SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર / બ્લોક-૫૨-૫૩ સ્ફોટકર્મ જમીનને ફોડવાનું કર્મ તેઓથી=અંગારકમદિથી, વૃત્તિઓ આજીવિકા, અંગારકર્માદિ વૃત્તિઓ છે. ત્યાં અંગારકમદિમાં, કર્મ-ક્રિયા-કરણ એકાર્યવાચી શબ્દ છે. તેથી લાકડાને બાળવા દ્વારા અંગારાનું નિષ્પાદન અંગારકર્મ છે. તેનાથી આજીવિકા–તેના વિક્રયાદિરૂપ આજીવિકા, તેના કરણમાં=અંગારકર્મના કરણમાં, છ જવનિકાયની વિરાધનાનો સંભવ છે. એ રીતે જે-જે અગ્નિ વિરાધનારૂપ આરંભો છે તે અંગારકર્મમાં અંતર્ભાવ થાય છે અને તે ભ્રાષ્ટકરણ=ભેજવવાની ક્રિયા, ઈષ્ટકાદિપાક=ઈંટોને પકાવવી, કુંભાર-લોહાર-સોનારનાં કૃત્યાદિ. આ અંગારક રૂપ તેનાથી જીવન અંગારકર્મવૃત્તિ છે. એ રીતે આગળમાં પણ=વતકમદિમાં પણ, ભાવન કરવું. જે કારણથી યોગશાસ્ત્રમાં કહેવાયું છે. અંગારકરણ, ભ્રાષ્ટનું કરણ, કુંભ-લોહ-સુવર્ણની કારિતા, ઠઠારત્વ અને ઈંટનું પકાવવું એ અંગારજીવિકા છે.” ૧II (યોગશાસ્ત્ર ૩/૧૦૧) ત્યાં=અંગારજીવિકામાં, ઠઠારત્વ શુલ્ય, નાગ, વંગ, કાંસું, પિત્તળ, આદિનું કરણ, ઘટત આદિ=ઘડવા આદિ દ્વારા, આજીવિકા. ૧ ભાવાર્થ - (૧) અંગારકર્મ - જે વેપારમાં અગ્નિકાયની વિરાધનાથી આજીવિકા થતી હોય તે સર્વ વેપાર “અંગારકર્મ કહેવાય છે. જોકે શ્રાવકે ત્રસની વિરાધનામાં સંકોચ કરવા અર્થે પહેલું અણુવ્રત લીધેલું છે છતાં સ્થાવર જીવો પ્રત્યે દયાળુ ચિત્ત રહે તે પ્રકારે ઉચિત પ્રયત્ન કરવાનો સંકલ્પ કરેલ છે. આથી જ ભોગોપભોગ વ્રતમાં પણ સચિત્તનો ત્યાગ સચિત્તની સંખ્યાનું પરિમાણ કરે છે. તેથી જે પ્રવૃત્તિઓમાં સાક્ષાત્ હિંસા થતી હોય તેવાં કૃત્યોમાં દયાળુ ચિત્ત ઘવાય છે. તેથી શ્રાવકે અગ્નિના આરંભો જે કૃત્યોમાં હોય તેવાં કૃત્યો કરીને આજીવિકા કરવી જોઈએ નહિ; કેમ કે અગ્નિકાયના જીવોની વિરાધનાની સાથે ત્રસાદિની વિરાધના થતી હોય છે. અંગારકર્મ ચણા આદિને મુંજવવાની ક્રિયા કરનાર, ઈંટને પકવવાની ક્રિયા કરનાર, ઘડા બનાવનાર કુંભાર ઘડાને ભઠ્ઠીમાં પકવે તે સર્વમાં પ્રાપ્ત થાય છે. વળી, લોહાર કે સોનાર દાગીના ઘડનાર પણ અગ્નિના બળથી તે-તે વસ્તુઓ ઘડવાની ક્રિયા કરે છે તેમાં અગ્નિકાયના જીવની વિરાધના અને અન્ય પ્રકારના જીવોની વિરાધના થાય છે. જેનું ચિત્ત ભગવાનના વચનથી ભાવિત છે તેને અગ્નિમાં જીવો જ દેખાય છે, આથી ગૃહકાર્યમાં પણ નિરર્થક અગ્નિકાયના જીવોની વિરાધના ન થાય તે પ્રકારે ઉચિત યત્ન કરે છે. તેથી શ્રાવકે આજીવિકા માટે અંગારકર્મનો ત્યાગ કરવો જોઈએ. ૧. ટીકા - तथा 'विपिनं' वनं, तत्कर्मछिन्नाऽच्छिन्नवनपत्रपुष्पफलकन्दमूलतृणकाष्ठकम्बावंशादिविक्रयः कणदलपेषणं वनकच्छादिकरणं च, यतः -
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy