SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૫૨-૫૩ અહીં ‘આશ્રિત’ શબ્દ પ્રત્યેકની સાથે યોજન કરવો. તેથી દંતઆશ્રિત=દંત વિષયવાળા વાણિજ્ય કર્મ દંત ક્રય-વિક્રય છે. એ રીતે લાક્ષવાણિજ્ય-રસવાણિજ્ય-કેશવાણિજ્ય-વિષવાણિજ્યમાં પણ યોજન કરવું. ૨૪૦ ૬. દંત વાણિજ્ય - ત્યાં=પાંચ વાણિજ્યકર્મોમાં, દાંત હાથીઓના છે. તેઓનું ઉપલક્ષણપણું હોવાથી અન્ય પણ ત્રસ જીવોના અવયવોનું=ઘુવડ આદિના નખ, હંસ આદિના રોમ, ચર્મ, ચમર=ચમરી ગાયના વાળ, શિંગડાં, શંખ, શુક્તિ, કપર્દ=કોડી, કસ્તૂરી, પોહીસકાદિનું ઉપલક્ષણ છે. અને વાણિજ્ય અહીં આકરમાં=ખાણમાં, ગ્રહણરૂપ જાણવું. જે પૂર્વમાં જ ભીલ આદિને મૂલ્ય આપે છે અને ‘દાંતાદિ તમે મને આપજો.' એ વાણિજ્ય કર્મ છે. તેનાથી=આકરમાં ગ્રહણ કરવાથી, તેઓ=ભીલો, હાથી આદિનો શીઘ્ર નાશ કરે છે. વળી, આ વાણિજક=વાણિયો, ગ્રહણ કરવા આવશે=આપણા હાથીદાંતો ગ્રહણ કરવા આવશે. એથી પૂર્વમાં લાવેલા હાથીદાંતો વાણિયો ખરીદે છે. એથી ત્રસહિંસા આ વાણિજ્યકર્મમાં સ્પષ્ટ છે. વળી અનાકરમાં=ઉત્પત્તિસ્થાનને છોડીને અન્ય સ્થાનમાં, દાંત આદિના ગ્રહણ અને વિક્રયમાં દોષ નથી=કર્માદાનનો દોષ નથી. જે કારણથી કહેવાયું છે - “ત્રસનાં અંગ એવા દાંત-કેશ-નખ-હાડકાં-ચામડી-રોમનું આકરમાં વાણિજ્ય માટે ગ્રહણ દન્તવાણિજ્ય કહેવાય છે.” ।।૧।। (યોગશાસ્ત્ર-૩/૧૦૬) ૭. લાક્ષાવાણિજ્ય :- લાખ=જતુ, અહીં પણ=લાક્ષાવાણિજ્યમાં પણ, લાક્ષાનું ગ્રહણ અન્ય સાવદ્ય મન:શીલાદિનું ઉપલક્ષણ છે. તેને આશ્રિત=લાક્ષાદિને આશ્રિત, વાણિજ્ય લાક્ષાવાણિજ્ય છે. લાક્ષા-ધાતકી-નીલી=ગળી, મન:શિલા-વજ્રલેપ-તંબરિકા-પટ્ટવાસ-ટંકણખાર, સાબુ, ક્ષાર આદિનો વિક્રય. જે કારણથી કહેવાયું છે - “લાક્ષા-મન:શિલા-નીલીગળી, ધાતકી-ટંકણખાર આદિનો વિક્રય પાપનું ઘર ‘લાક્ષાવાણિજ્ય' કહેવાય છે." ।।૧।। (યોગશાસ્ત્ર-૩/૧૦૭) અને આ લાક્ષામાં ઘણા ત્રસજીવોનું આકુલપણું હોવાથી અને તેના રસનું રુધિરના ભ્રમનું કારીપણું હોવાથી, મહાન દોષ છે એમ અન્વય છે. ધાતકીત્વપુષ્પનું મઘાંગપણું હોવાથી અને તેના કલ્કનું કૃમિનું હેતુપણું હોવાથી મહાન દોષ છે. ગુલિકાનું=ગળીનું, અનેક જીવોના ઘાતની સાથે અવિનાભાવીપણું હોવાથી મહાન દોષ છે. મનઃશીલ અને વજ્રલેપનું સંપાતિમ બાહ્યજીવોનું ઘાતકપણું હોવાથી મહાન દોષ છે. તુંબરિકાનું પૃથ્વીત્વ આદિથી, પટવાસનું ત્રસાકુલપણું હોવાથી મહાન દોષ છે. ટંકણખાર-સાબુ-ક્ષારાદિનું બાહ્ય જીવોના વિનાશનું નિમિત્તપણું હોવાથી મહાન જ દોષ છે. ૮. રસવાણિજ્ય :- રસવાણિજ્ય મધ-મધ-માંસ-માખણ-ચરબી-મજ્જા-દૂધ-દહીં-ઘી-તેલ આદિનો વિક્રય છે. વળી માખણમાં દોષો જીવોની ઉત્પત્તિ છે. વસા અને ક્ષૌદ્રનું=મધનું, જીવોના ઘાતથી ઉદ્ભવપણું છે. મધનું ઉત્પાદજનકપણું છે અને તદ્ગત=મઘગત, કૃમિના જીવોનો વિઘાત છે. દૂધ આદિમાં સંપાતિમજીવોની વિરાધના છે. બે દિવસના અતીત દહીંમાં સંમૂર્ચ્છત જીવોની વિરાધના છે.
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy