SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ ચોવીશ(૨૪) તીર્થકરોની સ્તુતિ કરીને, સર્વલોકમાં જ અઈચૈત્યોને વંદનાદિ માટે વંદન-પૂજન આદિ માટે, કાયોત્સર્ગ કરવાર્થે આ=આગળમાં કહેવાશે એ સૂત્ર, એક બોલે છે અથવા બધા બોલે છે. સર્વલોકમાં વર્તતાં અરિહંત ચૈત્યોનાં વંદન-પૂજનાદિ અર્થે કાઉસ્સગ્ન કરું છું. ઈત્યાદિથી માંડી વોસિરામિ સુધી બોલે છે.” સૂત્રની વ્યાખ્યા પૂર્વની જેમ છે અરિહંત ચેઈઆણં સૂત્રના અર્થો કર્યા એ પ્રમાણે છે. કેવલ સર્વ એવો લોક અધ-ઊર્ધ્વ અને તિચ્છતા ભેજવાળો તેમાં ત્રણલોકમાં, એ પ્રકારનો “સબલોએ'નો અર્થ છે. અધોલોકમાં ચમરાદિ ભવનોમાં અરિહંતનાં ચૈત્યો છે. તિચ્છલોકમાં દ્વીપપર્વત-જ્યોતિષ્કનાં વિમાનોમાં અરિહંતનાં ચૈત્યો છે. ઊર્ધ્વલોકમાં સૌધર્માદિ દેવલોકમાં અરિહંતનાં ચેત્યો છે અને તેથી મૂળ ચૈત્ય સમાધિનું કારણ છે=જે પોતાની સન્મુખ જિનાલય વિદ્યમાન છે તે સમાધિનું કારણ છે એથી મૂળ પ્રતિમાની પહેલાં સ્તુતિ કહેવાઈ અરિહંત ચેઇઆણ પદ દ્વારા સ્તુતિ કહેવાઈ. હવે સર્વ અરિહંતો તદ્દગુણવાળા છે=જે અરિહંતની પોતે સ્તુતિ કરી તેવા જ ગુણવાળા છે એથી સર્વલોકનું ગ્રહણ છે. તેના અનુસારથી=સર્વલોકની જિનપ્રતિમાના અનુસરણથી, સર્વ તીર્થકરોની સાધારણ સ્તુતિ છે. અન્યથા અન્ય કાયોત્સર્ગમાં અન્ય સ્તુતિ છે એ સમ્યફ નથી; કેમ કે અતિપ્રસંગ છે. એથી સર્વ તીર્થકરોની સ્તુતિ કહેવાઈ. આ સર્વલોકના સ્થાપના અરિહંતના સ્વરૂપવાળો પાંચમો અધિકાર છે. હવે જેના વડે તે ભગવાન અને તેમના વડે કહેવાયેલા ભાવો સ્પષ્ટ પ્રાપ્ત થાય છે, પ્રદીપસ્થાનીય એવું તે સમ્યફ શ્રુત કીર્તન માટે યોગ્ય છે. ત્યાં પણ શ્રુતના કીર્તનમાં પણ, તેના પ્રણેતુ એવા ભગવાનની તેમાં પ્રથમ સ્તુતિ કરે છે=શ્રતના કીર્તનમાં પ્રથમ અરિહંત ભગવાનની સ્તુતિ કરે છે. પુષ્પરાવર્ત એવો દ્વીપાર્ધ, ધાતકીખંડ અને જંબુદ્વીપ એમાં ભરત, ઐરાવત અને મહાવિદેહમાં ધર્મના આદિકરને હું નમસ્કાર કરું છું.” ભરત=ભારતક્ષેત્ર, એરવત=રવતક્ષેત્ર, વિદેહ એ ભીમો ભીમસેન એ પ્રકારના વ્યાયથી મહાવિદેહ ક્ષેત્ર. એ રીતે સમાહાર ઢંઢ. તેઓમાંeભરત-ઐરવત-વિદેહમાં, ધર્મના મૃતધર્મના, આદિ કરનારાઓને સૂત્રથી પ્રથમ કરવાના સ્વભાવવાળા એવા તીર્થકરોને, હું નમસ્કાર કરું છું=સ્તુતિ કરું છું. ક્યાં આ ભરત-ઐરવત-મહાવિદેહ ક્ષેત્ર છે? એથી કહે છે – પુષ્કરો પડ્યો, તેનાથી શ્રેષ્ઠ પુષ્કરવર=પુષ્કરોથી શોભતો પુષ્કરદ્વીપ, તે એવો આ દ્વીપ તે પુષ્કરવરદ્વીપ. ત્રીજો દ્વીપ તેનો અર્ધ-માનુષોત્તરપર્વતથી અર્વાફ ભાગવર્તી, ત્યાં બે ભરત, બે એરવત, બે મહાવિદેહ અને ઘાતકીના ખંડો ધાતકીવૃક્ષનાં વનો છે જેમાં, એ ઘાતકીખંડદ્વીપ તેમાં બે ભરત, બે એરવત, બે મહાવિદેહ છે. જંબુથી ઉપલક્ષિત અથવા તપ્રધાન=જંબુપ્રધાન એવો દ્વીપ જંબુકીપ. અહીં=જંબુદ્વીપમાં, એક ભરત, એક એરવત અને એક મહાવિદેહ એ પ્રમાણે આ પંદર કર્મભૂમિ છે. વળી શેષ અકર્મભૂમિ છે. જેને કહે છે. “દેવકુરુ-ઉત્તરકુરુથી અન્યત્ર=દેવકુરુ-ઉત્તરકુરુને છોડીને ભરત-એરવત-વિદેહ કર્મભૂમિ છે.” (શ્રી તત્વા. અ. ૩-૧) અને મહારક્ષેત્રના પ્રાધાન્યનું અંગીકરણ હોવાથી પશ્ચાતુપૂર્વીથી નિર્દેશ છેeગ્રંથકારશ્રીએ પ્રથમ પુષ્પરાવર્તદ્વીપથી કહેવાનો પ્રારંભ કર્યો છે અને ધર્મનું આદિકરપણું વચનના અપૌરુષેયપણાના નિરાકરણથી જ વ્યક્તિ છે અને કહેવાયું છે.
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy