SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ - ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | બ્લોક-૧ ઈન્દ્રિયનું ભાવેદ્રિયપણું છે. અને તેનું ભાવેન્દ્રિયનું મતિજ્ઞાનનો ઉપયોગ સ્વસંવેદિતરૂપપણું છે. જેને કહે છે – “અપ્રત્યક્ષ ઉપલંભની અર્થદષ્ટિ પ્રસિદ્ધ થતી નથી.” (પ્રમાણવિનિશ્ચયપરિચ્છેદ-૧) અને આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, બુદ્ધપણું સિદ્ધ થયું=ભગવાનમાં બુદ્ધપણું સિદ્ધ થયું. એ રીતે=ભગવાન સ્વયં બોધવાળા હતા એ રીતે, બીજાઓને પણ બોધ કરાવે છે=ભગવાન બીજાઓને પણ બોધ કરાવે છે, એથી બોધક છે. તેઓને નમસ્કાર થાઓ એમ અવય છે. “મુત્તાણું મોઅગાણં' - આ પણ=ભગવાન પણ, જગતક એવા ઈશ્વરમાં લીન મુક્ત છે એ પ્રમાણે કહેનારા મુક્તવાદી સંતપનના શિષ્યો વડે તત્વથી અમુક્તાદિ જ ઈચ્છાય છે, કેમ કે “બ્રહ્મની જેમ બ્રહ્મસંગતોની સ્થિતિ છે.” એ પ્રમાણે તેઓનું વચન છે. આનું નિરાકરણ કરવાની ઈચ્છાથી કહે છે. મુક્ત અને મોચક એવા ભગવાનને નમસ્કાર થાઓ એમ અવય છે. ચારગતિના વિપાકવાળા ચિત્રકર્મબંધથી મુક્તપણું હોવાને કારણે મુક્ત છે કૃતકૃત્ય છેઃનિષ્ઠિત અર્થવાળા છે. એ પ્રકારનો અર્થ છે. અને જગતને કરવામાં લય હોતે છતે તિષ્ઠિતાર્થપણું સંભવતું નથી; કેમ કે જગતના કરણથી કૃતકૃત્યપણાનો અયોગ છે. અને હીરાદિકરણમાં રાગદ્વેષનો અનુવંગ છે=રાગ-દ્વેષની પ્રાપ્તિ છે. અને અન્યત્ર=અન્યમાં, અન્યનો લય સંભવતો નથી; કેમ કે એકતરના અભાવનો પ્રસંગ છે. આ રીતે જગકર્તામાં લયનો અભાવ હોવાથી મુક્તપણાની સિદ્ધિ છે. એ રીતે=ભગવાન જે રીતે મુક્ત થયા એ રીતે, અત્યજીવોને મુક્ત કરાવે છે. એથી મોચક છે=ભગવાન મોચક છે. તેઓને નમસ્કાર થાઓ એમ અવય છે. અને આ રીતે જિતત્વ, જાપકત્વ, તીર્ણત્વ, તારકત્વ, બુદ્ધત્વ, બોધકત્વ, મુક્તત્વ, મોચકત્વ વડે સ્વ-પરવી હિતની સિદ્ધિ હોવાથી આત્મતુલ્યપરલૂકતૃત્વ સંપન્ આઠમી છે. સવ્વલૂર્ણ સબૂદરિસીપ્સ: આ પણ=ભગવાન પણ બુદ્ધિના યોગથી જ્ઞાનવાદી એવા કપિલદર્શનવાળા વડે અસર્વજ્ઞ અને અસર્વદર્શી ઇચ્છાય છે; કેમ કે બુદ્ધિ અધ્યવસિત અર્થ પુરુષ જાણે છે. એ પ્રકારનું કપિલદર્શનનું વચન છે. એના નિરાકરણ માટે કહે છેઃકપિલના મતના નિરાકરણ માટે કહે છે. સર્વજ્ઞ-સર્વદર્શી એવા ભગવાનને નમસ્કાર થાઓ એમ અવાય છે. સર્વને જાણે છે એથી સર્વજ્ઞ છે. સર્વતે જુએ છે એ પ્રકારના શીલવાળા સર્વદર્શી છે; કેમ કે તસ્વભાવપણું હોતે છતે સર્વરૂપ સર્વદર્શી સ્વભાવપણું હોતે છતે નિરાવરણપણું છે અને કહેવાયું છે. શીતાંશુની જેમ=ચંદ્રની જેમ, જીવ ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી રહેલો છે. અને ચંદ્રિકા ચાંદની, જેવું વિજ્ઞાન છે. અભ્રની જેમ વાદળની જેમ, તેનું આવરણ છે=જ્ઞાનનું આવરણ છે.” (યોગદષ્ટિસમુચ્ચય-ગા. ૧૮૩) કારણના અભાવમાં=બુદ્ધિ રૂપ કારણના અભાવમાં, કર્તા તત્કલાસાધક નથી=બુદ્ધિના ફલનો
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy