SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ પ્રાયઃ પુરુષાશ્રિત આ સંભાવના કરાય છે; કેમ કે સૂર્યાભવિજયદેવાદિથી વિહિતપણું હોવાને કારણે બીજા-ત્રીજા ઉપાંગાદિમાં આ પ્રમાણે કથનનું દર્શન છે. વળી, દ્રૌપદી આદિના પ્રસ્તાવમાં આ પ્રકારના નમસ્કારપ્રધાન આલાપકના પરિહારથી અને છઠા અંગાદિમાં અતિદેશનું કથન છે. અને તે પ્રમાણે ત્યાં અક્ષરો છે. ત્યારપછી તે દ્રૌપદી રાજવરકન્યા” ઈત્યાદિ “યાવત્ મજ્જનગૃહથી=સ્નાનગૃહથી બહાર નીકળીને જ્યાં જિનાયતન છે ત્યાં આવે છે. યાવત્ જિનપ્રતિમાને જોઈને પ્રણામ કરે છે” ઇત્યાદિ “જે પ્રમાણે સૂર્યાભદેવ ડાબા જાનુથી અર્ચન કરે છે” ઈત્યાદિ, એ રીતે તેઓનો=સ્ત્રીઓનો શિરોવ્યસ્ત અંજલિ વડે મસ્તકમાં સ્થાપન કરેલી અંજલિ વડે શક્રસ્તવનો પાઠ પણ વિમર્શ કરવો. અર્થાત્ પુરુષ કરતાં સ્ત્રીઓની મર્યાદા જુદી છે તે પ્રમાણે વિચાર કરવો; કેમ કે તે પ્રકારના કથનમાં-મસ્તક પર અંજલિ જોડી શક્રસ્તવ પાઠ કરવામાં હદયાદિ દર્શનની પ્રસક્તિ છે. કેવલ અંજલિભ્રમણ માત્રાદિ ચૂછનાદિ વિધાનની જેમ ભક્તિ માટે થાય. અને કહેવાયું છે. “ચક્ષુથી દર્શન થયે છતે વિનયથી અવનત ગાત્રયષ્ટિથી=વિનયથી નમેલા શરીર વડે અંજલિનું પ્રગ્રહણ કરે=બંને હાથ જોડે." એ રીતે જ નામમાત્રાદિથી પ્રણિધાનાદિ પણ જાણવું. સર્વત્ર વિષમ આસનાદિપણું વર્જન કરવું જોઈએ. એ પ્રકારે આનો ઔદંપર્યય છે. આના અર્થી વડે ચૈત્યવંદનના અર્થી વડે, દશાશ્રુતસ્કંધ ચૂણિ આદિ અવલોકન કરવી જોઈએ. એથી વિસ્તારથી સર્યું. અને ત્યાં પ્રણિપાતદંડકમાં તેત્રીસ આલાપકો છે. અને બે આદિ આલાપક પ્રમાણ વિશ્રામભૂમિરૂપ નવ સંપદા છે. જેને કહે છે – શક્રસ્તવમાં નવ સંપદા છે. (૧) બે. (૨) ત્રણ, (૩) ચાર. ત્રણ વખત પાંચ, (૪) પાંચ, (૫) પાંચ, (૬) પાંચ, (૭) બે, (૮) ચાર, (૯) ત્રણ જ ‘શકસ્તવમાં નવ સંપદા થાય છે. તેત્રીસ આલાવા છે. પ્રથમ સંપદામાં બે આલાપક છે. બીજી સંપદામાં ત્રણ આલાપક છે. ત્રીજી સંપદામાં ચાર આલાપક છે. ચોથી સંપદામાં પાંચ આલાપક છે. પાંચમી સંપદામાં પાંચ આલાપક છે. છઠી સંપદામાં પાંચ આલાપક છે. સાતમી સંપદામાં બે આલાપક છે. આઠમી સંપદામાં ચાર આલાપક છે. નવમી સંપદામાં ત્રણ આલાપક છે. તેથી કુલ તેત્રીસ (૩૩) આલાપક છે. (૧) અને આકશફસ્તવના તેત્રીસ (૩૩) આલાપકનું યથાસ્થાન નામથી અને પ્રમાણથી વ્યાખ્યાન કરાશે. હવે સૂત્રની વ્યાખ્યા કરે છે= નમુત્થણ' સૂત્રની વ્યાખ્યા કરે છે. “તમોત્થણે અરિહંતાણં ભગવંતાણ” અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. ત્યાં=પ્રથમ આલાપકમાં “નમ' એ તૈપાતિક પદ પૂજા માટે છે. અને પૂજા દ્રવ્યભાવ સંકોચ છે. ત્યાં હાથ-મસ્તક અને પગ આદિ દ્રવ્યનો સંન્યાસ, દ્રવ્યસંકોચ છે. વળી, ભાવસંકોચ વિશુદ્ધ મનનો વિયોગ છે=વીતરાગના ગુણોને અભિમુખ પ્રવર્તતો મનનો વ્યાપાર છે. ‘મસ્તુ' એ ‘મવત'ના અર્થમાં છે. અને આ પ્રાર્થના ધર્મનું બીજ છે=નમસ્કાર થાઓ એ પ્રાર્થના, ધર્મનું બીજ છે; કેમ કે આશયવિશદ્ધિનું જનકપણું છે=ભાવ નમસ્કાર અતિદુષ્કર છે. તેથી તે કરવાના અભિલાષરૂપ પ્રાર્થનાનું આશયવિશુદ્ધિનું જનકપણું છે. “'એ શબ્દ વાક્યાલંકારમાં છે. અતિશયપૂજાને યોગ્ય છે એથી અહંત છે. જેને કહે છે –
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy