SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર પચ્ચખાણ લેનાર શ્રાવક સ્વયં પ્રાત:કાળમાં પચ્ચકખાણ ગ્રહણ કરે પછી ગુરુ પાસે વિનયપૂર્વક પચ્ચખાણ ગ્રહણ કરે તે વખતે ગુરુ પચ્ચખાણ ઉચ્ચરાવે ત્યારે સ્વયં મનમાં તે પચ્ચખાણનું સ્મરણ કરે. આ પ્રકારે પચ્ચકખાણના ગ્રહણની વિધિ છે અને તે પચ્ચકખાણ ગ્રહણ કરતા પૂર્વે વિવેકી શ્રાવકે પચ્ચકખાણના ભાંગાઓ જાણવા જોઈએ અને જે શ્રાવકને પચ્ચખાણના ૧૪૭ ભાંગાઓનું જ્ઞાન છે, પચ્ચખાણના બોલાતા સૂત્ર-અર્થનું જ્ઞાન છે, આગારોનું જ્ઞાન છે, અને ગ્રહણ કરાયેલું પચ્ચકખાણ ઉત્તરગુણની વૃદ્ધિવાળું હોવાથી દેશવિરતિના અતિશયનું કારણ બને તે પ્રકારે આહારાદિ સંજ્ઞાના તિરોધાનના ફલવાળું છે તેમ જાણતો હોય, તો પચ્ચકખાણ ગ્રહણ કરતી વખતે જે સૂત્રો બોલાય છે તેના અર્થ અનુસાર, ક્યા આગારીપૂર્વક – કઈ મર્યાદાવાળું મેં પચ્ચખાણ ગ્રહણ કર્યું છે તેનો બોધ હોવાથી તેનું પચ્ચકખાણ શુદ્ધ બને છે અને પચ્ચખાણ આપનાર ગુરુ અને પચ્ચખાણ લેનાર શ્રાવક બંને તે મર્યાદા જાણતા હોય તો પ્રથમ ભાંગો શુદ્ધ પ્રાપ્ત થાય છે. હવે શ્રાવકને એકાસણાદિનું પચ્ચખાણ લેવું છે છતાં તે પચ્ચખ્ખાણની સર્વ મર્યાદા, તે તે પચ્ચખાણનું ફલ શું છે? તે જાણતો નથી અને યોગ્ય ગુરુ તેને સંક્ષેપથી તેનો બોધ કરાવે તો પચ્ચખ્ખાણ ગ્રહણ કરતી વખતે શ્રાવકને જે પ્રકારે ગુરુએ સંક્ષેપથી ઉપદેશ આપ્યો તે પ્રકારે અધ્યવસાય થાય છે. તે અધ્યવસાય પચ્ચખાણથી અપેક્ષિત છે માટે બીજો ભાંગો પણ શુદ્ધ પ્રાપ્ત થાય છે. વળી કોઈ શ્રાવક પચ્ચકખાણની સર્વ મર્યાદાનો જાણકાર હોય અને ગુરુ વિદ્યમાન ન હોય તો ગુરુના સંબંધી કાકા આદિ કોઈ તેના નગરમાં રહેતા હોય ત્યારે તે શ્રાવક ગુરુ પાસે પચ્ચખાણ ગ્રહણ કરવાના બહુમાન અર્થે તેમના કાકા આદિ પાસે પચ્ચકખાણ ગ્રહણ કરે છે. તે પચ્ચખાણની મર્યાદાના જાણકાર ન હોય તોપણ ગુરુ પ્રત્યેનો બહુમાનભાવ વિદ્યમાન છે અને શ્રાવકને પચ્ચખાણની સર્વ મર્યાદાનું જ્ઞાન છે. તેથી તે ત્રીજો ભાંગો પણ શુદ્ધ ગણાય છે. વળી, શ્રાવકને પચ્ચખાણની મર્યાદાનું કંઈ જ્ઞાન ન હોય માત્ર એકાસણું છે, એક વખત ભોજન કરવું છે તેનું આ પચ્ચખાણ છે તેવી બુદ્ધિથી કોઈ અજ્ઞ પાસે પચ્ચકખાણ ગ્રહણ કરે અને તે જ પ્રમાણે એકાસણું આદિ શ્રાવક કરે તોપણ પોતાનું પચ્ચકખાણ કઈ રીતે ઉત્તરગુણની વૃદ્ધિનું કારણ છે ? સૂત્રમાં બોલાયેલા શબ્દોથી ક્યા પ્રકારની પ્રતિજ્ઞાની પ્રાપ્તિ થઈ ? ઈત્યાદિ કંઈ બોધ નહિ હોવાથી મુગ્ધતાથી કરાયેલું તે પચ્ચખાણ હોવાથી અશુદ્ધ છે. ત્યાં=પચ્ચકખાણના વિષયમાં, પ્રત્યાખ્યાનનાં ઉચ્ચારસ્થાનો પાંચ છે. ૧. આધસ્થાનમાં= પચ્ચખાણનાં પાંચ ઉચ્ચારસ્થાનમાંથી પ્રથમ સ્થાનમાં, નમસ્કાર સહિત આદિ કાલ પ્રત્યાખ્યાનો પાંચ છે=નવકારશી, પોરિસી, સાઢપોરિસી, પરિમઢ, અવઢ પાંચ કાલ પ્રત્યાખ્યાનો છે. સંકેત નામનાં સ્થાનો આઠ છે=અંગૂઠો, મુઠી, ગ્રંથિ, ઘર, સેકસ્વેદબિંદુ, ઉચ્છવાસ, સિબુક=પાણીનું બિંદુ, જ્યોતિષ્ક=દીવો, આ આઠ સંકેતો છે. અને પ્રાયઃ ચતુર્વિધ આહાર-ચાર પ્રકારના આહારનું પચ્ચખાણ છે. ૨. બીજા સ્થાનમાં વિકૃતિ, લિવિકૃતિ, આચામામ્સનો ઉચ્ચાર છે. અને વિકૃતિ પ્રત્યાખ્યાન અસ્વીકૃત વિકૃતિના વૈપત્યવાળાને પણ પ્રાયઃ કરીને અભક્ષ્ય વિકૃતિ ચતુષ્કનો ત્યાગ હોવાથી=૧૦
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy