SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકારી શ્લોક-૧ અગ્રદ્વારના પ્રવેશમાં મન-વચન-કાયા દ્વારા ગૃહવ્યાપારનો નિષેધ કરાય છે. એ જ્ઞાપન માટે Aધિકીત્રય કરાય છે. પરંતુ એક જ આ ગણાય છે; કેમ કે ગૃહાદિ વ્યાપાર એકનું જ નિષિદ્ધપણું છે અને નૈધિકી કરાયે છતે સાવઘવ્યાપારનું વર્જન જ થાય છે. અન્યથા=સાવધવ્યાપારનું વર્જન ન કરવામાં આવે તો તેના વૈયર્થની પ્રાપ્તિ છેઃનીસિહિ પ્રયોગના વ્યર્થપણાની પ્રાપ્તિ છે. જે કારણથી “દિનકૃત્યમાં કહેવાયું છે – પરસ્પર સર્વ કથાઓનો જિનાલયમાં જે ત્યાગ કરે છે તેની કેવલીભાષિત. ઔષધિકી અહીં=જિનાલયમાં થાય છે.” (શ્રાદ્ધદિનકૃત્ય ગા. ૫૬) ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ત્યાર પછી=જિનાલયમાં પ્રવેશ કર્યા પછી, મૂલબિંબને પ્રણામ કરીને પ્રાયઃ સર્વ ઉત્કૃષ્ટ વસ્તુ શ્રેયકામનાવાળા પુરુષે જમણીબાજુ જ કરવી જોઈએ. એથી પોતાની જમણીબાજુમાં મૂલબિંબને. કરતો શ્રાવક જ્ઞાનાદિત્રય આરાધના માટે ત્રણ પ્રદક્ષિણા કરે છે અને કહેવાયું છે – " ત્યાર પછી ‘નમો જિણાણં' એ પ્રમાણે બોલીને અને અર્ધનમેલા પ્રણામ કરીને અથવા ભક્તિ નિર્ભર મનથી પંચાંગ પ્રણામ કરીને.” li૧u (ચૈત્યવંદનમહાભાષ્ય ગાં. ૧૮૯) “પૂજાના અંગનેત્રપૂજાની સામગ્રીને, હાથમાં ધારણ કરતો પરિવારથી પરિવૃત ગંભીર મધુર ઘોષથી જિનગુણના ગણથી નિબદ્ધ મંગલસ્તુતિ આદિને બોલતો.” રા હાથમાં ધારણ કરી છે યોગમુદ્રા જેણે એવો, પગલે-પગલે પ્રાણી રક્ષામાં યુક્ત, જિનગણમાં એકાગ્ર મનવાળો પ્રદક્ષિણાત્રિકને આપે.” is : “ગૃહચૈત્યોમાં ન ઘટે. ઈતરમાં પણ=સંઘનાં ચૈત્યગૃહોમાં પણ, જો કે કરણવશથી ન ઘટે. તોપણ મતિમાન પુરુષ તેના કરણના પ્રદક્ષિણાત્રિકના કરણના, પરિણામને મૂકે નહિ.” જા (ચૈત્યવંદનમહાભાષ્ય ૧૯૧-૨), અને પ્રદક્ષિણા દાનમાં પ્રદક્ષિણા કરતી વખતે, સમવસરણસ્થ ચારરૂપવાળા એવા જિનનું ધ્યાન કરતો શ્રાવક ગભારામાં રહેલા, જમણી બાજુમાં રહેલા, પાછળના ભાગમાં રહેલા, ડાબી બાજુમાં રહેલા એમ ત્રણ દિશામાં રહેલા બિબત્રયને વંદન કરે છે. આથી જ સર્વ પણ ચૈત્યનું સમવસરણની રચનાનું સ્થાનીયપણું હોવાથી ગભારાની બહારના ભાગમાં દિશાત્રયમાં મૂલબિબના નામવાળાં બિંબો કરાય છે. અને આ રીતે અરિહંતની પૂંઠનું વર્જન કરવું જોઈએ. એ પ્રમાણે કહેવાયેલો અરિહંતને પીઠના નિવાસનો દોષ પણ ચાર દિશામાં વિવર્તન પામે છે. ત્યાર પછી ચૈત્યનું પ્રમાર્જન, પોતકલેખ્યકાદિ વસ્થમાણ યથોચિત ચિંતાપૂર્વક વિહિત સકલ પૂજા સામગ્રીવાળો શ્રાવક જિનગૃહના વ્યાપારના નિષેધરૂપ બીજી વૈષધિકીને મુખ્ય મંડપાદિમાં કરીને મૂલબિંબને પ્રણામ ત્રયપૂર્વક પૂર્વોક્ત વિધિથી પૂજા કરે છે. જે પ્રમાણે ભાષ્ય છે – ત્યાર પછી નિસાહિથી મંડપમાં પ્રવેશ કરીને જિન આગળ પૃથ્વીમાં નિહિત જાનું અને હાથવાળો શ્રાવક વિધિથી પ્રણામતિગને કરે છે.” ૧]
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy