોક અને પરલોકમાં હિત કેમ થાય ? એ પ્રકારે વ્યવહારો કરીને અનુભવથી પરિણતબુદ્ધિવાળા હોય છે અને પુત્ર હજી એ પ્રકારે પરિણતબુદ્ધિવાળો થયો નથી. તેથી પોતાની બુદ્ધિથી મારે શું કરવું ઉચિત છે ? જેથી આ લોકમાં પણ ક્લેશ રહિત જીવન પ્રાપ્ત થાય. અને પરલોકમાં પણ હિત થાય તેવા ધર્મ-અર્થ અને કામની પ્રવૃત્તિ કરે છે...છતાં પિતાના મનને જાણીને તે પ્રમાણે કરે તો પિતાની પક્વ બુદ્ધિને કારણે પુત્રને પણ સ્વકૃત્ય વિષયક શુશ્રુષાદિ બુદ્ધિના આઠ ગુણોની પ્રાપ્તિ થાય છે. કેમ પિતાથી પુત્રને બુદ્ધિના આઠ ગુણોની પ્રાપ્તિ થાય છે ? એથી કહે છે. બહુદષ્ટિવાળા પિતા વગેરે=પોતાના ઘણાં વર્ષોના અનુભવના બળથી પરિણામિકબુદ્ધિ પ્રગટ થઈ છે તેથી બહુષ્ટિવાળા પિતા વગેરે સમ્યફ આરાધન કરાયેલાં-પુત્ર દ્વારા સમ્યફ આરાધન કરાયેલાં, કાર્યોના રહસ્યને પ્રકાશન કરે જ છે=પોતાના સર્ભાવવાળા ચિત્તના અભિપ્રાયને બતાવે છે. અર્થાત્ આવા સંયોગોમાં આ કૃત્ય કરવાથી જ આ લોકમાં અને પરલોકમાં હિત છે. એ પ્રકારના પોતાના નિર્ણય રૂપ નિજ સદ્ભાવ સ્વરૂપ ચિત્તના અભિપ્રાયને બતાવે છે. જેથી વિનયથી આરાધન કરાયેલ પિતા, પુત્રના આ લોક અને પરલોકના એકાંત હિતનું કારણ બને એ દષ્ટિને આશ્રયીને પિતૃ વિષયક ઔચિત્યનું સર્વ વર્ણન છે. પૂછીને પ્રવર્તે છે–પિતાને પૂછીને પ્રવર્તે છે. કૃત્યોનો નિષેધ કરાયેલો પુત્ર રહે છે–પ્રવૃત્તિ કરતો નથી. ખલિતમાં અનુચિત પ્રવૃત્તિ કરવામાં કઠોર પણ કહેવાયેલોકપિતાથી કઠોર પણ કહેવાયેલો, વિનયનું ઉલ્લંઘન કરતો નથી.” પા “તેમના=પિતાના ધર્માનુગત મનોરથોને સવિશેષ પૂરે છે. આ વગેરે ઉચિત કરણ પિતાનું છે તે પ્રમાણે જ માતાનું પણ છે.” is તેમના પિતાના અને ઈતરના પણ માતાના પણ, મનોરથોને પૂરે છે. શ્રેણિક અને ચેલણાના મનોરથોને અભયકુમારે પૂર્યા તેની જેમ. સુદેવની પૂજા, ગુરુની પર્યપાતિ, ધર્મનું શ્રવણ, વિરતિની પ્રતિપત્તિ, આવશ્યક પ્રવૃત્તિ, સાત ક્ષેત્રમાં ધનનો વ્યય, તીર્થયાત્રા, દીન-અનાથનું ઉદ્ધરણ આદિ ધર્માનુગત મનોરથોને માતા-પિતાના ધર્માનુગત મનોરથોને, સવિશેષ પૂરે છે=બહુ આદરથી પૂર્ણ કરે છે. અને અહીં=આ લોકમાં, લોકગુરુ એવા પિતા આદિમાં સુંદર પુત્રોનું આ કર્તવ્ય જ છે=પૂર્વમાં
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy