SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪ - પર્યાયની ભ્રમર નામના વૃક્ષની છાલ, વળી બીજા અવયવો નહિ. (૨૨) ખિલહડો લોકપ્રસિદ્ધ કંદ છે. (૨૩) અમૃતવેલડી વેલડીવિશેષ છે. (૨૪) મૂળા લોકપ્રતીત છે. (૨૫) ભૂમિરુહ ભૂમિમાં ઉત્પન્ન થનારા છત્ર આકારવાળા વર્ષાકાલમાં ઉત્પન્ન થતા ભૂમિસ્ફોટક (બિલાડીના ટોપ) અતિપ્રસિદ્ધ છે. (૨૬) વિરૂઢ – પલાળેલા કઠોળમાંથી નીકળતા અંકુરા છે. (૨૭) ટંક વાસ્તુ શાક વિશેષ છે. અને તે પ્રથમ ઉદ્ગત જ અનંતકાયિક છે પરંતુ છિન્નપ્રરૂઢ નથી. (૨૮) શુકરસંશક વલ્લ તે જ અનંતકાયિક છે પરંતુ ધાન્યના વલ્લ નથી. (૨૯) પાલક શાકનો ભેદ છે. (૩૦) કોમલ આંબલી=નહિ બંધાયેલ ઠળિયાવાળી આંબલી (૩૧) અને (૩૨) આલુ બટાકા અને પિંડાલ આદિ કદના ભેદો છે. આ પૂર્વમાં કહેલા પદાર્થો સંખ્યાથી બત્રીશ અનંતકાય નામથી થાય છે, એ પ્રકારનો અર્થ છે અને આટલા જ અનંતકાય નથી પરંતુ અન્ય પણ છે તે પ્રમાણે કહે છે. અન્ય પણ પૂર્વોક્ત અતિરિક્ત અનંતકાય લક્ષણ યુક્તિથી=આગળમાં કહેવાશે તે લક્ષણની વિચારણાથી, સમયથી–સિદ્ધાંતથી, તે જ અનંતકાય છે. જે આ પ્રમાણે છે – ઘોસાડ અને કરીના અંકુરા, અતિકોમલ અબદ્ધ અસ્થિવાળા હિંદુક અને આમ્રફલ આદિ છે. વરુણ, વડ, લીમડા આદિના અંકુરા અનંતકાય છે.” (પ્રવચનસારોદ્ધાર ગા. ૨૪૧). ઘોષાતકી અને કરીના અંકુરા, અતિકોમલ અબદ્ધ અસ્થિવાળા હિંદુક અને આમ્રફલ આદિ છે. અને વરુણ-વડ-લીમડા આદિના અંકુરા અનંતકાયિકા છે. અને અનંતકાયનું લક્ષણ આ છે – “ગુપ્ત નસ-સાંધા-પર્વવાળું ગુપ્ત નસવાળું, ગુપ્ત સાંધાવાળું, ગુપ્ત પર્વવાળું, ભાંગતાં સરખા ભાગ થાય તેવું, તાંતણા વિનાનું અને છેદ કરવા છતાં ફરી ઊગનારું સાધારણ-વનસ્પતિકાયનું શરીર છે અને તેનાથી વિપરીત પ્રત્યેક છે.” (જીવાજીવાભિગમસૂત્ર, જીવવિચાર પ્રકરણ ગાથા ૧૨) આવા લક્ષણથી યુક્ત અન્ય પણ અનંતકાય થાય તે હેય છે જે કારણથી કહેવાયું છે – ચાર નરકનાં દ્વાર છે. પ્રથમ રાત્રિભોજન (૨) પરસ્ત્રીસંગમ (૩) સંધાન અને (૪) અનંતકાય છે." [૧] અનંતકાય અને અન્ય પણ અભક્ષ્ય અચિત્ત થયેલું પણ પરિહાર્ય છે; કેમ કે વિશ્કતા લીલ્યવૃદ્ધિ આદિ દોષનો સંભવ છે અને પરંપરાથી સચિત એવા ગ્રહણનો પ્રસંગ છે જે કારણથી કહેવાયું છે. “એક વડે કરાયેલું અકાર્ય તેના પ્રત્યયથી ફરી અન્ય કરે છે. શાતાબહુલની પરંપરાથી સંયમ-તપનો બુચ્છેદ થાય છે." ૧II (પંચવસ્તુ-પ૯૧) આથી જ ઉકાળેલા સેલર, રાંધેલા આદુ-સૂરણ-વૃત્તાક આદિ અચિત્ત પણ સર્વ વર્જ્ય છે. વળી મૂળાનાં પાંચે અંગો પણ ત્યાજ્ય છે. વળી સૂંઠાદિ નામ અને સ્વાદના ભેદાદિથી કહ્યું છે. એ પ્રમાણે ‘શ્રાદ્ધવિધિ' ગ્રંથની વૃત્તિમાં છે.” I૧ (શ્રાદ્ધવિધિ વૃત્તિ – ૫.૪૨એ) ૧૯. વૃત્તાક - અને વૃત્તાક નિદ્રાબાહુલ્ય, કામઉદ્દીપન આદિ દોષપોષકપણું હોવાથી ત્યાજ્ય છે. અને બીજા પણ કહે છે –
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy