SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ જે તીર્થંકરો થયા છે તેઓના એક ક્ષેત્ર નિવાસાદિથી આસ ઉપકારીપણું હોવાને કારણે કીર્તન માટે શ્રાવક ચતુર્વિશતિસ્તવ બોલે છે=એક શ્રાવક બોલે છે અથવા ઘણા શ્રાવકો બોલે છે=બીજા ઘણા શ્રાવકો વિવેકપૂર્વક મનમાં બોલે છે. લોકના ઉધોતને કરનારા, ધર્મતીર્થને કરનારા જિન એવા અરિહંત ચોવીશ પણ કેવલીનું હું કીર્તન કરીશ.” III અરહંત' એ વિશેષ પદ છે. ઉક્ત નિર્વચનથી “અહમ્ =નમુત્થરં સૂત્રમાં “અરિહંતાણં' પદમાં કહેવાયેલા સ્વરૂપથી અહ છે. કીર્તન કરીશ=નામના ઉચ્ચારણપૂર્વક સ્તુતિ કરીશ. અને તે=અરિહંતો રાજ્યાવસ્થામાં દ્રવ્યઅરિહંતો હોય છે. એથી ભાવ અરિહંતના પ્રતિપાદન માટે કહે છે. કેવલીની-ઉત્પન્ન કેવલજ્ઞાનવાળા ભાવ અરિહંતોની હું સ્તુતિ કરીશ એમ અવય છે. આના દ્વારા જ્ઞાનાતિશય કહેવાયો. તેમની સંખ્યાને કહે છે =કીર્તનના વિષયભૂત તીર્થકરોની સંખ્યાને કહે છે. ચોવીશ'=ચોવીશ તીર્થકરોનું હું કીર્તન કરીશ. “પ' શબ્દથી અન્યનું પણ=અન્ય તીર્થકરોનું પણ, હું કીર્તન કરીશ. કેવા વિશિષ્ટ અરિહંતોનું હું કીર્તત કરીશ ? એથી કહે છે. લોકના ઉધોતને કરતારા એવા તીર્થકરોનું હું કીર્તન કરીશ એમ અત્રય છે. પ્રમાણથી દેખાય છે એ લોક છે. પંચાસ્તિકાયાત્મક લોક છે. કેવલાલોકના પ્રકાશથી તેના ઉદ્યોતને કરવાના સ્વભાવવાળા ભગવાનનું હું કીર્તન કરીશ એમ અન્વય છે=સર્વ લોકને પ્રકાશન કરવાના સ્વભાવવાળા એવા તીર્થકરોનું હું કીર્તન કરીશ એમ અવાય છે. “ નથી શંકા કરે છે. “કેવલિન' એ શબ્દ કહેવાથી જ આ ગાતાર્થ છેઃલોક ઉદ્યોતકર શબ્દનો અર્થ પ્રાપ્ત થાય છે; કેમ કે લોકને ઉદ્યોત કરવાના સ્વભાવવાળા જ કેવલી છે. તેને ગ્રંથકારશ્રી કહે છે. તારી વાત સાચી છે. વિજ્ઞાનઅદ્વૈતના તિરાસથી ઉદ્યોત કરનારાથી ઉદ્યોત્યના પંચાસ્તિકાયમય લોકના ભેદને બતાડવા માટે કેવલીથી પૃથક ઉદ્યોતકર ગ્રહણ કરાયેલ છે. અને તે લોકઉદ્યોતકરપણું શ્રાવકોના ઉપકાર માટે છે. અને અનુપકારીની કોઈ પણ સ્તુતિ કરતો નથી. એથી ઉપકારપણાના પ્રદર્શન માટે કહે છે. ધર્મતીર્થને કરનારા એવા ભગવાનનું હું કીર્તન કરીશ એમ અવય છે. ધર્મ ઉક્ત સ્વરૂપવાળો છે. આનાથી તરાય એ તીર્થ છે. ધર્મપ્રધાન તીર્થ ધર્મતીર્થ છે. ધર્મના ગ્રહણથી દ્રવ્યતીર્થ રૂપ નદી આદિનું અને શાક્યાદિ સંબંધી અધર્મપ્રધાન તીર્થનો પરિહાર કરાયો. તકરણ સ્વભાવવાળા= ધર્મતીર્થને કરવાના સ્વભાવવાળા, તેઓનું હું કીર્તન કરીશ એમ અવય છે. ધર્મતીર્થકરોનું જ સ્વરૂપ સ્પષ્ટ કરે છે. દેવ સહિત મનુષ્ય અને અસુરોની પર્ષદામાં સર્વભાષામાં પરિણામી એવી વાણીથી ધર્મપ્રવર્તક એવા અરિહંતોની હું સ્તુતિ કરીશ. આનાથી ધમતિવૈયરે ધર્મતીર્થંકર પદથી પૂજાતિરાય અને વયનાતિશય કહેવાયો. “અપાયાપગમાતિશય'કહે છે. “જિનોને' રાગ-દ્વેષાદિને જીતનારા એવા જિનોનું હું કીર્તન કરીશ એમ અવાય છે. જે કહેવાયું છે. હું કીર્તન કરીશ' એથી તેના કીર્તન કરતાં કહે છે –
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy