SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ ૧૯૩ છે. આ પ્રકારે બોલવાથી શ્રાવકને ઉપસ્થિતિ થાય છે કે મારે સંસારથી તરવું હોય તો શક્તિના પ્રકર્ષથી જિનને નમસ્કાર કરવામાં સદા ઉદ્યમ કરવો જોઈએ; કેમ કે જિનના ગુણોના સ્મરણપૂર્વક જિન તુલ્ય થવા અર્થે જ સર્વ શાસ્ત્રનો વ્યાપાર છે. તેથી જેઓ શક્તિ અનુસાર જિનવચનથી ભાવિત થાય છે, જિનવચનનું અધ્યયન કરે છે અને જિનવચન અનુસાર જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે જિનને નમસ્કાર કરવાની ક્રિયા તુલ્ય છે અને વિશેષથી જિનના ગુણોના ઉપયોગપૂર્વક કરાયેલી જિનની સ્તુતિ જિનને નમસ્કાર કરવારૂપ છે. અને તેના બળથી સ્ત્રી-પુરુષો સંસારસાગરથી તરે છે. અહીં પુરુષો કહેવાથી ધર્મના પ્રધાન અધિકારી પુરુષો છે તેમ સૂચિત થાય છે; કેમ કે પુરુષપણાની પ્રાપ્તિ વિશિષ્ટ પુણ્યથી થાય છે. અને તે પુણ્ય પણ ગુણનિષ્પત્તિમાં પ્રબળ અંગ છે. અને સ્ત્રીપણાની પ્રાપ્તિ પાપના ઉદયથી થાય છે. તેથી તે પાપપ્રકૃતિને કારણે પણ ઘણી તુચ્છપ્રકૃતિ સ્ત્રીઓને પ્રાપ્ત થાય છે. માટે સ્ત્રી પ્રધાન રીતે ધર્મની અધિકારી નથી. છતાં સ્ત્રીમાં પણ મોક્ષમાં જવાની યોગ્યતા છે. તેથી સ્ત્રીભવના દોષના કારણે કંઈક તુચ્છપ્રકૃતિઓની પ્રાપ્તિ હોવા છતાં યત્ન કરીને સ્ત્રીઓ પણ ગુણો પ્રાપ્ત કરી શકે છે. યાવત્ મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે. તે બતાવવા માટે સ્ત્રીનું ગ્રહણ કરેલ છે. આ ત્રણ સ્તુતિ ગણધરોએ રચી છે. અર્થાત્ સિદ્ધ ભગવંતનું સ્મરણ કર્યા પછી આસન્ન ઉપકારી એવા વીર ભગવંતને નમસ્કાર કરવાર્થે પ્રસ્તુત બે સ્તુતિ સુધર્માસ્વામીએ રચેલ છે. વળી, ભાવના પ્રકર્ષ અર્થે અન્ય પણ બે સ્તુતિઓ સુવિહિત આચાર્યો બોલે છે. જેમાં એક નેમનાથ ભગવાનની સ્તુતિ છે અને બીજી અષ્ટાપદ પર રહેલા ચોવીશ તીર્થકરોની સ્તુતિ છે. જેનાથી શ્રાવકને ઉપસ્થિતિ થાય છે કે જેમ વીર ભગવાનને નમસ્કાર કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે તેમ ઉર્જિત શૈલના શિખર ઉપર દીક્ષા-કેવલજ્ઞાનમોક્ષ થયાં છે જેમના એવા ધર્મચક્રવર્તી અરિષ્ટનેમિને હું નમસ્કાર કરું છું. જેઓ વીર ભગવાન તુલ્ય જ છે. તેથી તેઓને નમસ્કાર કરવાથી પણ અવશ્ય સંસારનો ક્ષય થાય છે. આ રીતે તેમનાથ ભગવાનની સ્તુતિ કરવાથી દસમો અધિકાર (૧૦) પૂર્ણ થાય છે. ત્યારપછી અષ્ટાપદ પર રહેલા ૪-૮-૧૦-૨ એ ક્રમથી સ્થાપિત થયેલા ચોવીશે જિનેશ્વરોને નમસ્કાર કરવાથું કહે છે. જે ચોવીશે તીર્થકરો પરમાર્થથી નિષ્ઠિત અર્થવાળા સિદ્ધ થયેલા છે એવા તે મહાત્માઓ મને સિદ્ધિને આપો. આ પ્રકારે તેઓની પ્રાર્થના કરીને તેમની જેમ પરમાર્થના નિષ્ઠિત અર્થવાળા થવા માટે શ્રાવક પોતાનું બળ સંચય કરે છે. અને જીવનો પરમાર્થ કર્મના ઉપદ્રવોનો નાશ છે. અને તેની નિષ્ઠા સર્વ કર્મ રહિત અવસ્થા છે. અને તેવી અવસ્થાને પામેલા સિદ્ધ ભગવંતો છે. અને તેઓનું અવલંબન લઈને કરાતો યત્ન સિદ્ધિ આપવા માટે સમર્થ છે. તેથી તે પ્રકારની માંગણી કરીને શ્રાવક પણ તેઓના અવલંબનથી સિદ્ધ તુલ્ય થવા યત્નશીલ બને છે. અહીં અગિયારમો અધિકાર (૧૧) પૂર્ણ થાય છે. ટીકા : एवमेतत्पठित्वोपचितपुण्यसम्भार उचितेष्वौचित्येन प्रवृत्तिरिति ज्ञापनार्थं पठति पठन्ति वा'वेयावच्चगराणं संतिगराणं सम्मद्दिट्ठिसमाहिगराणं करेमि काउस्सग्गं ।'
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy