SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૪૫ ટીકાર્ચ - તેનાહંતશ્રદ ..... મવતિ | ચોર વડે લાવેલી વસ્તુ સસ્તામાં મળતી હોવાથી ગ્રહણ, ચોરને ચોરી કરવામાં ઉત્સાહિત કરવા રૂપ સ્તન પ્રયોગ, માનવિપ્લવ કૂટતોલ કૂટમાપ રૂપ વ્યત્યય, શત્રુના રાજ્યમાં ગમન અને પ્રતિરૂપથી ક્રિયા=વકલી વસ્તુ બનાવવાની પ્રવૃત્તિ, એ અસ્તેયમાં અદત્તાદાનવિરમણ વ્રતરૂપ ત્રીજા અણુવ્રતમાં, પ્રકરણને કારણે પાંચ અતિચારો જાણવા. અહીં ‘જોયા' શબ્દ શ્લોકમાં અધ્યાહાર છે. ત્યાં ચોરો તેઓથી લાવેલું સુવર્ણ-વસ્ત્રાદિ તેનું ગ્રહણઃમૂલ્યથી ગ્રહણ કે વગર મૂલ્યથી ગ્રહણ, તે સ્તનાહતગ્રહ છે. દિ'=જે કારણથી, ચોરથી લાવેલું ધન આપવા દ્વારા કે ધન આપ્યા વગર પ્રચ્છન્ન ગ્રહણ કરતો ચોર કહેવાય છે. જે કારણથી નીતિ છેઃનીતિશાસ્ત્ર છે – “ચોર, ચોર આપક, મંત્રી મંત્રણા કરનાર, ભેદજ્ઞ=ચોરના ભેદોને જાણનાર, કાણકક્રયી=ધન આપીને ચોરની વસ્તુ ગ્રહણ કરનાર, અન્નદ=ચોરને આહાર આપનાર અને સ્થાનને દેનાર એ સાત પ્રકારના ચોર છે." ૧] ) ‘ત્તિ' ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ૧. તેનાહતાદાન - તેથી ચોરીના કરવાથી વ્રતભંગ છે. વાણિજ્ય જ વેપાર જ, મારા વડે કરાય છે ચોરી નહિ, એ પ્રકારનો અધ્યવસાય હોવાને કારણે વ્રતસાપેક્ષપણું હોવાથી અભંગ છે, એથી ચોર દ્વારા લાવેલી વસ્તુના ગ્રહણમાં ભંગાભંગરૂપ પ્રથમ અતિચાર છે. ૨. સ્તનપ્રયોગ - અને ચોરોને પ્રયોગ=ચોરી માટે અનુજ્ઞા="તમે હરણ કરો' એ પ્રકારે હરણની ક્રિયામાં પ્રેરણા અથવા ચોરનાં ઉપકરણો–કુશિકા, કર્તરિકા, ઘર્ઘરિકા આદિ, તેઓનેચોરોને, અર્પણ કરવાં અથવા વેચવાં તે ‘સ્તનપ્રયોગ છે. અને અહીં જોકે હું ચોરી કરતો નથી, હું ચોરી કરાવતો નથી. એ પ્રકારે સ્વીકારેલા વ્રતવાળાને ચોરનો પ્રયોગ વ્રતભંગ જ છે. તોપણ કેમ તમે નિર્ચાપારવાળા બેઠા છો ?' જો ભોજનાદિ ન હોય તો હું તે=ભોજન, આપું છું. અથવા તારા વડે લાવેલ ચોરીના માલતો જો વિક્રાયક=ઘરાક, ન હોય તો હું વેચી આપીશ.' એ પ્રકારે વચન દ્વારા ચોરોને પ્રવૃતિ કરતો સ્વકલ્પનાથી તેના વેપારને પરિહાર કરતા વ્રતસાપેક્ષ એવા શ્રાવકને અતિચાર છે. એ પ્રમાણે દ્વિતીય અતિચાર છે. ૩. માનવિપ્લવ :- અને આના દ્વારા વસ્તુનું માન કરાય તે માન' કહેવાય. અને તે માત કુડવાદિ, પલાદિ અથવા હસ્તાદિ છે. તેનો વિપ્લવ=વિપર્યાસ-અવ્યથાકરણ=હીનાધિકપણું છે. હીનમાનથી આપે છે અને અધિક માનથી ગ્રહણ કરે છે. એથી આગહીનાધિક માન કરનાર પણ, તત્વથી ચોર જ છે. જેને કહે છે – કંઈક લૌલ્યથી અને કોઈક કળાથી, કોઈક માપથી અને કોઈક તુલાથી કંઈક-કંઈક એકઠું કરતા વાણિયાઓ પ્રત્યક્ષ ચોરો કહેવાય છે. જે કંઈ સહન કરે છે તે પણ ગ્રાહક જનને ઠગવા માટે અથવા મૃદુ બોલે છે તે પણ અપરને વિવશ કરવા
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy