SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર / બ્લોક-પ૮ છે. તેનું ગ્રહણ કરવું. વળી, તીર્થકરનું વચન પણ સમ્યક્ત આદિની પ્રાપ્તિમાં કારણ છે. આથી જ રોહિણેય ચોરને અનિચ્છાથી પણ ભગવાનના વચનનું શ્રવણ થયું તો સર્વવિરતિની પ્રાપ્તિનું કારણ બન્યું. વળી, અન્ય કોઈ વચનો પણ સમ્યક્ત આદિની પ્રાપ્તિનું કારણ છે. આથી જ કોઈકનું વચન સાંભળીને કિોઈકને વૈરાગ્ય થાય છે જેમ દીક્ષાને છોડીને ઘરે જવાના પરિણામવાળા ક્ષુલ્લકમુનિને રાજસભામાં નર્તકીના વચનને સાંભળીને અર્થાત્ “ઘણો સમય પસાર થયો છે. હવે થોડો સમય માટે પ્રમાદ કરીશ નહિ.” એ પ્રકારના નર્તકીના વચન સાંભળીને વ્રતનો પરિણામ થયો. “અથવાથી અન્ય એવા ઉપાયો કહે છે – પ્રથમ એવા અનંતાનુબંધી કષાયનો ક્ષયોપશમ સમ્યક્તનો ઉપાય છે. આથી જ કોઈકને અકામનિર્જરાથી પણ અનંતાનુબંધી કષાયનો ક્ષયોપશમ થાય તો સમ્યક્ત પ્રાપ્ત થાય છે. વળી, અપ્રત્યાખ્યાન કષાયનો ક્ષયોપશમ દેશવિરતિની પ્રાપ્તિનો ઉપાય છે. આથી જ દેશવિરતિના સ્વરૂપને શ્રવણ કરતા કેટલાક મહાત્માઓને વ્રત સ્વીકાર કરતા પૂર્વે દેશનાના શ્રવણથી બીજા કષાયનો ક્ષયોપશમ થાય તો ભાવથી દેશવિરતિ પ્રગટે છે. માટે બીજા કષાયનો ક્ષયોપશમ દેશવિરતિની પ્રાપ્તિનો ઉપાય છે. વ્રતના રક્ષણના ઉપાયો :વળી, વ્રત સ્વીકાર્યા પછી વ્રતના રક્ષણના ઉપાયો બતાવે છે – સમ્યક્ત કે દેશવિરતિ સ્વીકારીને તેના પાલનના ઉપાયરૂપ આયતન સેવનાદિ સ્વીકારાયેલા વ્રતના ' રક્ષણનો ઉપાય છે અને તે રક્ષણના ઉપાયને જ સ્પષ્ટ કરવા અર્થે સાક્ષી આપે છે. સમ્યક્ત કે દેશવિરતિનો સ્વીકાર કર્યો હોય તો તેની આયતનનું સેવન કરવું જોઈએ. અર્થાત્ સમ્યક્ત કે દેશવિરતિ સ્વીકાર્યા પછી તેની ઉચિત આચરણા રૂપ આયતન સેવન કરવું જોઈએ. જેમ સમ્યક્ત ગ્રહણ કર્યું હોય તો તત્ત્વનો સૂક્ષ્મસૂક્ષ્મતર બોધ થાય તે પ્રકારે તત્ત્વના જાણનારાઓ પાસેથી સદા તત્ત્વને જાણવા માટે યત્ન કરવો જોઈએ. જેથી સમ્યક્તનું રક્ષણ થાય. દેશવિરતિ સ્વીકારી હોય તો દેશવિરતિનું પાલન કરનારા અને વિશેષથી તેને જાણનારા એવા શ્રાવકો સાથે ઉચિત વિચારણા કરીને સદા તેના પરમાર્થને જાણવા યત્ન કરવો જોઈએ, જેનાથી દેશવિરતિનું રક્ષણ થાય. વળી, વિના કારણે પરના ઘરમાં પ્રવેશ કરવો જોઈએ નહિ. જેથી સ્વીકારાયેલા વ્રતના પાલનમાં મલિનતાનો પ્રસંગ ન થાય. કારણ કે કામાદિ વિકારો દુષ્પતિકારવાળા છે અને કોઈ પ્રયોજન વગર પરના ઘરમાં જવાથી કોઈક એવા વિકારાદિ થાય કે હાસ્યાદિ કુતૂહલ થાય તો વ્રતો સુરક્ષિત રહે નહિ. વળી, વ્રતોના પાલન અર્થે વ્રતોના દૂષણનું કારણ બને તેથી ક્રીડાઓનો પરિહાર કરવો જોઈએ તે વ્રતના રક્ષણનો ઉપાય છે. વળી, વ્રતોના સ્વીકાર્યા પછી વિક્રિયા કરે તેવાં વચનોનો પરિહાર કરવો જોઈએ જેથી તેવાં વચનોથી વ્રતોનો ઘાત થાય નહીં જેમ બીજું વ્રત લીધેલું હોય અને હાંસીમજાક કરવાના વિક્રય વચનો બોલે તો મૃષાવાદ બોલવાથી વ્રતભંગ થાય. નિરર્થક આરંભની અનુમોદના થાય તેવાં વચનો બોલવાથી પહેલા અણુવ્રતનો નાશ થાય. તેથી સ્વીકારાયેલાં વ્રતોને મલિનતા કરે તેવા વિક્રિય વચનનો પરિહાર કરવો તે વ્રતરક્ષણનો ઉપાય છે. આ રીતે વ્રતપ્રાપ્તિનો ઉપાય અને વ્રતરક્ષણનો
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy