SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૦ પંચપરમેષ્ઠિ પ્રત્યે વધતા જતા બહુમાનથી ઉત્પન્ન થતા રાગને કારણે ચિત્ત તેમના ગુણોથી ભાવિત થાય તે પ્રકારના પ્રણિધાનપૂર્વક જાપ કરવો જોઈએ. વળી, જાપના વિષયમાં પાદલિપ્તસૂરીશ્વરજીનું વચન આ પ્રમાણે છે – જાપ ત્રણ પ્રકારનો છે. મનથી, ઉપાંશુથી અને ભાષ્યના ભેદથી. ત્યાં માનસજાપ એટલે માત્ર નમસ્કારનાં પદોનું મનમાં સ્મરણ જેમાં શબ્દોચ્ચારણ નથી પરંતુ જેમ પ્રતિમાની ઉપસ્થિતિ કરતી વખતે ચક્ષુ સામે પ્રતિમાની આકૃતિની ઉપસ્થિતિ થાય છે, તેમ કમળપત્રાદિ પર સ્થાપન કરાયેલા નમસ્કારનાં પદોને ક્રમસર જોવા માટેનો મનોવ્યાપાર જે જાપમાં થાય છે તે “માનસજાપ' છે. પરંતુ સાક્ષાત્ શબ્દોલ્લેખપૂર્વક મનથી જાપ કરાતો નથી. વળી, બીજા વડે ન સંભળાય તેવો અંતરંગ જલ્પાકારરૂપ જે શબ્દથી જાપ કરાય છે તે ઉપાંશુ જાપ' છે. અને જે જાપ સ્પષ્ટ ઉચ્ચારણપૂર્વક બીજા સાંભળી શકે તે પ્રમાણે કરાય છે તે ભાષ્યજાપ' છે. માનસજાપ વિશિષ્ટ પ્રકારના યત્નથી સાધ્ય હોવાને કારણે સર્વ શ્રેષ્ઠ છે. ‘ઉપાંશુ જાપ” મધ્યમ છે અને ‘ભાષ્યજાપ' જઘન્ય છે. આમ છતાં આદ્યભૂમિકામાં ભાષ્યજાપથી જ અર્થની ઉપસ્થિતિ સુખપૂર્વક થાય છે. સુઅભ્યસ્તદશામાં ઉપાંશુ જાપથી પણ અર્થની ઉપસ્થિતિ થઈ શકે છે. તેથી તે વખતે ઉપાંશુ જાપ જ અધિક ઇષ્ટ છે. અને અત્યંત સુઅભ્યસ્તદશામાં માનસજાપથી પણ પંચપરમેષ્ઠિના ભાવોની ઉપસ્થિતિ થઈ શકે છે. તેથી તે ભૂમિકામાં માનસજાપ જ શ્રેષ્ઠ છે. માટે પોતાની ભૂમિકાનુસાર જે જાપનો બલસંચય થયો હોય તે પ્રકારે જાપમાં યત્ન કરવો જોઈએ. વળી, ચિત્તધૈર્ય માટે નવકારનાં પાંચ પદોને કે નવપદોને પણ શ્રાવકે આનુપૂર્વાથી ગણવાં જોઈએ. આ પ્રકારે વિધિપૂર્વક જાપ કરવો જોઈએ; કેમ કે જાપનું બહુફલાણું છે. કેમ જાપનું બહુફલાણું છે ? તેમાં સાક્ષી આપે છે – કોઈ વ્યક્તિ ભગવાનના ગુણોના પરિજ્ઞાનપૂર્વક ભગવાનની પૂજા કરે અને કોઈ વ્યક્તિ ભગવાનના ગુણોના પરિજ્ઞાનપૂર્વક ભગવાનની સ્તુતિ કરે તો પૂજા કરતાં સ્તોત્રમાં કોટિગણું ફળ મળે છે. વળી, કોઈ પુરુષ ભગવાનના ગુણોના પરિજ્ઞાનપૂર્વક જપ કરે તો સ્તોત્ર કરતાં કોટિગણું ફળ જાપમાં મળે છે. વળી ભગવાનના ગુણોના પરિજ્ઞાનપૂર્વક ભગવાનનું ધ્યાન કરે તો જાપ કરતાં કોટિગણું ફળ ધ્યાનથી મળે છે. વળી, કોઈ ભગવાનના ગુણોમાં લય પામે તો ધ્યાન કરતાં કોટિગણું ફળ લયમાં મળે છે. જેમ શ્રેણિક મહારાજા ભગવાનના ગુણોમાં લય પામ્યા તો તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. જેના ફળરૂપે વિરપ્રભુના સદશ આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થકર થશે. તેથી શક્તિ અનુસાર શ્રાવકે જેમ ભગવાનની પૂજામાં યત્ન કરવો જોઈએ, ભગવાનની સ્તોત્ર પૂજામાં યત્ન કરવો જોઈએ તેમ જપની પણ શક્તિ કેળવવી જોઈએ. જાપના અતિશય અભ્યાસથી જ ધ્યાનની પ્રાપ્તિ થાય છે. અને સુઅભ્યસ્ત ધ્યાન થાય ત્યારે લયની પ્રાપ્તિ થાય છે. વળી, જપ દ્વારા સંચિત વીર્યવાળા શ્રાવકે ધ્યાનમાં પણ ઉદ્યમ કરવો જોઈએ અને ધ્યાન કરવા અર્થે જિનજન્મભૂમિ આદિ રૂપ તીર્થસ્થાન કે અન્ય તીર્થભૂમિમાં આશ્રય કરવો જોઈએ અથવા ધ્યાનને અનુકૂળ સ્વાશ્મનો હેતુ એવા એકાંત સ્થાનનો આશ્રય કરવો જોઈએ. આનાથી એ પ્રાપ્ત થાય કે અત્યંત ઉપયોગપૂર્વક
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy