SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪ “પત્રોના, પુષ્પોના, સરડુ ફળોના=નહિ બંધાયેલા અસ્થિવાળા ફળોના, વાસ્તુલાદીના, સામાન્યથી તરુણ વનસ્પતિનાં વા=મૂલનાલ, પ્લાન થયે છતે જીવ વિપ્રયુક્ત આ પત્રાદિક જાણવાં અચિત્ત થયેલાં આ પત્રાદિ જાણવાં.” એ પ્રમાણે શ્રી કલ્પવૃત્તિમાં કથન છે. (કલ્પવૃત્તિ – ૫.૩૦૮) વળી, શાલ્યાદિ ધાવ્યોનું શ્રી પાંચમા અંગમાં છઠ્ઠા શતકના સાતમા ઉદ્દેશામાં સચિત-અચિતપણાનો વિભાગ આ પ્રમાણે કહેવાયો છે – “હે ભગવન્! શાલી, વ્રીહિ, ઘઉં, જવ, જવજવો, આ ધાન્યો કોઠારમાં રખાયેલાં, પલ્લામાં રખાયેલાં, મંચામાં રખાયેલાં, માળામાં રખાયેલાં, ઉદલિપ્ત હોય ખુલ્લાં હોય, પિહિત હોય=ઢંકાયેલાં હોય, મુદ્રિત હોય, લાંછિત હોય તોપણ કેટલો કાળ એમની યોનિ રહે છે? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૩ વર્ષ. ત્યારપછી યોનિ પ્લાન થાય છે. પ્રધ્વંસ પામે છે. બીજ અબીજ થાય છે. હવે હે ભગવન્! ક્લાય, મસૂર, તલ, મગ, અડદ, નિષ્કાવ, કુલત્ય, અલિસંદગ, સઈણ, પલિમંથન આદિ આ ધાન્યોનું જે પ્રમાણે સાલીનું છે તે પ્રમાણે આ બધાનું પણ જાણવું. ફક્ત ૫ વર્ષ પછી અચિત્ત થાય છે. શેષ તે પ્રમાણે જ છે=શાલિ વગેરેના જેવું જ છે. હવે હે ભગવન્! અયસી, કુસુભગ, કોદ્રવ, કંગ, બરટ્ટ, રાગ, કોડૂસગ, શણ, સરસવ, મૂલબીજ આદિ ધાન્યો સાત વરસ સચિત્ત હોય છે.” (ભગવતી સૂત્ર શતક-૬, ઉદ્દેશો-૭, સૂ. ૨૪૬) આના વિષયમાં પૂર્વસૂરિકૃત ગાથા આ પ્રમાણે છે – જવ, જવજવ, ઘઉં, શાલિ, વ્રીહિ, ઘાવ્યોનું કોઠારાદિમાં રખાયેલાં ઉત્કૃષ્ટ ત્રણ વર્ષ સજીવપણું છે. [૧] તલ, મગ, મસૂર, ક્લાય, અડદ, ચવલય=ચોળા, કુલત્થ, તુવેર, વટ્ટણય, વલ્લાણનું પાંચ વર્ષ સજીવપણું છે. રા. અળસી, લટ્ટા, કંગૂ, કોડૂસગ, શણ, બરફ્ટ, સિદ્ધત્થા. કુદ્રવ, રાગ, મૂલગબીજનું સાત વર્ષ સજીવપણું છે.” Imaiા (). કપાસની અચિતતા ત્રણ વર્ષ પછી થાય. જે કારણથી કલ્પ બૃહભાષ્યમાં કહેવાયું છે – સૂત્ર – “સેડૂગ=કપાસ, ત્રણ વરસ અતીત ગ્રહણ થાય છે.” (). સેડૂગ ત્રણ વર્ષથી અતીત વિધ્વસ્ત યોનિક જ કલ્પ છે. “સેડૂક એટલે કપાસ” ) એ પ્રમાણે તેની વૃત્તિમાં છે. વળી, પિષ્ટની પિસાયેલી વસ્તુની, મિશ્રતા આદિ આ પ્રમાણે પૂર્વસૂરિ વડે કહેવાય છે – શ્રાવણ અને ભાદરવા માસમાં અચાલિત એવો લોટ=નહિ ચાળેલો એવો લોટ, પાંચ દિવસ સુધી મિશ્ર છે. આસો માસમાં ચાર દિવસ સુધી મિશ્ર છે. કારતક, માગશર અને પોષ માસમાં ત્રણ દિવસ સુધી મિશ્ર છે. મહા અને ફાગણ માસમાં પાંચ પ્રહર સુધી મિશ્ર છે. ચૈત્ર-વૈશાખમાં ચાર પ્રહર સુધી મિશ્ર છે. જેઠ-અષાઢ માસમાં ત્રણ પ્રહર સુધી મિશ્ર છે. ત્યારપછી અચિત્ત થાય છે.” ) વળી, ચાળેલો લોટ મુહૂર્ત પછી અચિત્ત થાય છે. અને તેનું લોટનું, અચિતીભૂત અનાર=અચિત્ત થયા પછી વિનાશ પામતું કાલમાન શાસ્ત્રમાં દેખાતું નથી. પરંતુ દ્રવ્યાદિના વિશેષથી, વણદિના
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy