SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૦ નિર્વાણપદની કાંક્ષાવાળાઓ વડે ધ્યેય છે.” (યોગશાસ્ત્ર ૮/૭૧) અને આ રીતે=પૂર્વમાં બતાવ્યું એ રીતે, વિધિથી જાપ કરવો જોઈએ=જાગ્યા પછી નવકારનો વિધિપૂર્વક જાપ કરવો જોઈએ; કેમ કે જાપાદિનું બહુફલાણું છે. જે કારણથી કહેવાયું છે – “પૂજાના કોટિસમ સ્તોત્ર છે=કોડ વખત કરાયેલી પૂજા સમાન સ્તોત્રપૂજા છે. સ્તોત્રના કોટિ સમાન જાપ છે-કોડ વખત કરાયેલ સ્તોત્ર સમાન જાપ છે. જપ કોટિ સમાન ધ્યાન છે=ક્રોડ વખત કરાયેલ જપ સમાન ધ્યાન છે. ધ્યાન કોટિસમ લય છે ક્રોડ વખત કરાયેલ ધ્યાન સમાન લય છે.” III અને ધ્યાન સિદ્ધિ માટે જિનજન્મભૂમિ આદિ રૂપ તીર્થક્ષેત્ર અથવા અન્ય સ્વાથ્યના હેતુ એકાંત સ્થાનાદિનો આશ્રય કરવો જોઈએ. જે કારણથી ધ્યાનશતકમાં કહેવાયું છે – “યતિને નિત્ય જ સ્ત્રી-પશુ-નપુંસક કુશીલવજિત સ્થાનમાં રહેવું કહેવાયું છે. વિશેષથી ધ્યાનકાલમાં. ૧|| . વળી સ્થિરકૃતયોગવાળા નિશ્ચલ મનવાળા મુનિઓને ગામમાં, જનઆકીર્ણમાં, શૂન્યમાં કે અરણ્યમાં ધ્યાન કરવામાં કોઈ વિશેષ નથી. રા. તે કારણથી ધ્યાન કરનારને જ્યાં મન-વચન-કાયાના યોગોનું સમાધાન થાય=સ્થિરતા થાય. જીવોના ઉપરોધથી રહિત ધ્યાન કરનારાનો તે દેશ છે. III કાલ પણ સૂચિત છે. જેમાં ઉત્તમ યોગસમાધાન પ્રાપ્ત થાય છે. પરંતુ ધ્યાન કરનારના દિવસ-રાત્રિની વેલાદિ નિયમથી કહેવાયા નથી.” જા (ધ્યાનશતક ગા. ૩૫-૩૮) અને નમસ્કાર આ લોક અને પરલોકમાં અત્યંત ગુણને કરનાર છે. જે કારણથી ‘મહાનિશીથમાં કહેવાયું છે – “ભાવથી (નમસ્કાર મહામંત્રનું) ચિતવન કરનારા પુરુષના ચોર-વ્યાપદ જંગલી પશુ-વિષધર-જલ-અગ્નિ-બંધનના ભયાદિ નાશ પામે છે. રાક્ષસ-રણ અને રાજાના ભયાદિ નાશ પામે છે.” III. અન્યત્ર પણ કહેવાયું છે – “જન્મેલો પણ જો નવકાર બોલે છે. જે કારણથી જન્મેલાને ફલની રિદ્ધિ થાય છે. અવસાનમાં પણ મૃત્યુ સમયમાં પણ, નવકાર બોલે છે. જેનાથી મરેલો સુગતિમાં જાય છે. આવા આપત્તિમાં આવેલા વડે પણ નમસ્કાર બોલવું જોઈએ. જે કારણથી આપત્તિઓનું ઉલ્લંઘન થાય. ઋદ્ધિમાં પણ બોલવું જોઈએ=નવકાર બોલવો જોઈએ. જે કારણથી તે=ઋદ્ધિ, વિસ્તારને પામે છે. રા. નમસ્કારનો એક અક્ષર સાત સાગરોપમના પાપનો નાશ કરે છે. એક પદ ગણવાથી પચાસ સાગરોપમના પાપનો નાશ થાય છે. અને સમગ્ર નવકાર ગણવાથી પ૦૦ સાગરોપમના પાપનો નાશ થાય છે. આવા જે પુરુષ એક લાખ નવકાર ગણે છે. વિધિથી જિનનમસ્કારની પૂજા કરે છે, તે તીર્થંકરનામગોત્રનો બંધ કરે છે. સંદેહ નથી. જા જે પુરુષ આઠ ક્રોડ, આઠ લાખ, આઠ હજાર આઠસો ને આઠ (૮,૦૮,૦૮,૮૦૮) નવકાર ગણે છે તે ત્રીજા ભવમાં સિદ્ધિને પામે છે." Ifપા (નમસ્કાર પંચવિંશતિ)
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy