SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩ ૧૪૧ “વ્યવહારશુદ્ધિ ધર્મનું મૂલ છે. જે કારણથી સર્વજ્ઞ વડે કહેવાયેલા શુદ્ધ વ્યવહારથી અર્થશુદ્ધિ થાય છે.” [૧] “અને શુદ્ધ અર્થથી જ આહાર શુદ્ધ થાય છે. જે કારણથી શુદ્ધ આહારથી દેહશુદ્ધિ થાય છે.” પારા અને “શુદ્ધ દેહથી જ ધર્મ યોગ્ય થાય છે. વળી જે જે કૃત્યો કરે છે તે તે તેનું સફલ થાય છે.” [૩] “અન્યથા=વ્યવહારશુદ્ધિ આદિ ન કરવામાં આવે તો અફલ થાય છે=જે જે કૃત્યો કરે છે તે સર્વ નિષ્ફળ થાય છે. જે કારણથી જે જે કૃત્ય વ્યવહારશુદ્ધિ રહિત તે કરે છે, ધર્મ નિંદાપાત્ર બને છે.” I૪ ધર્મની નિંદા કરાવનારને પોતાને અને પરને પરમ અબોધિ થાય છે. એ પ્રમાણે સૂત્રમાં પણ કહેવાયું છે.” પા “તે કારણથી સર્વ પ્રયત્નથી વિચક્ષણ તે તે કરે જેનાથી ધર્મની નિદા અબુધ જન કરે નહિ.” Ing (શ્રાદ્ધદિનકૃત્ય૧૫૯થી ૧૬૪) આથી વ્યવહારશુદ્ધિ માટે સમ્યફ ઉપક્રમ્ય છે=સમ્યફ યત્ન કરવો જોઈએ. એ પ્રમાણે વ્યવહારશુદ્ધિનું સ્વરૂપ છે. અને દેશાદિ વિરુદ્ધનો પરિહાર=દેશ, કાલ, રાજા, લોક અને ધર્મ વિરુદ્ધનું વર્જન કરવું જોઈએ. જે કારણથી ‘હિતોપદેશમાલા'માં કહેવાયું છે. “દેશનું પ્રતિકૂલ, કાલનું પ્રતિકૂલ, રાજાનું પ્રતિકૂલ, લોકનું પ્રતિકૂલ અને ધર્મનું પ્રતિકૂલ વર્જન કરતો નર પુરુષ, ધર્મને સમ્યફ પ્રાપ્ત કરે છે.” ત્યાં=દેશાદિ વિરુદ્ધમાં, જ્યાં જે દેશમાં શિષ્ટજનો વડે અનાચીર્ણ છે તે ત્યાં-દેશમાં, દેશવિરુદ્ધ છે. જે પ્રમાણે સૌવીર દેશોમાં કૃષિકર્મ ઈત્યાદિ ખેતી વગેરે, દેશવિરુદ્ધ છે. અથવા જાતિ, કુલાદિની અપેક્ષાથી અનુચિત દેશવિરુદ્ધ છે. જે પ્રમાણે બ્રાહ્મણોને સુરાપાન ઈત્યાદિ. વળી કાલવિરુદ્ધ આ પ્રમાણે છે. શીતતુમાં હિમાલયના પરિસરમાં જવું, ગ્રીષ્મઋતુમાં મરૂભૂમિમાં જવું, વર્ષાઋતુમાં અપરદક્ષિણ સમુદ્રપર્યત ભૂમિભાગમાં જવું. મહારણ્યમાં અથવા રાત્રિના પ્રારંભકાળમાં પ્રસ્થાન કરવું અને ફાગણમાસ પછી તલનું પીલવું અને તેના વ્યવસાય આદિ કરવા અથવા વર્ષાઋતુમાં પત્ર-શાક આદિનું ગ્રહણ=ભાજીપાલાનું ગ્રહણાદિ, કાલવિરુદ્ધ જાણવું. અને રાજવિરુદ્ધ રાજાને સંમતોનું અસન્માન, રાજાને અસંમતોની સંગતિ રાજવિરુદ્ધ છે. વૈરી સ્થાનોમાં=રાજાના શત્રુનાં સ્થાનોમાં, લોભથી ગમન, વૈરી સ્થાનોથી આવેલા સાથે રાજાના શત્રુના સ્થાનથી આવેલાની સાથે, વ્યવહાર આદિ રાજવિરુદ્ધ છે. રાજાને આપવા યોગ્ય એવું શુલ્ક આદિ=કર આદિનું ખંડન છુપાવવું, ઈત્યાદિ રાજવિરુદ્ધ છે. વળી લોકવિરુદ્ધ લોકની નિંદા, વિશેષ કરીને ગુણસમૃદ્ધની નિંદા એ લોકવિરુદ્ધ છે. અને આત્માનો ઉત્કર્ષ–સ્વપ્રશંસા, એ લોકવિરુદ્ધ છે. જે કારણથી કહેવાયું છે. “પરંપરિભવ કરે એવા પરિવાદથી=બીજાનો પરિભવ કરે એવી નિદાથી, અને આત્માના ઉત્કર્ષથી=પોતાની પ્રશંસાથી, પ્રતિભવ અનેક ભવમોટી સુધી દુઃખે કરીને છૂટે એવું નીચગોત્રકર્મ બંધાય છે.” (પ્રશમરતિ-૧૦૦)
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy