SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨ ૮૯ છે તે ગુણને કરનાર છે. તેથી આગાર વગરનું પચ્ચકખાણ વિસ્તૃત પચ્ચખાણ છે અને આગારવાળું પચ્ચકખાણ નાનું છે છતાં વિસ્તૃત પચ્ચકખાણનું સમ્યફપાલન ન થાય તો ગુરુ દોષ છે અને નાનું પણ પચ્ચકખાણ સમ્યફપાલન થાય તો મહાન લાભ છે. એ પ્રકારનો ગુરુ-લાઘવનો વિચાર કરીને ધર્મનાં કાર્યોમાં આગારપૂર્વક પચ્ચખાણ ગ્રહણ કરાય છે. આગાર કેમ રખાય છે ? તે બતાવ્યા પછી આગાર શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે. પ્રત્યાખ્યાનના ભંગના પરિવાર માટે કરાય છે તે આકારો છે અને તેeતે આગારો, નમસ્કાર સહિત આદિ પચ્ચખાણોમાં=નવકારશી આદિ પશ્ચકખાણોમાં જેટલા થાય છે તેટલા બતાવાય છે. “નવકારશીમાં બે જ આગારો છે. વળી પોરિસીમાં છ આગારો છે. વળી પુરિમુઢમાં સાત જ આગારો છે. એકાસણામાં આઠ જ આગારો છે.” ૧] “એકલઠાણામાં સાત જ આગારો છે અને આયંબિલમાં આઠ જ આગારો છે. ઉપવાસમાં પાંચ જ આગારો છે. છ પાનકના પાણીના આગારો છે. અને ચરમમાં ચાર આગારો છેઃદિવસચરિમ અને ભવચરિમ પચ્ચખાણમાં ચાર આગારો છે.” રા. - “પાંચ અને ચાર આગારો અભિગ્રહમાં છે. વિવિગઈમાં આઠ અને નવ આગારો છે. અપ્રાવરણમાં–ચોલપટ્ટાના વિષયમાં, પાંચ આગારો છે. શેષમાં ચાર આગારો હોય છે ચોલપટ્ટા સિવાયના અભિગ્રહ અને દાંડા-પ્રમાર્જના આદિના વિષયમાં ચાર આગારો હોય છે.” (આવશ્યકનિર્યુક્તિ ૧૫૯-૧૬૦૧, પંચાશક-૫/૮-૧૦, પ્રવચનસારો ૨૦૩-૨૦૫). નિવિગઈમાં આઠ અને નવ આગારો કેવી રીતે છે ? તેથી કહે છે – નવનીતમાં માખણમાં, ઓગાહિમમાં=પક્વ અન્નમાં, અદ્વ=કઠિન એવું દહીં, પિસિત-માંસ, ઘી, ગોળ તેમાં નવ આગારો હોય છે. શેષ દ્રવ્યોમાં આઠ આગારો હોય છે.” (આવશ્યકનિર્યુક્તિ ૧૬૦૨, પ્રવચનસારો. ૨૦૬, પંચાશક ૫/૧૧) * અપ્રાવરણમાં ચોલપટ્ટાના આગાર પાંચ છે. વળી વિવરણ સૂત્રની વ્યાખ્યા સહગત જ જાણવું. દ્વાર-૩=આગાર નામનું ત્રીજું દ્વાર પૂરું થયું છે. હવે સૂત્ર-અર્થ રૂ૫ ચોથું અને પાંચમું દ્વાર બતાવે છે. “उग्गए सूरे नमुक्कारसहिअं पच्चक्खाइ, चउव्विहंपि आहारं असणं पाणं खाइमं साइमं, अन्नत्थणाभोगेणं सहसागारेणं વોસિર” (પ્રત્યાખ્યાન આવશ્યક સૂ.હરિભદ્રીવૃત્તિ ૫. ૮૪૯) ઉદ્ગત સૂર્ય હોતે છત=સૂર્યના ઉદ્ગમથી માંડીને નમસ્કારથી=પરમેષ્ઠિના સ્તવથી સહિત યુક્ત, એવું નમસ્કાર સહિત પ્રત્યાખ્યાન કરે છે. સર્વ ધાતુઓ અર્થની સાથે વ્યાપ્ત કરે છે એ વ્યાયથી નમસ્કાર સહિત પ્રત્યાખ્યાન કરે છે=વિધેયપણાથી સ્વીકાર કરે છે. અર્થાત્ આત્માની જ્ઞાન-દર્શનચારિત્રની પરિણતિરૂપ સર્વ ધાતુઓ પ્રતિજ્ઞારૂપ અર્થની સાથે વ્યાપ્ત કરે છે સમ્યકજ્ઞાન, સમ્યફ રુચિ અને સમ્યફ પરિણતિપૂર્વક નવકારશી સહિત પ્રત્યાખ્યાન સ્વીકાર કરે છે. આFપચ્ચકખાઈ' ગુરુના
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy