SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ છે. “અન્નત્થ ઊસસિએણ' ઇત્યાદિ આગારપૂર્વક રહું છું એમ અવાય છે. અહીં પણ=અરિહંતચેઈઆણં * સૂત્રમાં પણ, વિશ્રામ અષ્ટકને જણાવનારા પદો છે. ૧. અરિહંત, ૨. વંદન, ૩. શ્રદ્ધા, ૪. અન્નત્ય, ૫. સુહુમ, ૬. એવ, ૭. જા, ૮. તાવ અડપેય સંપય તેઆલા=૮ સંપદા, પદ ૪૩ અને વર્ણ ૨૩૦ છે.” ભાવાર્થ : નમુત્થણં' સૂત્રમાં અંતે દ્રવ્યતીર્થકરોને નમસ્કાર કર્યા ત્યાં કોઈ શંકા કરે છે. દ્રવ્યતીર્થંકર નરક કે દેવગતિમાં રહેલા છે. છતાં ભાવઅરિહંતની જેમ તેઓ વંદનયોગ્ય કઈ રીતે કહી શકાય ? અર્થાત્ તેમને વંદન થઈ શકે નહિ તેના સમાધાનરૂપે કહે છે. સર્વ અરિહંતોમાં નામ-સ્થાપના-દ્રવ્ય અરિહંતોને જ્યારે નમસ્કાર કરાય છે ત્યારે હૃદયમાં તેઓની ભાવઅવસ્થાને સામે રાખીને જ નમસ્કાર કરાય છે. અર્થાત્ ભાવ અરિહંતનું આ નામ છે. માટે સ્મરણ કરવા યોગ્ય છે. ભાવ અરિહંતની આ સ્થાપના છે, માટે નમસ્કાર કરવા યોગ્ય છે તેમ આ ભાવ અરિહંતનું દ્રવ્ય છે, તે પ્રકારના પ્રતિસંધાનથી દ્રવ્ય અરિહંતને નમસ્કાર કરાય છે. તેથી “નમુત્થણે સૂત્રથી પ્રથમ ભાવ-અરિહંતને નમસ્કાર કર્યા પછી “જે અઈઆ સિદ્ધા...” પદથી દ્રવ્ય અરિહંતના વંદનનો આ બીજો અધિકાર છે. ત્યારપછી ત્રીજા અધિકારરૂપે સ્થાપના અરિહંતોને નમસ્કાર કરવા માટે શ્રાવક ઊભો થાય છે અને સ્થાપના અરિહંતને નમસ્કાર કરવા માટે જિનમુદ્રામાં જે રીતે બે પગ પાછળમાં ચાર આંગળનું અંતર રાખીને અને આગળમાં ચાર આંગળથી કંઈક અધિક અંતર રાખીને ઊભા રહે છે, તે રીતે અને બે હાથ જોડીને યોગમુદ્રાથી અરિહંતચેઇઆણં સૂત્રનો પાઠ કરે છે તેનો અર્થ આ પ્રમાણે છે. અરિહંતોનાં ચૈત્યો એટલે ભાવતીર્થકરની સ્થાપના રૂપ જિનપ્રતિમા, તેઓને વંદન નિમિત્તે, પૂજન નિમિત્તે, સત્કાર નિમિત્તે અને સન્માન નિમિત્તે હું કાઉસ્સગ્ન કરું છું. એ પ્રકારે “અરિહંત ચેઇઆણં' સૂત્રથી શ્રાવક પ્રતિસંધાન કરીને બોલે છે. જેના દ્વારા ભાવતીર્થંકરની આ જિનપ્રતિમા છે અને ભાવતીર્થકરનું સ્મરણ કરીને તેઓ પ્રત્યે ભક્તિનો પરિણામ અતિશય થાય તે માટે વંદન-પૂજન-સત્કાર-સન્માનરૂપ ચાર ક્રિયા કરાય છે. જેના દ્વારા પૂજ્ય એવા તીર્થંકર પ્રત્યે બહુમાનનો પરિણામ અતિશયવાળો થાય છે અને તેવા ભાવની વૃદ્ધિના નિમિત્તે શ્રાવક કાઉસ્સગ્ન કરે છે. તેથી વંદન-પૂજન-સત્કાર અને સન્માનનું જે ફળ છે તે મને પ્રસ્તુત કાયોત્સર્ગથી પ્રાપ્ત થાઓ એ પ્રકારનો અભિલાષ શ્રાવક કરે છે. જેનાથી એ પ્રાપ્ત થાય કે વંદન-પૂજન-સત્કાર-સન્માન દ્વારા જેમ વીતરાગના રાગની વૃદ્ધિ કરાય છે તેમ પ્રસ્તુત કાયોત્સર્ગ દ્વારા મારા ચિત્તમાં વીતરાગ પ્રત્યેનો રાગ અત્યંત વૃદ્ધિ પામે એવો અભિલાષ કરાય છે. કેમ વીતરાગ પ્રત્યેનો રાગ વૃદ્ધિ પામે ? તેવો અભિલાષ પ્રસ્તુત કાયોત્સર્ગથી કરાય છે ? તેથી કહે છે. બોધિલાભની પ્રાપ્તિ માટે વંદન-પૂજનાદિના ફળની ઇચ્છા કરાય છે. કેમ બોધિલાભની પ્રાપ્તિ માટે વંદનાદિ કરાય છે ? તેથી કહે છે. સર્વ ઉપસર્ગ રહિત મોક્ષરૂપ ફળ માટે બોધિલાભની ઇચ્છા કરાય છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે સર્વ ઉપસર્ગ રહિત મોક્ષ જીવને અત્યંત સુખાકારી છે. માટે વિવેકીપુરુષને અત્યંત ઇચ્છનીય છે. માટે તેની
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy