SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ ધર્મસંગ્રહ ભાગ-૩/ દ્વિતીય અધિકાર | શ્લોક-પ૯ ટીકાર્ચ - સાધૂનાં એ. રાવ્યા ” અને જિનવચતાનુસારથી સમ્યફચારિત્રનું અનુપાલન કરનારા, દુર્લભ મનુષ્યજન્મને સફળ કરનારા, સ્વયં તરેલા અને બીજાને તારવામાં ઉદ્યત એવા સાધુઓને, અને તીર્થંકર-ગણધર આદિથી માંડીને તે દિવસના દીક્ષિત સામાયિક સંયત માટે યથોચિત પ્રતિપત્તિથી સ્વધનનું વપન. જે પ્રમાણે ઉપયોગ કરનારા સાધુઓને ચાર પ્રકારના આહાર-ઔષધ-વસ્ત્ર-આશ્રયાદિનું દાત=ઉપાશ્રય આદિનું દાન. તે છે જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ અનુપકારક નથી તે સર્વસ્વનું પણ દાન કરવું જોઈએ. અને સાધુધર્મ ઉધત મહાત્માને સ્વ પુત્ર-પુત્રાદિનું પણ સમર્પણ કરવું જોઈએ. વધારે શું કહેવું? જે જે પ્રકારે મુનિઓ વિરાબાધ વૃત્તિથી પોતાનું અનુષ્ઠાન કરી શકે છે તે તે પ્રકારે મોટા પ્રયત્નથી સંપાદન કરવું જોઈએ=સામગ્રીનું સંપાદન કરવું જોઈએ. જિનપ્રવચનના પ્રત્યેનીકોનું, સાધુધર્મની નિંદાપરાયણજીવોનું યથાશક્તિ નિવારણ કરવું જોઈએ. જેને કહે છે – તે કારણથી સામર્થ્ય હોતે છતે આજ્ઞાભ્રષ્ટમાં ઉપેક્ષા કરવી જોઈએ નહિ. અનુકૂલ વડે અને ઈતર વડે=પ્રતિકૂલ વડે, અનુશાસન આપવું જોઈએ.” ભાવાર્થ :૪. સાધુ ક્ષેત્ર : જે સાધુઓ જિનવચનાનુસાર સમ્યફચારિત્ર પાળી રહ્યા છે, દુર્લભ મનુષ્યજન્મ સફળ કરી રહ્યા છે, સ્વયં સંસારથી તરી રહ્યા છે અને અન્યને તારવામાં ઉદ્યત છે, તેવા સાધુની ભક્તિમાં પોતાનું ધન શ્રાવકે વાપરવું જોઈએ. કોના માટે વાપરવું જોઈએ ? તેથી કહે છે – તીર્થકર-ગણધરથી માંડી તદિન દીક્ષિત એવા સામાયિક સંયત સાધુઓને માટે જે પ્રમાણે ભક્તિની વૃદ્ધિ થાય તે પ્રકારે પોતાનું ધન વ્યય કરવું જોઈએ. શ્રાવક માટે ધનવ્યયના સાત ક્ષેત્રમાંથી ધનવ્યયનું આ ચોથું સ્થાન છે. અહીં પ્રશ્ન થાય કે સાધુ તો નિઃસ્પૃહી શિરોમણિ હોય છે. તેઓના માટે ધનવ્યય કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે – સાધુના સંયમને ઉપકારક હોય તેવા નિર્દોષ આહારાદિ આપે, ઔષધ-વસ્ત્રાદિ આપે કે ઉપાશ્રયાદિ આપે. એ સ્વરૂપ જ સાધુ રૂપ સુપાત્રમાં ધનવ્યય છે. પરંતુ સુવર્ણાદિરૂપ ધનવ્યય નથી. વળી, દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવની અપેક્ષાએ સાધુના સંયમ માટે અનુપકારક ન હોય તેવી સર્વ વસ્તુઓનું પણ દાન આપવું જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે તે તે કાળના સંયોગ અનુસાર સાધુઓ સંયમમાં કોઈક રીતે સીદાતા હોય અને તેઓના સંયમની વૃદ્ધિનું કારણ બને તેવી સર્વ વસ્તુઓનું સાધુઓને દાન કરવું જોઈએ. પરંતુ સાક્ષાત્ ધનાદિનું દાન સાધુઓને આશ્રયીને નથી. વળી, ધર્મમાં તત્પર એવા સાધુને પોતાના પુત્ર-પુત્રાદિનું સમર્પણ અ પણ સાધુરૂપ ક્ષેત્રમાં દાન સ્વરૂપ છે. સંક્ષેપથી કહે છે કે જે જે પ્રકારે સાધુ બાધા વગર સંયમનું અનુષ્ઠાન સેવી શકે તે તે પ્રકારે મહાન પ્રયત્નથી ઉચિત સામગ્રીનું સંપાદન કરવું જોઈએ. અને ભગવાનના
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy