SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૩૦ ત્યાં આઘ=પ્રથમ ગુણવ્રત=અણુવ્રતોના ગુણને માટે અર્થાત્ ઉપકાર માટે વ્રત તે ગુણવ્રત અને તે ગુણવ્રતની પ્રતિપત્તિ વગર અણુવ્રતોની તેવા પ્રકારની શુદ્ધિનો અભાવ હોવાથી ગુણવ્રત કહે છે. જિનો કહે છે તે બતાવવા માટે “નિના તિ ' એ પ્રમાણે કહેલ છે. તે=પ્રથમ ગુણવ્રત, કયા નામવાળું છે? એથી કહે છે – દિવિરમણ’ નામનું છેઃદિવિરમણ એ પ્રકારનું નામ છે જેને તે આદ્ય ગુણવ્રત છે એ પ્રકારનો શબ્દાર્થ છે. આ વ્રતના સ્વીકારમાં અવગૃહીત ક્ષેત્રથી બહાર=વ્રતની સ્વીકારાયેલી ક્ષેત્રમર્યાદાથી બહારના સ્થાવર અને જંગમ જીવોને અભયદાન, લોભરૂપી સમુદ્રના નિયંત્રણાદિ ઘણા લાભ થાય છે. જે કારણથી કહ્યું છે – “સ્કાર સ્ફલ્લિંગથી ભાસુર અયગોલક જેવો–લાલચોળ તપાવેલા લોખંડના ગોળા જેવો નિત્ય આ અવિરત પાપવાળો જીવ ચારેબાજુથી સમસ્ત જીવોને બાળે છે. [૧] અને જોકે કોઈ મનુષ્ય દેહથી સર્વત્ર જતો નથી તોપણ અહીં=જીવમાં, અવિરત પ્રત્યયબંધ તેને નિત્ય થાય છે.” In૨II અન્યત્ર પણ કહેવાયું છે – તપ્ત અયગોલક જેવો પ્રમત્ત જીવ અવિવારિત પ્રસરવાળો તત્ કારણથી અનુગત–પાપના કારણથી યુક્ત, સર્વત્ર કયું પાપ ન કરે ? અર્થાત્ સર્વ પાપ કરે” man (શ્રાવકપ્રજ્ઞપ્તિ-૨૮૧) આરંભ પરિગ્રહપણું હોવાને કારણે ગૃહસ્થ જ્યાં જ્યાં જાય છે, ભોગવે છે, સૂએ છે અથવા વ્યાપાર કરે છે ત્યાં ત્યાં તપ્ત અયોગોલકની જેમ જીવ ઉપમર્દન કરે છે એથી તેઓના જ=ગૃહસ્થોના જ, હિંસાદિ પાપસ્થાનકનું વિવર્તક આ છે આદ્ય ગુણવ્રત છે. પરંતુ સાધુઓનું નથી=સાધુઓનું આ ગુણવ્રત નથી. કેમ સાધુઓનું આ ગુણવ્રત નથી ? એથી કહે છે – સમિતિ-ગુપ્તિપ્રધાન વ્રતશાલી એવા તેઓને સાધુઓને, આ દોષ નથી=હિંસાદિ પાપDાતકરૂપ દોષ નથી, એથી તેઓને દિશાની વિરતિરૂપ વ્રત નથી એ પ્રમાણે જાણવું. જે કારણથી ‘યોગશાસ્ત્ર વૃત્તિગત’ આંતરશ્લોકો છે. “તે આ=દિવિરમણ વ્રત, જાવજીવ સુધી ગૃહસ્થનું વ્રત છે અથવા ચતુર્માસાદિના નિયમથી સ્વલ્પકાલિક છે. II૧૫ વળી સદા સામાયિકમાં રહેલા યતનાપરાયણ યતિઓને કોઈપણ દિશામાં આ વિરતિ-અવિરતિ હોય નહિ. જીરા જે કારણથી ચારણમુનિઓનું ઊર્ધ્વમાં જે ગમન મેરુના મસ્તક ઉપર છે અને તિર્યફમાં રુચકપર્વત ઉપર છે. તેથી સામાયિકસ્થ છે તેથી, તેઓને=ચારણમુનિઓને, દિવિરતિ નથી." lia (યોગશાસ્ત્ર વૃત્તિ ૩/૩) i૩૦I
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy