SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨ ૯૭ સંભવ હોવાથી તેનું પરઠવવા યોગ્ય આહારનો, ગુરુની આજ્ઞાથી ફરી વાપરનારને ભંગ નથી. અર્થાત્ એકાસણું પૂર્ણ થયું હોય અને ઊઠી ગયેલા સાધુ ફરી તે પરઠવવા યોગ્ય આહાર વાપરે તોપણ પારિષ્ઠાપતિક આગાર હોવાને કારણે પચ્ચકખાણનો ભંગ નથી. વિધિથી ગૃહીત વિધિથી ગ્રહણ કરાયેલ આહાર, વિધિથી વપરાયેલ હોય જે અશનાદિ ઉદ્ધરિત હોય=વધેલા હોય, તે અશનાદિ ગુરુથી અનુજ્ઞાત એવા આયંબિલ આદિ વાળા સાધુને કહ્યું છે.” (આવશ્યકનિર્યુક્તિ-૧૬૧૧) વળી, શ્રાવક અખંડસૂત્રપણું હોવાને કારણે ઉચ્ચારે છેઃપારિષ્ઠાપનિક આગાર ઉચ્ચારે છે. વસ્તુતઃ શ્રાવકને તે આગાર નથી. “afસર' એના દ્વારા અનેક આસન અને અનેક અશનાદિ આહારનો પરિહાર કરે છે. હવે એક સ્થાનક=એક સ્થાનમાં હલ્યા વગર બેસીને કરવાના એકઠાણાનું પચ્ચકખાણ છે. ત્યાં=એકલઠાણામાં, સાત આગારો છે. હવે સૂત્ર બતાવે છે. “ઈvi પાવરવાડ઼=એકલઠાણાનું પચ્ચખાણ કરું છું. ઈત્યાદિ એક આસનવાળા આકુંચન-પ્રસારણના આકારથી વર્ષ છે. એક અદ્વિતીય અંગ વિચાસ રૂપ સ્થાન છે જેમાં તે એક સ્થાન પ્રત્યાખ્યાન જે “કથા'થી બતાવે છે. ભોજનકાલમાં અંગ-ઉપાંગ સ્થાપિત છે તેમાં તે પ્રમાણે સ્થાપિત જ વાપરવું જોઈએ. મુખનું અને હાથનું અશક્ય પરિહારપણું હોવાથી ચલન પ્રતિષિદ્ધ નથી. આકુંચન અને પ્રસારણ આગારનું વર્જત એકાસણાથી ભેદજ્ઞાપન માટે છે. અન્યથા=આકુંચન-પ્રસારણનું વર્જન ન કરે તો એકાસણું થાય. હવે આચામાāનું પચ્ચકખાણ બતાવે છે. ત્યાં=આયંબિલના પચ્ચખ્ખાણમાં આઠ જ આગાર છે. હવે સૂત્ર આયંબિલના પચ્ચકખાણનું સૂત્ર બતાવે છે. “आयंबिलं पच्चक्खाइ, अन्नत्थणाभोगेणं सहसागारेणं लेवालेवेणं गिहत्यसंसटेणं उक्खित्तविवेगेणं पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तिआगारेणं वोसिरइ" । આચામ=અવશ્રાવણ અસ્ફરસન્નચતુર્થ રસ, તે પ્રાયઃ કરીને વ્યંજનમાં હોય છે. જે ઓદનકુભાષ-સત્ વગેરે ભોજનમાં તે આચામારૂં હોય તેને સમય પરિભાષાથી=શાસ્ત્રીય ભાષાથી આચામડુ કહેવાય છે. તેનું પ્રત્યાખ્યાન કરે છે=આચામ અને અમ્લ બે વસ્તુનું પ્રત્યાખ્યાન કરે છે તે આચામખ્વ પ્રત્યાખ્યાન કહેવાય. એ પ્રકારનો અર્થ છે. પ્રથમના બે આગારો અને અંતના ત્રણ આગારો પૂર્વની જેમ છે=આઠ આગારમાંથી પાંચ આગારો એકાસણાના પચ્ચખાણની જેમ છે. ‘લેવાલેવેણ આગારનો અર્થ કરે છે. લેવાલેવેણ-લેપ ભોજનના ભાજપની વિકૃતિ આદિથી અથવા તીમતાદિથી આચામાપ્ત પ્રત્યાખ્યાન કરનારને અકલ્પનીય હોવાને કારણે લિપ્તતા છે. અને અલેપ=વિકૃતિ આદિથી લિપ્તપૂર્વ એવા ભોજનના ભાજનનું જ હસ્તાદિ દ્વારા સંલેખતાથી અલિપ્તતા છે. લેપ અને અલેપ લેપાલેપ છે તેને છોડીને પચ્ચખ્ખાણ છે. ભારતમાં વિકૃતિ આદિ અવયવોના સદ્ભાવમાં પણ પચ્ચકખાણનો ભંગ નથી, એ પ્રમાણે અર્થ છે.
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy