SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર / શ્લોક-૧૧ છે. તેને મૃતધર્મને, હું વંદન કરું છું એમ અવય છે. હિં=જે કારણથી, શ્રતધર્મ પ્રાપ્ત થયે છતે વિવેકીપુરુષોની મોહજાલ વિલય પામે જ છે. આ રીતે-પૂર્વમાં કહ્યું એ રીતે, મૃતધર્મને અભિવંદન કરીનેત્રસ્તુતિ કરીને, તેના જ મૃતધર્મના જ, ગુણ-ઉપદર્શન દ્વારા અપ્રમાદ ગોચરતાને વિવેકીપુરુષે મૃતધર્મમાં અપ્રમાદ કરવો જોઈએ એ પ્રકારની અપ્રમાદ વિષયતાને, બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – “જાતિ=જન્મ, જરા-મરણ-રોગ-શોકનો નાશ કરનાર, પુષ્કળ કલ્યાણ અને વિશાળ સુખને લાવનાર, દેવ-દાનવનરેન્દ્ર ગણથી અચિત એવા શ્રતધર્મના સારને પામીને કોણ પ્રમાદ કરે ?=મૂર્ખ પ્રમાદ કરે.” ધર્મના=શ્રતધર્મના, સાર=સામર્થ્યને જાણીને, શ્રતધર્મથી કહેવાયેલા અનુષ્ઠાનમાં કોણ સચેતન પ્રમાદ-અનાદર કરે ? અર્થાત્ કોઈ સચેતન પ્રમાદ કરે નહિ. કેવા પ્રકારના વિશિષ્ટ એવા શ્રતધર્મને ? એથી કહે છે. જાતિ જન્મ, જરા વૃદ્ધાવસ્થા, મરણ=પ્રાણનાશ, શોકમાનસદુઃખવિશેષ, તેનો નાશ કરે છે=દૂર કરે છે, એ જાતિ-જરા-મરણ-શોક પ્રણાશક છે, તેના સારને પામીને કોણ પ્રમાદ કરે ? એમ અવય છે. હિં=જે કારણથી, મૃતધર્મના અનુષ્ઠાનથી જાત્યાદિ નાશ જ પામે છે. આના દ્વારા આ જાઈ-જરા આદિ વિશેષણ દ્વારા, આતું=શ્રુતધર્મનું, અનર્થ પ્રતિઘાતીપણું કહેવાયું. કલ્ય=આરોગ્ય તેને લાવે છે એ કલ્યાણ. પુષ્કલ-સંપૂર્ણ અને તેસુખ અલ્પ નહિ, પરંતુ વિશાલ વિસ્તીર્ણ, એવા પ્રકારનું સુખ પ્રાપ્ત કરાવે છે એ કલ્યાણ પુષ્કર વિશાલ સુખને લાવનાર છે તેના સારને પામીને કોણ પ્રમાદ કરે ? એમ અવાય છે. અને તે રીતે=ભૃતધર્મના કહેવાયેલા અનુષ્ઠાનથી જાતિ આદિ અનર્થોનું નિવારણ થાય છે અને વિશાળ કલ્યાણ આદિની પ્રાપ્તિ થાય છે એમ પૂર્વમાં કહ્યું તે રીતે, મૃતધર્મમાં કહેવાયેલા અનુષ્ઠાનથી પૂર્વમાં કહેવાયેલા લક્ષણવાળું મોક્ષસુખ પ્રાપ્ત કરાય જ છે. અને આવા દ્વારા=શ્રતધર્મ કલ્યાણ આદિને લાવનાર છે એમ કહ્યું એના દ્વારા, આવું=શ્રતધર્મનું, વિશિષ્ટ અર્થપ્રાપકપણું કહે છે. અને દેવો-દાનવો અને નરેન્દ્રોના સમૂહથી અચિત પૂજિત, એવા શ્રુતધર્મના સારને પામીને કોણ પ્રમાદ કરે ? એમ અવય છે. સુરગણ નરેન્દ્રથી મહિત એ પ્રકારના આનું જs શ્રતધર્મનું જ, નિગમત દેવ-દાનવ ઈત્યાદિ છે. અને જે કારણથી આ પ્રમાણે છે સુરગણ નરેન્દ્ર મહિતનું દેવ-દાનવ ઈત્યાદિ નિગમન છે. આથી કહે છે – “સિદ્ધ એવા શ્રુતધર્મમાં ભો !=તમે જુઓ, હું પ્રયત્નવાળો છું. જિનમતને નમસ્કાર કરું છું. જે જિનમત પ્રાપ્ત થયે છતે દેવ-નાગ-સુવન્ન-કિલરગણના સમૂહથી સદ્ભાવપૂર્વક અચિત એવા સંયમમાં સદા નંદી છે=સદા સમૃદ્ધિ છે. ન–=જ્યાં=જે જિનમતમાં, લોક જ્ઞાન પ્રતિષ્ઠિત છે. અને આ જગત પ્રતિષ્ઠિત છે આ જગત શેય રૂપે પ્રતિષ્ઠિત છે. અને તે જગત ગૈલોક્ય મત્ય અને અસુર રૂપ છે. આવા પ્રકારનો મૃતધર્મ શાશ્વત વૃદ્ધિ પામો સતત વૃદ્ધિ પામો. વિજ્ય પામો. ધર્મ ઉત્તરમાં વૃદ્ધિ પામો ચારિત્રધર્મની ઉત્તરમાં વૃદ્ધિ પામો.” સિદ્ધગુફલ અવ્યભિચારથી પ્રતિષ્ઠિત=અવશ્ય ફલ સંપાદન સામર્થ્યવાળું અથવા સિદ્ધ સકલ નય વ્યાપકપણાને કારણે અને ત્રિકોટિ પરિશુદ્ધપણાને કારણે પ્રખ્યાત, તેમાં=સિદ્ધ એવા શ્રુતધર્મમાં, ભો ! એ શબ્દ અતિશયવાળા મહાત્માને આમંત્રણ અર્થમાં છે. તેનાથી શું પ્રાપ્ત થાય ? એ સ્પષ્ટ કરે
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy