SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૪ ૧૮૯ यद्वा विवाहे (विवादे) स्वयं परेण वा अन्यतरातिसंधानोपायोपदेशः, अयं च यद्यपि मृषा (न) वादयामीत्यत्र व्रते भङ्ग एव, न वदामीति व्रतान्तरे न किञ्चन, तथापि सहसाकाराऽनाभोगाभ्यामतिक्रमादिभिर्वा मृषावादे परप्रवर्त्तनं व्रतस्यातिचारः । अथवा व्रतसंरक्षणबुद्ध्या परवृत्तान्तकथनद्वारेण मृषोपदेशं यच्छतोऽतिचारोऽयं, व्रतसापेक्षत्वान्मृषावादे परप्रवर्तनाच्च भग्नाभग्नरूपत्वाव्रतस्येति દ્વિતીયો તિવાર: ૨ * ટીકામાં અહીં ‘વા વિવાદે છે તે સ્થાને યોગશાસ્ત્ર અને તત્ત્વાર્થના વચનાનુસાર “યહ્મા વિવારે જોઈએ અને ‘મ તરાપસંધાનોપયોપવેશ: 'છે તે સ્થાને ‘ચતરતિસંધાનોપાયોદ્દેશ:' એ પ્રમાણે પાઠ જોઈએ. વળી ત્યારપછી ‘યં ર યદ્યપિ ગૃપા વાવયામીત્યત્ર' એ પ્રમાણે પાઠ છે ત્યાં લહિયાની સ્કૂલનાને કારણે ‘' શબ્દ ઉપલબ્ધ નથી પરંતુ કર્યું ર યદ્યપિ ગૃષા ન વાવયાની–ત્ર' એ પ્રમાણે પાઠ હોવાની સંભાવના છે. ટીકાર્ય : ‘મિથ્થોપવેશ:' ક્રિતીયો તિવાર: રા (૨) મિથ્થોપદેશ - મિથ્થા ઉપદેશ=અસદ્ ઉપદેશ, સ્વીકારાયેલા સત્યવ્રતવાળાને પરને પીડા કરનાર વચન અસત્ય જ છે. તેથી પ્રમાદથી પરને પીડા કરે એવા ઉપદેશમાં અતિચારની પ્રાપ્તિ છે. જે પ્રમાણે ગધેડા, ઊંટ આદિ વહત કરો. ચોરોને મારો અથવા જે પ્રમાણે વસ્તુ હોય તે પ્રમાણે ઉપદેશ શ્રેય છે. વળી, વિપરીત અયથાર્થ ઉપદેશ છે. જે પ્રમાણે સંદેહ પામેલા પર વડે પુછાયે છતે તે પ્રકારે ઉપદેશ ન અપાય અર્થાત્ યથાર્થ કથન ન કરાય તે મિથ્યા ઉપદેશ છે. અથવા વિવાદના વિષયમાં સ્વયં કે પર વડે અચતરતા અતિસંધાનના ઉપાયનો ઉપદેશ=બે પક્ષમાંથી કોઈ એક પક્ષને ઠગવાના ઉપાયનો ઉપદેશ, મિથ્યાઉપદેશ છે. અને આ=વિવાદમાં સ્વયં કે પર દ્વારા અતિસંધાનનો ઉપદેશ આપે છે, જોકે હું મૃષા બોલાવીશ નહીં એ પ્રકારના વ્રતમાં ભંગ જ છે. હું મૃષા બોલીશ નહીં એ પ્રકારના વૃતાંતરમાં-ફક્ત કરણને આશ્રયીને જ મૃષાવાદના ત્યાગરૂપ વૃતાંતરમાં, ભંગ નથી, તોપણ=હું મૃષાવાદ કરીશ નહીં અને કરાવીશ નહીં એ પ્રકારનું વ્રત હોવા છતાં પણ, સહસાત્કાર અનાભોગ દ્વારા અથવા અતિક્રમાદિ દ્વારા મૃષાવાદમાં પરનું પ્રવર્તન=મૃષાવાદ કરવાનો પરને ઉપદેશ આપવો એ, વ્રતનો અતિચાર છે અથવા વ્રતના સંરક્ષણની બુદ્ધિથી પરના વૃતાંતના કથન દ્વારા મિથ્યાઉપદેશને આપતા શ્રાવકનો આ અતિચાર છે; કેમકે વ્રતસાપેક્ષપણું હોવાથી અને મૃષાવાદમાં પણ પ્રવર્તત હોવાથી વ્રતનું ભગ્નાભગ્નરૂપપણું છે. એથી બીજો અતિચાર છે. ભાવાર્થ :(૨) મિથ્યાઉપદેશઅતિચાર - મિથ્યા ઉપદેશના ચાર ભેદો છે. ૧. પરને પીડાકારી સત્ય પણ વચન મૃષાવાદરૂપ છે. તેથી શ્રાવક કોઈને પીડા થાય તેવો વચનપ્રયોગ કરે નહિ. આથી જ આરંભ-સમારંભની પ્રવૃત્તિ કરવાનો કોઈ ઉપદેશ આપે તે પણ મૃષાવાદ છે. ફક્ત
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy