SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૧ તેથી તે જીવોમાં કલ્યાણને અનુકૂળ ધર્મની ભૂમિકાની કારણીભૂત ધૃતિ પ્રગટે છે. માટે તેઓ સ્વસ્થતાથી આત્મહિતની કંઈક વિચારણા કરી શકે તેવી સ્વસ્થતા પ્રાપ્ત કરે છે જે અભયની પ્રાપ્તિ સ્વરૂપ છે. અને આવી ચિત્તની ભૂમિકા યોગ્ય જીવોને ભગવાનથી પ્રાપ્ત થાય છે. માટે ભગવાન અભયને દેનારા છે. ૧૪૫ વળી, ભગવાન ચક્ષુને દેનારા છે. યોગની પ્રથમ ભૂમિકારૂપ અભયની પ્રાપ્તિ પછી યોગ્ય જીવોને તત્ત્વને જોવા માટે અનુકૂળ અંતરંગ ચક્ષુ પ્રગટે છે. જે ચક્ષુની પ્રાપ્તિ ભગવાનના ઉપદેશથી અથવા ભગવાનની પ્રતિમાનાં દર્શનથી પ્રાપ્ત થાય છે અને તે ચક્ષુ તત્ત્વના બોધનું કારણ બને છે. તેથી ભગવાન પ્રથમ ભૂમિકાવાળા જીવોને સ્વસ્થતારૂપ અભય આપે છે. જે યોગમાર્ગ પ્રત્યેની રુચિ સ્વરૂપ છે. જે જીવોને સંસારના ઉચ્છેદને અનુકૂળ એવા માર્ગને અનુસરનારી રુચિ પ્રાપ્ત થઈ છે તે વસ્તુતત્ત્વને જોનારી નિર્મળ ચક્ષુ સ્વરૂપ છે. અને તેવી ચક્ષુ ભગવાનથી પ્રાપ્ત થાય છે. માટે ભગવાન ચક્ષુને દેનારા છે. વળી ભગવાન માર્ગને દેનારા છે. જે માર્ગ ઉત્તરોત્તરના ગુણસ્થાનકની પરિણતિમાં જવા માટે સમર્થ એવો જીવનો ક્ષયોપશમ છે. તેથી ચક્ષુને પામ્યા પછી જે જીવો શક્તિ અનુસાર જિનવચનનું અવલંબન લઈને મોહના ઉચ્છેદનો માર્ગ વક્રતા વગર જાણવા યત્ન કરે છે, તેઓને જિનવચનના અવલંબનથી કે ભગવાનનાં દર્શનથી તે પ્રકા૨ની માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટે છે. જેના બળથી ચિત્તની વક્રતા વગર સૂક્ષ્મતત્ત્વને જાણવા માટે સમર્થ બને તેવી પ્રજ્ઞા તેઓને પ્રગટે છે. જે માર્ગની પ્રાપ્તિરૂપ છે. અને આ માર્ગની પ્રાપ્તિ હેતુ-સ્વરૂપ-ફલથી શુદ્ધ એવી સુખ સ્વરૂપ છે, એમ કેટલાક કહે છે. એથી એ પ્રાપ્ત થાય કે માર્ગનો હેતુ નિર્મળચક્ષુ છે. માર્ગનું સ્વરૂપ ચિત્તનું અવક્રગમન છે. અને માર્ગગમનનું ફલ ઉત્તરોત્તરના ગુણસ્થાનકની યોગની ભૂમિકાની પ્રાપ્તિ છે. તેથી જેઓને તત્ત્વને જોવા માટે નિર્મળચક્ષુની પ્રાપ્તિ થઈ છે, તેઓ વક્રતા વગર તત્ત્વને જોવા માટે માર્ગાનુસારી ઊહ કરે છે. તેઓ પોતાના ચિત્તના અવક્રગમનના ફળરૂપે ઉપરઉપરના યોગમાર્ગનાં રહસ્યો પામે છે અને તેવા માર્ગને દેનારા ભગવાન છે. વળી ભગવાન શરણને દેનારા છે. ભયથી આર્ત થયેલા જીવોનું રક્ષણ કરનારા ભગવાન હોવાથી ભગવાન શરણને દેનારા છે. જે સંસારના વાસ્તવિક સ્વરૂપના યથાર્થબોધના કારણે તેમાંથી બહાર નીકળવાના ઉપાયની પ્રાપ્તિ થવાથી સમાશ્વાસનના સ્થાન જેવું શરણ છે. અર્થાત્ હવે આ ભગવાનના વચનના બળથી નક્કી હું ચારગતિની વિડંબનામાંથી મુક્ત થઈ શકીશ તેવો યથાર્થબોધ થવાથી તે જીવોને આશ્વાસન મળે છે કે ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને સર્વ વિડંબનાઓથી હું મુક્ત થઈ શકીશ. તેવા આશ્વાસન જેવું શરણ છે. અને તે તત્ત્વચિંતારૂપ અધ્યવસાય છે. અર્થાત્ જેઓને ભગવાનનું શરણ મળ્યું છે તેઓ “સંસારવર્તી જીવો કઈ રીતે વિડંબના પામે છે ? તેમાંથી મુક્ત થવાનો ઉપાય શું છે ? મુક્ત થયેલા જીવો કઈ રીતે સર્વ ઉપદ્રવ વગરના હોવાથી સુખી છે ?” તેના પરમાર્થને જાણવા સદા યત્ન કરે છે. આવા પ્રકારના સમાશ્વાસન સ્વરૂપ શરણ છે. જેને કેટલાક ‘વિવિદિશા' કહે છે. અર્થાત્ તત્ત્વને જાણવા માટે વિશેષ પ્રકારની ઇચ્છા સ્વરૂપ કહે છે. અને જેઓને તત્ત્વચિંતારૂપ અધ્યવસાય પ્રગટે છે. તેઓને શુશ્રુષા-શ્રવણ-ગ્રહણ-ધારણા-વિજ્ઞાન-ઈહ-અપોહ-તત્ત્વ અભિનિવેશ આદિ આઠ બુદ્ધિના ગુણો પ્રગટે છે. તેથી તેવા જીવો મુગ્ધ જીવોની જેમ ખાલી સાંભળવા પ્રયત્ન કરતા નથી. પરંતુ તત્ત્વની દૃષ્ટિ 2
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy