SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૧ : અને ગ્લાન પ્રતિચરણ પછીeગ્લાનની સેવા પછી, પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ પણ કેવી રીતે થાય ? “તિ' શબ્દ આ આગમ અનુપાતી નથી એ કથનની સમાપ્તિ માટે છે. પંચાશકવૃત્તિમાં તેનું સૂત્ર પણ છે – આરંભવાળા ગૃહસ્થને યતનાથી સ્નાનાદિ પણ શુભભાવનો હેતુ હોવાથી નિયમથી ગુણ માટે કૂપદગંતથી જાણવું.” (પંચાશક પ્ર. ૪/૧૦) એથી પ્રસંગથી સર્યું. અને આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, દેવપૂજાદિ માટે જ ગૃહસ્થને દ્રવ્યસ્નાન અનુમત છે. તેથી દ્રવ્યસ્નાન પુણ્ય માટે છે. એ પ્રમાણે જે કહેવાય છે, તે નિરસ્ત જાણવું. અને ભાવ સ્નાન શુભધ્યાનરૂપ છે. જે કારણથી કહેવાયું છે – “વળી, ધ્યાનરૂપી પાણીથી જીવને સદા જે શુદ્ધિનું કારણ છે, કર્મરૂપ મલને આશ્રયીને તે ભાવ સ્નાન કહેવાય છે.” (અષ્ટકપ્રકરણ ૨/૬). તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. કોઈ શ્રાવકને સ્નાન કરાવે છતે પણ જો ગૂમડાના ક્ષતાદિ કરે છે. તો તેના વડે સ્વપુષ્પ-ચંદન આદિ દ્વારા બીજા પાસેથી અંગપૂજા કરાવીને અગ્રપૂજા અને ભાવપૂજા સ્વયં કરવી જોઈએ. શરીરની અપવિત્રતામાં ઊલટી આશાતનાનો સંભવ હોવાને કારણે સ્વયં અંગપૂજામાં નિષિદ્ધપણું છે. અને કહેવાયું છે. નિઃશૂકપણાથી અશૌચપણામાં પણ જે દેવપૂજા કરે છે અને જે ભૂમિ પર પડેલાં પુષ્પોથી પૂજા કરે છે તે બંને ચાંડાલ થાય છે.” રૂતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. ત્યાં સ્નાન પછી પવિત્ર મૃદુ સુગંધી કાષાયિક વસ્ત્ર દ્વારા અંગને લુછવું જોઈએ અને પોતડીના મોચતપૂર્વક પવિત્ર વસ્ત્રાંતરના પરિધાન આદિની યુક્તિથી ભીની આંગળીઓ દ્વારા ભૂમિને નહિ સ્પર્શતો પવિત્ર સ્થાનમાં આવીને ઉત્તર સન્મુખ દિવ્ય નવા અકીલિત શ્વેત વસ્ત્રદ્રય પરિધાન કરે. જે કારણથી કહેવાયું છે – યથાયોગ્ય જલાદિથી શરીરની વિશુદ્ધિ કરીને ધૂપથી ધૂપિત એવા વિશુદ્ધ બે ધોએલાં વસ્ત્ર પહેરવાં જોઈએ.” લોકમાં પણ કહેવાયું છે – “હે ભૂમિપ ! દેવકર્મમાં સાંધેલું વસ્ત્ર ધારણ કરવું જોઈએ નહિ. દગ્ધબળી ગયેલું વસ્ત્ર ધારણ કરવું જોઈએ નહિ. છિન્ન =ફાટી ગયેલું વસ્ત્ર ધારણ કરવું જોઈએ નહિ. વળી, બીજાનું પહેરેલું વસ્ત્ર ધારણ કરવું જોઈએ નહિ.” IIII.
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy