SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ✓ ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૫૬ ૨૬૩ इह चाद्यद्वयमव्युत्पन्नबुद्धित्वेन सहसाकारादिना वा अन्त्यत्रयं तु मायापरतयाऽतिचारतां यातीति વિવેઃ । इहाहुर्वृद्धाः-दिग्व्रतसंक्षेपकरणमणुव्रतादिसङ्क्षेपकरणस्याप्युपलक्षणं द्रष्टव्यम्, तेषामपि सङ्क्षेपस्यावश्यंकर्त्तव्यत्वात्, अत्राह - ननु अतिचाराश्च दिग्व्रतसङ्क्षेपकरणस्यैव श्रूयन्ते, न व्रतान्तरसङ्क्षेपकरणस्य, तत्कथं व्रतान्तरसङ्क्षेपकरणं देशावकाशिकव्रतमिति ? अत्रोच्यते - प्राणातिपातादिव्रतान्तरसङ्क्षेपकरणेषु वधबन्धादय एवातिचाराः, दिग्व्रतसङ्क्षेपकरणे तु सङ्क्षिप्तत्वात्क्षेत्रस्य प्रेष्यप्रयोगादयोऽतिचाराः, भिन्नातिचारसम्भवाच्च दिग्व्रतसङ्क्षेपकरणस्यैव देशावकाशिकत्वं साक्षादुक्तम् ।।५६।। ટીકાર્ય ઃ प्रेषणं સાક્ષાલુમ્ ।। પ્રેષણ અને આનયન એ પ્રેષણ-આનયન છે. અને શબ્દ અને રૂપ એ બેનું અનુપાતન=અવતારણ અર્થાત્ શબ્દ અનુપાત અને રૂપ અનુપાત. અને પુદ્ગલનું પ્રેરણ એ પાંચ અતિચારો દેશાવગાસિકમાં=દેશાવગાસિક નામના વ્રતમાં, કહેવાયા છે. ..... આ ભાવ છે – દિગ્દતવિશેષ જ=દિશાનું વ્રતવિશેષ જ, દેશાવગાસિકવ્રત છે. વળી, આટલું વિશેષ છે. દિવ્રત જાવજ્જીવ, વર્ષનું અથવા ચાતુર્માસના પરિમાણવાળું છે. વળી દેશાવગાસિક દિવસપ્રહરમુહૂર્તાદિ પરિમાણવાળું છે અને તેના દેશાવગાસિક વ્રતના, પાંચ અતિચારો છે તે આ પ્રમાણે છે. ૧. પ્રેષણ :– પ્રેષણ=માણસો આદિને વિવક્ષિત ક્ષેત્રથી બહાર પ્રયોજન માટે વ્યાપારવાળા કરવા. હિ=જે કારણથી, સ્વયં ગમનમાં વ્રતભંગ થાય એથી અન્યને પ્રેષણ. દેશાવગાસિક વ્રત ગમતઆગમતાદિ વ્યાપાર જનિત પ્રાણી ઉપમર્દ ન થાય એ અભિપ્રાયથી ગ્રહણ કરાય છે. વળી તે=કૃત્ય, સ્વયં કૃત કે અન્ય વડે કારિત હોય એથી ફલમાં કોઈ વિશેષ નથી=આરંભ-સમારંભ થવા રૂપ લમાં કોઈ ભેદ નથી. ઊલટું સ્વયં ગમનમાં ઇર્યાપથવિશુદ્ધિનો ગુણ છે. વળી, પરતું અતિપુણપણું હોવાથી ઇર્યાસમિતિના અભાવમાં દોષ છે એ ‘પ્રેષણ’ પ્રથમ અતિચાર છે. ૨. આનયન :- આનયન=વિવક્ષિત ક્ષેત્રથી બહાર રહેલ સચેતનાદિ દ્રવ્યનું વિવક્ષિત ક્ષેત્રમાં લાવવું. સામર્થ્યથી માણસ દ્વારા લાવવું ‘દ્દિ’ જે કારણથી, સ્વયં ગમનમાં વ્રતભંગ થાય. વળી પર દ્વારા આનયનમાં ભંગ નથી=વ્રતભંગ નથી, એ બુદ્ધિથી જ્યારે સચેતનાદિ દ્રવ્ય મંગાવે છે ત્યારે અતિચાર છે એ ‘આનયન’ બીજો અતિચાર છે. ૩. શબ્દનો અનુપાત :– ખોંખારા આદિનો અનુપાતન=કાનમાં અવતારણ શબ્દ અનુપાતન છે. જે પ્રમાણે વિહિત સ્વગૃહની વૃત્તિ ભીંત પ્રાકારાદિ વ્યવચ્છિન્ન ભૂ પ્રદેશના અભિગ્રહવાળો પ્રયોજન ઉત્પન્ન થયે છતે વિવક્ષિત ક્ષેત્રથી બહાર વ્રતભંગના ભયથી સ્વયં જવા માટે અને બહિસ્થિતને બોલાવવા માટે અસમર્થ ઘરની વૃત્તિ=ભીંત અને પ્રાકારાદિ પ્રતિ આસનવર્તી થઈને ખોંખારાદિ
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy