SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪ નિધિકૃતિક મોદક, લપનશ્રી, પર્યાટિકા ચૂરિમ, કરમ્બક, ભૈરેય આદિ બહુધાન્યથી નિષ્પન્ન પણ પરિણામોત્તર આદિની પ્રાપ્તિ હોવાથી એક-એક જ દ્રવ્ય છે. અને એક ધાન્યથી નિષ્પન્ન પણ પૂલિકા, સ્થૂલ રોટ્ટક, મંડક, ખખરક, ઘૂઘરી, ઢોક્કલ, ભૂલીવાટ, કણિક્કા આદિ જુદાં જુદાં નામ અને સ્વાદપણાને કારણે જુદાં જુદાં દ્રવ્યો છે. વળી, ફલલિકાદિમાં નામનું એક્ય હોતે છતે ભિન્ન-ભિન્ન આસ્વાદની વ્યક્તિને કારણે ભિન્ન ભિન્ન સ્વાદની પ્રતીતિને કારણે, અને પરિણામાસ્તરનો અભાવ હોવાને કારણે બહુદ્રવ્યપણું છે. અથવા બીજી રીતે સંપ્રદાયના વશથી દ્રવ્યોની ગણના કરવી જોઈએ. ધાતુમય શિલા, કાંકરા, અંગુલી આદિ દ્રવ્યમાં ગણાતાં નથી. ૩. વિકૃતિ વિગઈ - દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, સર્વ પક્વાનના ભેદથી ભણ્યવિકૃતિઓ ૬ છે. ૪. વાણ=પગરખાં :- ઉપાનયુગ્મ અથવા મોચકયુગ્મ, વળી લાકડાની પાદુકા આદિ બહુજીવ વિરાધનાના હેતુપણાથી શ્રાવકો વડે ત્યાજ્ય છે=બહુજીવ વિરાધનાનો હેતુ હોવાથી શ્રાવકે ત્યાગ કરવો જોઈએ. ૫. તાંબૂલ :- પત્ર, પૂગ, ખદિર, વટિકા, કWકાદિ સ્વાદિમરૂપ તાંબૂલ છે. ૬. વસ્ત્ર - વસ્ત્ર પંચાંગ આદિ વેશ છેઃપાંચ અંગ આદિનો વેશ છે. ધોતિયું, પૌતિક, રાત્રિનાં વસ્ત્રો વેશમાં ગણાતાં નથી. ૭. કુસુમ :- શિર-કંઠમાં ક્ષેપને યોગ્ય, શય્યા-ઉચ્છીર્ષક આદિ યોગ્ય પથારી અને ઓશીકા પાસે રાખવા યોગ્ય ફૂલો છે. તેના નિયમમાં પણ દેવશેષ કલ્પ છે–દેવની શેષ કલ્પ છે. ૮. વાહન :- વાહન રથ, અશ્વ આદિ છે. ૯. શયન :- શયન ખાટલા આદિ છે. ૧૦. વિલેપન :- વિલેપન ભોગને યોગ્ય ચંદન, જવાદિ ચૂઅ, કસ્તુરી આદિ છે. તેના નિયમમાં પણ=વિલેપનના નિયમમાં પણ, દેવપૂજાદિમાં તિલક, સ્વહસ્તમાં કંકણ, ધૂપન આદિ કલ્પ છે. ૧૧. અબ્રા - અબ્રહ્મ દિવસ અને રાત્રિમાં પત્ની આદિને આશ્રયીને છે. ૧૨. દિફપરિમાણ :- દિશા પરિમાણ સર્વથી=બધી દિશાઓથી, અથવા અમુક દિશામાં આટલી અવધિગમન આદિનો નિયમ છે. ૧૩. સ્નાન - સ્નાન તેલ-અવ્યંગ આદિપૂર્વક છે. દેવપૂજા માટે સ્નાન કરવામાં નિયમનો ભંગ નથી અને લૌકિક કારણમાં યતનાથી રક્ષા કરવી જોઈએ=યતનાપૂર્વક મર્યાદિત સ્નાન કરવું જોઈએ. ૧૪. ભક્ત=ભોજન:- રંધાયેલું ધાવ્ય, સુખભક્ષિકાદિ સર્વ સુખડી આદિ સર્વ, ત્રણ શેર ચાર શેર આદિથી મિત કરે હું ત્રણ શેર અથવા ચાર શેર આદિ વાપરીશ, અધિક નહીં એ પ્રમાણે ભોજનમાં મર્યાદા કરે. ખડભુજાદિના ગ્રહણમાં ઘણા શેરો થાય=તડબૂચ આદિતા ગ્રહણમાં ઘણું પણ વજન થાય. તેથી તેને ખ્યાલમાં રાખીને નિયમ કરવો જોઈએ.
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy