SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૧ છે છતાં વિધિશુદ્ધ પૂજા કરવાના અધ્યવસાયવાળા જીવને ભગવાનની ભક્તિથી તે પાપની શુદ્ધિ થાય છે. અને જેઓ સર્વથા ભગવાનના વચનથી નિરપેક્ષ સ્નાનાદિ કરે છે અને પૂજાદિ કરે છે તેઓને ભગવાનના વચનાનુસા૨ પૂજા કરવાનો લેશ પણ અધ્યવસાય નથી, તેઓની સ્નાનાદિ ક્રિયા કે પૂજાદિ ક્રિયા કર્મબંધનું કારણ બને છે. માટે ભદ્રકપ્રકૃતિવાળા જીવો મુગ્ધતાથી ભગવાનની પૂજા કરતા હોય, અજ્ઞાનને વશ અવિધિથી પૂજાદિ કરતા હોય છતાં ઉપદેશાદિને પામીને વિધિપૂર્વક પૂજાદિ કરે તેવી મનોવૃત્તિવાળા છે. તેઓની પૂજા તેટલા અંશથી પુણ્યબંધ અને નિર્જરાનું કારણ છે. અને જેટલા જેટલા અંશથી વિધિનું પાલન કરે છે તેટલા તેટલા અંશથી મહાનિર્જરાની પ્રાપ્તિ થાય છે. માટે શ્રાવકે ભગવાનની પૂજાકાળમાં અંતરંગ ઉપયોગ વીતરાગના ગુણના સ્મરણમાં પ્રવર્તે તે રીતે યત્ન કરવો જોઈએ. અને બાહ્ય સર્વક્રિયા શાસ્ત્રવિધિનું સ્મરણ કરીને ક૨વી જોઈએ. અને ભગવાનની ભક્તિમાં જેની આવશ્યકતા નથી એવી કોઈ હિંસા ન થાય તેની ઉચિત યતના કરવી જોઈએ. વળી, ભગવાનની પૂજામાં ભાવસ્નાન શુભધ્યાન છે. તેથી પૂજા દરમિયાન શ્રાવક ભગવાનના ગુણોનું જેટલા અંશથી સ્મરણ કરે છે તેટલા અંશથી તેનું શુભધ્યાન વર્તે છે. અને જે શ્રાવકનું ચિત્ત અસ્ખલિત ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક સર્વ પ્રવૃત્તિ કરે છે તે શ્રાવકને ભગવાનની પૂજા દરમિયાન સતત શુભધ્યાનરૂપ ભાવસ્નાન વર્તે છે. જેનાથી કર્મરૂપી મલનો નાશ થાય છે. ટીકા ઃ अथ ‘जिनान् संस्नाप्ये'त्यंशः प्रदर्शनीयः, तत्र जिनस्नपनादिविधिश्च समस्तपूजासामग्रीमेलनपूर्वकः,' सा चेयम्-तथाहि - शुभस्थानात्स्वयमारामिकादिकं सुमूल्यार्पणादिना संतोष्य पवित्रभाजनाच्छादनहृदयाग्रस्थकरसंपुटधरणादिविधिना पुष्पाद्यानयेद्, वैश्वासिकपुरुषेण वाऽऽनाययेत् जलमपि च तथा, ततोऽष्टपुटोत्तरीयप्रान्तेन मुखकोशं विदध्यात् । यतो दिनकृत्ये “જાળ વિહિના હાળું, સેઅવસ્થનિયંતળો | મુદ્દોસ તુ જાળ, શિવિંવાળિ પમખ્ખણ્ ।।।।” [શ્રાદ્ધવિનત્યે . ૨૪] ત્તિ । तमपि च यथासमाधि कुर्यात्, नासाबाधे तु नापि, यतः पूजापञ्चाशके "वत्थेण बंधिऊणं, णासं અહવા નહાસમાહી” [૪।૨૦] તવૃત્તિર્યથા-વસ્ત્રળ-વસનેન, વલ્લ્લા-ત્રાવૃત્ય, નાશાં-નાશિામથવ્રુતિ विकल्पार्थो, यथासमाधि- समाधानानतिक्रमेण, यदि हि नासाबन्धे असमाधानं स्यात्तदा तामबद्ध्वा Sपीत्यर्थः, सर्वं यत्नेन कार्यमित्यनुवर्त्तते इति । [ पञ्चाशकवृत्तिः प. ७८ ए] युक्तिमच्च मुखे वस्त्रबन्धनं, भृत्या अपि[तथा ] स्वामिनोऽ ङ्गमर्दनश्मश्रुरचनादिकं कुर्वन्ति, यदुक्तम्– - “बन्धित्ता कासवओ, वयणं अट्ठग्गुणाए पोत्तीए । पत्थिवमुवासए खलु वित्तिनिमित्तं भया चेव । । १ । । "त्ति ।
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy